હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, સિનેમા-TV અને OTT

ગોવિંદાને આજે સવારે પગમાં ગોળી વાગી તેનું પહેલું નિવેદન સામે આવ્યું છે. જેમાં જણાવાયું કે, તેના પગમાંથી સફળતાપૂર્વક ગોળી કાઢી દીધી છે

Posted 1 year ago with 58 views

Story by Ranmesh | 3 mins read

સમાચાર સારાંશ: ગોળી વાગ્યા બાદ પોતાના પહેલાં નિવેદનમાં ગોવિંદાએ કહ્યું, 'તમારા બધાના અને ભોલેબાબાના આશિર્વાદ તેમજ ગુરૂની કૃપાના કારણે જે ગોળી વાગી હતી, તેને કાઢી દેવાય

ગોવિંદાને આજે સવારે પગમાં ગોળી વાગી તેનું પહેલું નિવેદન સામે આવ્યું છે. જેમાં જણાવાયું કે, તેના પગમાંથી સફળતાપૂર્વક ગોળી કાઢી દીધી છે
1/2
ગોવિંદાને આજે સવારે પગમાં ગોળી વાગી તેનું પહેલું નિવેદન સામે આવ્યું છે. જેમાં જણાવાયું કે, તેના પગમાંથી સફળતાપૂર્વક ગોળી કાઢી દીધી છે
2/2

ગોવિંદાને આજે સવારે પગમાં ગોળી વાગી તેનું પહેલું નિવેદન સામે આવ્યું છે. જેમાં જણાવાયું કે, તેના પગમાંથી સફળતાપૂર્વક ગોળી કાઢી દીધી છે

બોલિવૂડના ફેમસ એક્ટર ગોવિંદાને આજે સવારે (પહેલી ઓક્ટોબર) પગમાં ગોળી વાગી હતી, ત્યાર બાદ તેને તુરંત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ, ગોળી વાગવાના કારણે તેના શરીરમાંથી ઘણું લોહી નીકળી ગયું હતું, જેના કારણે તેની સ્થિતિ ઘણી ગંભીર થઈ ગઈ હતી. જોકે, ગોળી વાગ્યા બાદ ગોવિંદાનું પહેલું નિવેદન સામે આવ્યું છે. જેમાં જણાવાયું કે, તેના પગમાંથી સફળતાપૂર્વક ગોળી કાઢી દીધી છે. 

ગોળી વાગ્યા બાદ પોતાના પહેલાં નિવેદનમાં ગોવિંદાએ કહ્યું, 'તમારા બધાના અને ભોલેબાબાના આશિર્વાદ તેમજ ગુરૂની કૃપાના કારણે જે ગોળી વાગી હતી, તેને કાઢી દેવાય છે. હું ડૉક્ટર અગ્રવાલનો આભાર માનું છું. આ સાથે જ તમામને મારા માટે પ્રાર્થના કરવા માટે આભાર.' ગોવિંદાનું આ નિવેદન ઓડિયો રૂપે આવ્યું છે, જેને ગોવિંદાના નજીકના મિત્ર અને પૂર્વ ધારાસભ્ય તેમજ શિવસેના શિંદે દળના પ્રવક્તા કૃષ્ણ હેગડેએ રજૂ કર્યું હતું. ગોવિંદાના ઓડિયો મેસેજમાં તેના અવાજથી અંદાજો લગાવી શકાય છે કે, ગોવિંદાની સ્થિતિ ઘણી ગંભીર હતી.હાલ ગોવિંદા CRITI હોસ્પિટલમાં દાખલ છે, 

ઘટનાની જાણકારી મળ્યા બાદ મુંબઈ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને તેની લાઇસન્સ રિવોલ્વરને જપ્ત કરી લીધી છે. મળતી માહિતી મુજબ, રિવોલ્વર ભૂલથી ચાલવાના કારણે ગોવિંદાના ઘૂંટણમાં ગોળી વાગી હતી. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. ગોવિંદાના મેનેજરે જણાવ્યું કે, હું અને ગોવિંદા કોલકાતા જઈ રહ્યા હતાં, ત્યારે જ આ ઘટના બની હતી.

 ગોવિંદાના મેનેજરે મીડિયા સાથે વાતચીત દરમિયાન જણાવ્યું કે, સવારે પાંચ વાગ્યાની આજુબાજુમાં જ્યારે ગોવિંદા કોલકાતા જવાની તૈયારી કરી રહ્યો હતો, એ દરમિયાન આ ઘટના બની હતી. જ્યારે ગોવિંદા રિવોલ્વરને કેસમાં રાખતો હતો, તે સમયે રિવોલ્વર તેના હાથમાંથી છૂટીને જમીન પર પડી ગઈ અને પગમાં વાગી. ત્યાર બાદ અફરાતફરીની વચ્ચે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

ગુજરાત, ઇવેન્ટ્સ, ધર્મ

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ મેમનગર ખાતે 80મા સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી

ગુજરાત, સોશિયલ મીડીયા, લાઈફ સ્ટાઈલ

Hästens Ahmedabad ખાતે CIIના યંગ ઈન્ડિયન્સ અમદાવાદ ચેપ્ટર માટે સ્લીપ સપા અને સાઉન્ડ હેયલીનગ સેશન