હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
વેપાર

સોના ચાંદીમાં કડક તેજી દેખાઈ

Posted 2 years ago with 14 views

Story by Team Samachar Sathe | 2 mins read

સમાચાર સારાંશ: સોના અને ચાંદીના ભાવમાં છેલ્લાં ઘણાં દિવસોથી જાણે બુલ રન ચાલી રહોય તેમ આગ ઝરતી તેજી જોવા મળી રહી છે. સોનાનો ભાવ તો ઓલ ટાઈમ હાઈને સ્પર્શી ગયો છે.

સોના ચાંદીમાં કડક તેજી દેખાઈ
1/2
સોના ચાંદીમાં કડક તેજી દેખાઈ
2/2

સોના ચાંદીમાં કડક તેજી દેખાઈ


Gold સોનાના ભાવમાં ઐતિહાસિક તેજીનો દોર યથાવત્ છે. આજે ફરી એકવાર સોના અને silver ચાંદીની ચળકાટ વધી હતી. સોનાનો 10 ગ્રામનો ભાવ 72000ની સપાટીને કૂદાવી જતાં 72300 રૂપિયાને સ્પર્શી ગયો હતો. જ્યારે આંતરરાષ્ટ્રીય બજારની વાત કરીએ તો ત્યાં પણ સોનાએ 2300 ડૉલરની સપાટી કૂદાવી હતી. 


ચાંદીની પણ ચળકાટ વધી 


આ સાથે ચાંદીની પણ ચમક વધતાં તેનો કિલોનો ભાવ ગઈ કાલે 78500 રૂપિયાની સપાટીને કૂદાવી ગયો હતો. જ્યારે આજે સ્થાનિક બુલિયન માર્કેટમાં ચાંદીની કિંમત 80700 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગઇ છે. ઉલ્લેખનીય છે કે સોના અને ચાંદીના ભાવમાં છેલ્લાં ઘણાં દિવસોથી જાણે બુલ રન ચાલી રહોય તેમ આગ ઝરતી તેજી જોવા મળી રહી છે. સોનાનો ભાવ તો ઓલ ટાઈમ હાઈને સ્પર્શી ગયો છે. 


સોના ચાંદીના ભાવમાં તેજી પાછળનું કારણ યુએસ સેન્ટ્રલ બેન્ક ફેડરલ રિઝર્વને મનાય છે. યુએસ ફેડના ચેરમેન જેરેમ પોવેલે કહ્યું હતું કે અમેરિકામાં હાલમાં મોંઘવારી હજુ પણ લક્ષ્ય કરતાં વધુ હોવાથી વ્યાજદરોમાં ગમે ત્યારે ઘટાડો થઇ શકે છે. વ્યાજદરોમાં ઘટાડો જ સોના-ચાંદી માટે સારો મનાય છે. જેના લીધે આવી કડક તેજી દેખાઈ રહી છે. 

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

ગુજરાત, સામાજીક, કલા અને સંસ્કૃતિ

કલાતીર્થનો ભગીરથ પ્રયાસ: સંખેડાની કાષ્ઠકલા-કસબ અને લાખકામ ઉદ્યોગનું અનન્ય દસ્તાવેજીકરણ સાથે અભૂતપૂર્વ ગ્રંથ.

બ્રેકિંગ ન્યૂઝ, ભારત

સોનમ વાંગચુકની હડતાળ ચાલુ રહેશે: સારવાર અંગે તેમની પત્ની ગીતાંજલિને સફદરજંગ હોસ્પિટલ પર ભરોસો નથી.