સમાચાર સારાંશ: કલાકારોને કલાસર્જનની પ્રવુંત્તી આ પરિસરમાં કરી શકે તેમાટે પણ ખાસ સુવિધા આપવામાં આવે છે
ગુજરાત વિઝ્યુઅલ આર્ટિસ્ટ એસોસિએશન આયોજિત ચિત્ર અને શિલ્પનો ગ્રુપ શો કર્ણાવતી ગેલેરી ખાતે યોજાયો
ગુજરાત વિઝ્યુઅલ આર્ટિસ્ટ એસોસિએશન આયોજિત ચિત્ર અને શિલ્પનો ગ્રુપ શો કર્ણાવતી ગેલેરી, ભીખાભાઈ પટેલ ગાર્ડન એલિસબ્રીજ અમદાવાદ ખાતે યોજાઈ રહ્યો છે. જેનું ઉદ્દઘાટન ૧૫ જૂને સાંજે પાંચ કલાકે પ્રખ્યાત ચિત્રકારો નાગજીભાઈ પ્રજાપતિ, અરવિંદભાઈ પટેલ, હરગોવિદભાઈ સોલંકી, નટુભાઈ મકવાણાના હસ્તે રાખવામાં આવેલ છે. એસોસિએશનના પ્રમુખ અજીતભાઈ પટેલ, મહામંત્રી અરવિંદભાઈ વાકાણી, મંત્રી ભુપેન્દ્ર જેસલપુરા, કન્વીનર અરુણ તલાટી, સહ કન્વીનર અનિલ શ્રીમાળી આયોજિત આ ગ્રુપ શોમાં 14 આર્ટિસ્ટોના ચિત્રો પ્રદર્શિત કરવામાં આવેલ છે. જે ૧૫/૬/૨૪ થી ૨૧/૬/૨૪ સુધી દરરોજ સાંજે ચાર થી સાત દરમિયાન જોઈ શકાશે.

અનિલ શ્રીમાળી, અરુણ તલાટી, અશોક શ્રીમાળી, અશોક ખત્રી, ભરત ચોકસી, બીપીન ધમેલ, ધરમસિંહ પરમાર, મુકેશ પંડ્યા, રમેશ શ્યારા, કાંતિભાઈ રાવળ, મહેન્દ્રભાઈ ઉપાધ્યાય, હરીશ મકવાણા, પ્રતિક પુરાણી, અને હાર્દિક ઉપાધ્યાયના ચિત્રો પ્રદર્શિત કરવામાં આવ્યા છે.
અમદાવાદ વિઝ્યુઅલ આર્ટિસ્ટ એસોશિએશન દ્વારા સંચાલિત કર્ણાવતી આર્ટ ગેલેરીમાં ચિત્રકારો દ્વારા કલા સાધના દ્વારા સર્જન પામેલ ચિત્રકલા પ્રદર્શિત કરવામાં આવી છે. આ ઉપરાંત અમદાવાદ વિઝ્યુઅલ આર્ટિસ્ટ એસોશિએશન દ્વારા કર્ણાવતી આર્ટ ગેલેરીમાં કલાકારોને પોસાય તેવી કિંમતમાં આર્ટ ગેલેરી ફાળવવામાં આવે છે. કલાકારોને કલાસર્જનની પ્રવુંત્તી આ પરિસરમાં કરી શકે તેમાટે પણ ખાસ સુવિધા આપવામાં આવે છે . ગેલેરીમાં કલાકારોને આપવામાં આવ્યું પ્રોત્સાહન આ ઉપરાંત દરવર્ષે કલાકારો દ્વારા અલગ અલગ કાર્યક્રમો આયોજિત કરવામાં આવે છે .
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



