હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
ભારત, ચુંટણી ૨૦૨૪, સામાજીક

સરકારે ક્ષત્રિયોને દાઝ્યા પર ડામ આપ્યા: શંકરસિંહ વાઘેલા

Posted 2 years ago with 14 views

Story by Team Samachar Sathe | 4 mins read

સમાચાર સારાંશ: ક્ષત્રિય સમાજના કદાવર નેતા શંકરસિંહ વાઘેલાએ સરકાર પર પ્રહારો કર્યા છે. તેમણે આજે ગાંધીનગર ખાતે પ્રેસ કોન્ફરન્સ કરીને સરકાર અને પરષોત્તમ રૂપાલા પર પ્રહાર કર્યા છે.

સરકારે ક્ષત્રિયોને દાઝ્યા પર ડામ આપ્યા: શંકરસિંહ વાઘેલા
1/2
સરકારે ક્ષત્રિયોને દાઝ્યા પર ડામ આપ્યા: શંકરસિંહ વાઘેલા
2/2

સરકારે ક્ષત્રિયોને દાઝ્યા પર ડામ આપ્યા: શંકરસિંહ વાઘેલા

 રૂપાલા અને બીજેપી પર પ્રહાર કર્યા શંકરસિંહ વાઘેલાએ 

ક્ષત્રિય સમાજના કદાવર નેતા શંકરસિંહ વાઘેલાએ સરકાર પર પ્રહારો કર્યા છે. તેમણે આજે ગાંધીનગર ખાતે પ્રેસ કોન્ફરન્સ કરીને સરકાર અને પરષોત્તમ રૂપાલા પર પ્રહાર કર્યા છે.  શંકરસિંહ વાઘેલાએ વિવાદને લઇ ક્ષત્રિય સમાજ અંગે નિવેદન આપતા કહ્યુ કે પરષોત્તમ રૂપાલાને નહી બદલે તો એના માટે ભાજપ હાઈકમાંડ જવાબદાર રહેશે. 

જાહેર જીવનમાં બોલવા પર ધ્યાન રાખવું પડે, દ્રૌપદી પર આંધળી બાબતે નિવેદન થયુ પછી મહાભારત થયું હતું. 'રજવાડાઓનું મ્યૂઝિયમ ન બનાવ્યું પણ હવે બેન-દીકરીઓ વિશે નિવેદન કરનારા સામે કોઈ કાર્યવાહી નહી કરી તેનો રોષ સમાજમાં છે. પોલીસ બહેનોને અરેસ્ટ કરવાની કોશિશ કરી છે. સમાજને દાઝ્યા પર ડામ ન દેવો જોઈએ. તેમણે સરકાર પર પ્રહાર કરતા કહ્યુ મણિપુર બાબતે મૌન રહેવું યોગ્ય નથી.


સરકારે ક્ષત્રિયોને દાઝ્યા પર ડામ આપ્યા
શંકરસિંહ વાઘેલાએ રૂપાલા અને બીજેપી પર પ્રહાર કરતા કહ્યુ કે રજવાડાઓનું મ્યૂઝિયમ ન બનાવ્યું પણ હવે બેન-દીકરીઓ વિશે નિવેદન કરનારા સામે કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી. ક્ષત્રિય સમાજ સામે વિવાદાસ્પદ ટિપ્પણી કરનાર પરષોત્તમ રૂપાલાને નહી બદલે તો એના માટે ભાજપ હાઈકમાંડ જવાબદાર. 

રૂપાલાને ઉમેદવાર તરીકે બદલવા એ ભાજપ હાઈકમાંડના હાથમાં છે. રૂપાલાને ભલે તમે રાજ્યસભામાં મોકલો પણ રાજકોટથી ઉમેદવાર તરીકે બદલવા જોઇએ. સરકારે દાઝ્યા પર ડામ આપીને સમાજના કાર્યકરોની ધરપકડ કરે એ સારી નિશાની નથી.


લોકસભા ચૂંટણી 2024 / પરષોત્તમ રૂપાલા વિવાદ: આજ સાંજ સુધીમાં જિલ્લા કલેક્ટર ચૂંટણી પંચને મોકલશે તપાસનો રિપોર્ટ
ભાજપ માટે વધતી મુશ્કેલી

લોકસભા ચૂંટણી સમયે ગુજરાતમાં રાજકીય માહોલ જામ્યો છે. ભાજપે ઉમેદવારો જાહેર કર્યા તેને લઇ અનેક બેઠકો પર રોષ છે આવા જુથવાદ વચ્ચે રૂપાલા વિવાદ ભાજપ માટે મુસીબત બન્યો છે. ત્યારે પુર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ આજે સરકારને આ મુદ્દે ઘેરી છે.  રાજ્યમાં અત્યારે ભાજપ માટે રાજકીય કટોકટી જેવી સ્થિતિ પેદા થઇ છે. હાલમાં સમગ્ર ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ આમને સામને છે, લોકસભાની ચૂંટણીને લઇને રાજકીય પક્ષોએ પ્રચાર શરૂ કરી દીધો છે. 

પરંતુ ભાજપ માટે રૂપાલા  મુસીબત બન્યા છે. પરષોત્તમ રૂપાલાએ રાજા રજવાડા અને ક્ષત્રિય સમાજની મહિલાઓ વિરૂદ્ધ અભદ્ર ટિપ્પણી કરી હતી જેને લઇને હવે સમગ્ર ક્ષત્રિય સમાજ રૂપાલાની ટિકીટ રદ્દ કરવાની માંગ પર મક્કમ છે. આવા સમયે હવે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ફરી એકવાર મેદાનમાં આવ્યા છે. આજે ગાંધીનગરમાં શંકરસિંહ વાઘેલાએ પત્રકાર પરિષદ બોલાવી સરકાર અને રૂપાલા પર પ્રહારો કર્યા હતા.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

ગુજરાત, સામાજીક, કલા અને સંસ્કૃતિ

કલાતીર્થનો ભગીરથ પ્રયાસ: સંખેડાની કાષ્ઠકલા-કસબ અને લાખકામ ઉદ્યોગનું અનન્ય દસ્તાવેજીકરણ સાથે અભૂતપૂર્વ ગ્રંથ.

બ્રેકિંગ ન્યૂઝ, ભારત

સોનમ વાંગચુકની હડતાળ ચાલુ રહેશે: સારવાર અંગે તેમની પત્ની ગીતાંજલિને સફદરજંગ હોસ્પિટલ પર ભરોસો નથી.