હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

આ ગુજરાત છે સુરતમાં પોલીસે પકડ્યા તમામ આરોપીઓને સુરતના સૈયદપુરા વરિયાવી ચા રાજા’ તરીકે ઓળખાતી ગણેશ પ્રતિમા પર 6 મુસ્લિમ તરુણોએ કર્યો હતો પથ્થર મારો

Posted 1 year ago with 42 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: આ સમગ્ર મામલે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે સુરત પોલીસ દ્વારા સત કોમ્બિંગ કરવામાં આવી રહ્યું છે. ગુજરાતની શાંતિ ભંગ કરવાના પ્રયત્નોને ચલાવી લેવામાં આવે નહી

આ ગુજરાત છે સુરતમાં પોલીસે પકડ્યા તમામ આરોપીઓને   સુરતના સૈયદપુરા વરિયાવી ચા રાજા’ તરીકે ઓળખાતી ગણેશ પ્રતિમા પર 6 મુસ્લિમ તરુણોએ કર્યો હતો પથ્થર મારો
1/1

આ ગુજરાત છે સુરતમાં પોલીસે પકડ્યા તમામ આરોપીઓને 

સુરતના સૈયદપુરા વરિયાવી ચા રાજા’ તરીકે ઓળખાતી ગણેશ પ્રતિમા પર 6 મુસ્લિમ તરુણોએ કર્યો હતો પથ્થર મારો  

સુરતના સૈયદપુરા વરિયાવી બજારમાં શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે. ‘વરિયાવી ચા રાજા’ તરીકે ઓળખાતી ગણેશ પ્રતિમા પર 6 મુસ્લિમ તરૂણોના પથ્થરમારાથી તંગદિલી સર્જાઈ હતી. રાત્રે 9 વાગ્યા બાદ 12થી 14 વર્ષના તરુણોએ રિક્ષામાં આવી પથ્થરમારો કર્યો હતો. આયોજકોએ 6 સગીરને પકડી પોલીસને સોંપ્યા હતા.

આ સમગ્ર મામલે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે સુરત પોલીસ દ્વારા સત કોમ્બિંગ કરવામાં આવી રહ્યું છે. ગુજરાતની શાંતિ ભંગ કરવાના પ્રયત્નોને ચલાવી લેવામાં આવે નહી. સૂરજનું પહેલું કિરણ નીકળે તે પહેલાં તમામ આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે. કેટલાક લોકોએ તાળા મારી લીધા હતા પરંતુ પોલીસે તાળા તોડીને ઘરમાંથી બહાર કાઢ્યા હતા. હું સ્પષ્ટ કહું છું કે ગમે તેવા તાળા મરશો તો પણ તોડીને અમે બહાર કાઢીશું. જે લોકોએ પથ્થરમારો કર્યો છે તેમના વિરૂદ્ધ કડક પગલાં ભરવામાં આવશે. મેં ગાંધીનગરના તમામ કાર્યક્રમ રદ કરી નાખ્યા છે આખો દિવસમાં સુરતમાં જ રહીશ. બપોર બાદ પત્રકાર પરિષદ સંબોધી તમામ માહિતી આપીશ.

કેટલાક લોકોએ વાહનોમાં તોડફોડ કરી આગજનીનો પણ પ્રયાસ કર્યો હતો. રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીની સૂચના અને સતર્કતા સાથે પોલીસે સ્થિતિ સંભાળી હતી. શહેરના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે પણ નિર્દેશ આપ્યા હતા. 1 હજાર જેટલા પોલીસ કર્મચારીઓએ સૈયદપુરા સહિતના વિસ્તારોમાં રાતભર કોમ્બિંગ કર્યું હતું. પથ્થરબાજો ધરપકડથી બચવા માટે દરવાજો લોક કરીને ઘરમાં છૂપાયા હતા. પોલીસે ઘરના તાળા તોડીને તોફાનીઓની અટકાયત કરી હતી. સ્થિતિ અંકુશમાં આવ્યા બાદ રાત્રિના બે વાગ્યે હર્ષ સંઘવી ગણેશ પંડાલ પર પહોંચ્યા હતા. હર્ષ સંઘવી, સુરતના મેયર અને પોલીસ કમિશનરે મોડી રાત્રે આરતી કરી હતી.

વિસ્તારમાં કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આજે શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવશે. કોઈપણ પ્રકારની ખોટી અફવામાં લોકો ન આવે અને વિશ્વાસ ન કરે તેવી પોલીસે અપીલ કરી હતી. કોઈપણ લોકો પાસે ઘટનાના વિડિયો હોય તો પોલીસને આપે તેવી પણ અપીલ કરાઇ છે.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

ગુજરાત, સામાજીક, કલા અને સંસ્કૃતિ

કલાતીર્થનો ભગીરથ પ્રયાસ: સંખેડાની કાષ્ઠકલા-કસબ અને લાખકામ ઉદ્યોગનું અનન્ય દસ્તાવેજીકરણ સાથે અભૂતપૂર્વ ગ્રંથ.

બ્રેકિંગ ન્યૂઝ, ભારત

સોનમ વાંગચુકની હડતાળ ચાલુ રહેશે: સારવાર અંગે તેમની પત્ની ગીતાંજલિને સફદરજંગ હોસ્પિટલ પર ભરોસો નથી.