સમાચાર સારાંશ: ભગવાન જગન્નાથના મોસાળમાં રસોડા ધમધમ્યા છે, ભાવિકો ભક્તો પ્રસાદ લેવા ઉમટ્યા છે. લોકો ભગવાનનો પ્રસાદ લઈને ધન્યતા અનુભવી રહ્યાં છે
ભગવાન પોતે ભક્તોને મળવા નિકળ્યા છે નગરમાં . 1878માં શરૂ કરાયેલ રથયાત્રા અમદાવાદની ધાર્મિક ઓળખ ભક્તોનું ઉભરાયું કીડિયારું
અમદાવાદમાં આજે ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા યોજાઈ રહી છે. ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર નગરચર્યા પર નીકળ્યા છે. અત્રે જણાવી દઈએ કે, ભારતમાં જગન્નાથપુરીની સૌથી મોટી રથયાત્રા છે ત્યાર બાદ દેશમાં અમદાવાદની બીજા નંબરની સૌથી મોટી રથયાત્રા અષાઢ સુદ બીજનો પાવનકારી દિવસ એટલે કે, આજે યોજાઈ રહી છે. આજે ભગવાન પોતે ભક્તોની સ્થિતિ જાણવા નિકળ્યા છે.

1878માં શરૂ કરાયેલ રથયાત્રા અમદાવાદની ધાર્મિક ઓળખ છે.ભગવાન જગન્નાથના મોસાળમાં રસોડા ધમધમ્યા છે, ભાવિકો ભક્તો પ્રસાદ લેવા ઉમટ્યા છે. લોકો ભગવાનનો પ્રસાદ લઈને ધન્યતા અનુભવી રહ્યાં છે.
અમદાવાદમાં ભવ્ય જગન્નાથ યાત્રામાં 100થી વધુ ઝાંખીઓ સામેલ થઇ છે. રથયાત્રામાં કોર્પોરેશનના રામસેનાના ટેબલોએ આકર્ષણ જમાવ્યું છે. ટેબ્લો પર રામ, સીતા સહિત રામસેનાની વેશભૂષામાં કલાકારો જોવા મળ્યા. AMC ટેબ્લોમાં રામ-સીતા સાથે વાનરસેનાના વેશમાં યુવાનો આવ્યા છે
રથયાત્રાની આગેવાની કરતાં ગજરાજ સરસપુર પહોંચ્યા ભગવાનના મોસળ સરસપુરમાં જાણે કે કીડીયારું ઉભરાયું હોય તેવો માહોલ .
ગજરાજના આગમન સાથે જ ભાવિકોએ જય જગન્નાથ, જય રણછોડ માખણ ચોર ના નારા લગાવ્યા હતા. ભગવાનના મોસળ સરસપુરમાં જાણે કે કીડીયારું ઉભરાયું હોય તેવો માહોલ છે.
ભગવાન જગન્નાથના મોસાળ સરસપુરમાં ભાવિકો તેમની કાગડોળે રાહ જોઈ રહ્યા છે. સવારથી અહીં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે. સરસપુરની આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા પહોંચ્યા છે.અમદાવાદમાં નીકળેલી રથયાત્રાને લઈ લોકોમાં ઉત્સાહનો માહોલ છે. ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રની એક ઝલક મેળવવા રથયાત્રાના રૂટ પર માનવ મહેરામણ ઉમટ્યું છે.
ભગવાન જગન્નાથ નંદિઘોષ, બલભદ્રજી તલધ્વજ જ્યારે બહેન સુભદ્રાજી કલ્પધ્વજ રથમાં સવાર દર્શન કરવા ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું.ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને મોટા ભાઈ બલરામ શહેરની નગરચર્ચાએ ભવ્ય રથ પર સવાર થઇ નીકળી રહ્યા છે. ભગવાન જગન્નાથ નંદિઘોષ, બલભદ્રજી તલધ્વજ જ્યારે બહેન સુભદ્રાજી કલ્પધ્વજ રથમાં સવાર. બે ભાઈની વચ્ચે બહેન સુભદ્રાનો રથ. ભગવાન જગન્નાથ રાજવી વેશમાં નગરચર્ચાએ નીકળ્યા. રસ્તા પર ઢોલ નગારા, તેમજ ડી.જેના તાલ સાથે ભક્તો ઝૂમી રહ્યા છે. દર્શન કરવા ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું.
આજે રવિવારની રજા હોવાથી અમદાવાદની રથયાત્રામાં માનવ મહેરામણ ઉમટ્યું છે. હાલ રસ્તાની બંને બાજુ ભારે ભીડ જોવા મળી રહી છે. પ્રસાદી લેવા માટે પડાપડી થઈ રહી છે.
ભક્તોની ભીડ ઉમટી પડી છે અને જય જગન્નાથનો નાદ સંભળાઈ રહ્યો છે. ભગવાન જગન્નાથની રથયાત્રા હવે ધીરે ધીરે આગળ વધી રહી છે. રસ્તા પર ભારે ભીડ જોવા મળી રહી છે.
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



