હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાત રાજ્યમાં લાંબા વિરામ બાદ આખરે મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. આજે (27 જુલાઈ) વહેલી સવારથી જ રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ બરાબરનો જામ્યો

Posted 10 months ago with 19 views

Story by Team Samachar Sathe | 4 mins read

સમાચાર સારાંશ: ગુજરાતમાં અત્યારે સર્વત્ર વરસાદ થઈ રહ્યો છે. ખાસ કરીએ ઉત્તર ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ ચાલી રહી છે

ગુજરાત રાજ્યમાં લાંબા વિરામ બાદ આખરે મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. આજે (27 જુલાઈ) વહેલી સવારથી જ રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ બરાબરનો જામ્યો
1/1

ગુજરાતમાં મેઘમહેર: અમદાવાદ અને ઉત્તર ગુજરાતમાં ધોધમાર વરસાદ

ગુજરાત રાજ્યમાં લાંબા વિરામ બાદ આખરે મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. આજે (27 જુલાઈ) વહેલી સવારથી જ રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ બરાબરનો જામ્યો છે. ખાસ કરીને અમદાવાદ અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારો સહિત અનેક જિલ્લાઓમાં મેઘ મહેર જોવા મળી છે, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.

ગુજરાતમાં અત્યારે સર્વત્ર વરસાદ થઈ રહ્યો છે. ખાસ કરીએ ઉત્તર ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ ચાલી રહી છે. મોટા ભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ નોંધાયો છે. પાલનપુર-છાપી હાઈવે પર ભારે વરસાદના કારણે પાણી ભરાયું છે, જેના કારણે હાઈવે પર ગાડીઓ પાણીમાં ડૂબી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. આ સાથે મહેસાણામાં પણ ભારે વરસાદ નોંધાયો છે. જેના કારણે અનેત જગ્યાએ વરસાદી પાણી ભરાયા છે. ભારે વરસાદના કારણે જન જીવન ખોરવાયું છે. હાઈવે અને રોડ રસ્તા પણ અત્યારે તંત્રએ કરેલા બદકારીભર્યા કામની સાક્ષી પૂરી રહ્યાં છે. 

સાબરકાંઠા જિલ્લાની વાત કરવામાં આવે તો, આજે વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળ્યો હતો. હિંમતનગરમાં ભારે વરસાદના કારણે અનેક સોસાયટીઓમાં રોડ પર વરસાદી પાણી ભરાયા હતાં. તંત્ર દ્વારા પાણીના નિકાલ માટે કોઈ જ પ્રકારની વ્યવસ્થા કરવામાં ના આવી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું. અહીં વરસાદી પાણી ભરાયા હોવાથી નગરપાલિકાના પ્રિ મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે. લોકોમાં તંત્રની કામગીરીને મુદ્દે ભારે રોષ જોવા મળ્યો હતો. પાટણમાં પણ આજે મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે. સિદ્ધપુરમાં 200થી વધારે મકાનો પાણીમાં ગરકાવ હોવાનું જાણવા મળ્યું છે. જો કે, આ મામલે સ્થાનિકોએ જ તમામ લોકોનું રેસ્ક્યુ કર્યું અને લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડ્યાં હતાં. અહીંથી મોટી સંખ્યામાં સ્થાનિક લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. 

આજે ઉત્તર ગુજરાત સાથે સાથે મધ્ય ગુજરાતમાં પણ ધોધમાર વરસાદ આવ્યો છે. ખાસ કરીને અમદાવાદ શહેરને મેઘરાજાએ ધમરોળ્યું છે. ભારે વરસાદના કારણે અમદાવાદના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયાં છે. શહેરમાં ઠેર ઠેર માર્ગો પર વરસાદી પાણી ભરાયા છે. અનેત વિસ્તારોમાં તો BRTS અને AMTS બસ પણ પાણીમાં ફસાઈ હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. અમદાવાદમાં ભારે વરસાદના કારણે રસ્તા પર પાણી ભરાયા છે, જેના કારણે વાહનચાલકો પરેશાન થઈ રહ્યાં છે. 

આજે સાત જિલ્લાઓમાં છે આજે રેડ એલર્ટ જાહેર થયું

આજે હવામાન વિભાગ દ્વારા સાત જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદને પગલે રેડ એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગ દ્વારા મહેસાણા, બનાસકાંઠા, અરવલ્લી, પાટણ, સાબરકાંઠા, મહીસાગર અને અમદાવાદ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે સાથે દાહોદ, કચ્છ, સુરેન્દ્રનગર, ગાંધીનગર, નવસારી, વલસાડ, ખેડા, પંચમહાલ, દમણ અને દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

મોદી મેજીકે મમતાના સૂપડા સાફ કરી દીધા ,પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ૧૫ વર્ષના શાસનના યુગનો અંત.

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતના ત્રણ તાલુકામાં ભર ઉનાળે વરસાદ પડ્યો હતો. સવારના પહોરમાં જ 1 ઇંચ સુધી વરસાદ ખાબક્યો.