સમાચાર સારાંશ: હવામાન વિભાગની આગાહી અનુસાર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા રાજ્યમાં આગામી પાંચ દિવસ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જે અંતર્ગત દક્ષિણ ગુજરાત, ઉત્તર પૂર્વીય ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે
ગુજરાતમાં આગામી પાંચ દિવસ કમોસમી વરસાદની આગાહી ગાજવીજ સાથે હળવોથી મધ્યમ કમોસમી વરસાદ પડી શકે છે.
ગુજરાતમાં એક તરફ અનેક જીલ્લાઓમાં ગરમીનો પારો વધી રહ્યો છે. તો બીજી તરફ અનેક જીલ્લાઓમાં છુટોછવાયો કમોસમી વરસાદ પણ પડી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા રાજ્યમાં આગામી પાંચ દિવસ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જે અંતર્ગત દક્ષિણ ગુજરાત, ઉત્તર પૂર્વીય ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે.
રાજ્યમાં તાપમાનનો પારો 41 ડિગ્રીએ પહોંચ્યો
હવામાન વિભાગના આંકડા પમુજબ રાજ્યમાં 32.3 ડિગ્રીથી લઈને 41 ડિગ્રી વચ્ચે મહત્તમ તાપમાન નોંધાયું હતું. જેમાં 41 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે સુરેન્દ્રનગર અને કંડલા એરપોર્ટ રાજ્યના સૌથી ગરમ શહેર રહ્યા હતા. જ્યારે દ્વારકામાં 32.3 ડિગ્રી મહત્મ તાપમાન નોંધાયું હતું.
આ વિસ્તારોમાં ક્મોસમી વરસાદની આગાહી
— IMD Ahmedbad (@IMDAHMEDABAD) May 15, 2025
હવામાન વિભાગે આજે 16 મે 2025ના રોજ રાજકોટ, બોટાદ, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, પંચમહાલ, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે છૂટો છવાયો હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે.
17 મે 2025ના રોજ હળવાથી મધ્યમ કમોસમી વરસાદની આગાહી
જયારે 17 મે 2025ના રોજ અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, દાહોદ, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં હળવાથી મધ્યમ કમોસમી વરસાદ પડી શકે છે.
ડાંગ અને વલસાડ જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી
18 મે 2025ના રોજ અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં જ્યારે 19 મે 2025ના રોજ અમરેલી, ભાવનગર, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં છૂટો છવાયો કમોસમી વરસાદ થઇ શકે છે. આ ઉપરાંત તારીખ 20 અને 21 મે 2025ના રોજ દાહોદ, નર્મદા, છોટા ઉદેપુર, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં છૂટો છવાયો ગાજવીજ સાથે હળવોથી મધ્યમ કમોસમી વરસાદ પડી શકે છે.
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



