હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત, ધર્મ

ગુજરાત હાઈકોર્ટે સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના પુનઃવિકાસ પ્રોજેકટ-અંબાજી કોરીડોર માસ્ટર પ્લાનની વિકાસ પ્રક્રિયા પર રોક લગાવવાનો સાફ ઇન્કાર કરી દીધો

Posted 1 year ago with 23 views

Story by Team Samachar Sathe | 4 mins read

સમાચાર સારાંશ: અરજદારપક્ષ તરફથી પ્રોજેકટની કામગીરી સામે વચગાળાના સ્ટેની માંગણી કરવામાં આવી હતી.

ગુજરાત હાઈકોર્ટે  સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના પુનઃવિકાસ પ્રોજેકટ-અંબાજી કોરીડોર માસ્ટર પ્લાનની વિકાસ પ્રક્રિયા પર રોક લગાવવાનો સાફ ઇન્કાર કરી દીધો
અંબાજી કોરીડોર માસ્ટર પ્લાન-પુનઃવિકાસ પ્રોજેકટને આગળ ધપાવવાનો માર્ગ મોકળો
1/3
ગુજરાત હાઈકોર્ટે  સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના પુનઃવિકાસ પ્રોજેકટ-અંબાજી કોરીડોર માસ્ટર પ્લાનની વિકાસ પ્રક્રિયા પર રોક લગાવવાનો સાફ ઇન્કાર કરી દીધો
2/3
ગુજરાત હાઈકોર્ટે  સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના પુનઃવિકાસ પ્રોજેકટ-અંબાજી કોરીડોર માસ્ટર પ્લાનની વિકાસ પ્રક્રિયા પર રોક લગાવવાનો સાફ ઇન્કાર કરી દીધો
3/3

ગુજરાત હાઈકોર્ટે બુધવારે એક આદેશ મારફતે સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના પુનઃવિકાસ પ્રોજેકટ-અંબાજી કોરીડોર માસ્ટર પ્લાનની વિકાસ પ્રક્રિયા પર રોક લગાવવાનો સાફ ઇન્કાર કરી દીધો હતો. અરજદાર સ્થાનિક અસરગ્રસ્તોનું પુનઃવસન ના થાય ત્યાં સુધી પ્રોજેકટ પર રોક લગાવવા વચગાળાનો સ્ટે જારી કરવાનો જસ્ટિસ નિખિલ એસ.કેરીયલે સાફ ઈન્કાર કરી દીધો હતો. 

હાઇકોર્ટે સંબંધિત સત્તાવાળાઓને નોટિસ જારી કરી કેસની વધુ સુનાવણી માર્ચ માસમાં રાખી છે. હાઈકોર્ટના આ હુકમને પગલે અંબાજી કોરીડોર માસ્ટર પ્લાન-પુનઃવિકાસ પ્રોજેકટને આગળ ધપાવવાનો માર્ગ મોકળો બન્યો છે. સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના પુનઃવિકાસ પ્રોજેકટમાં સ્થાનિક અસરગ્રસ્તો દ્વારા હાઇકોર્ટમાં બે અલગ અલગ રિટ અરજી કરાઇ હતી, 

સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી પુનઃવિકાસ પ્રોજેકટ-અંબાજી કોરીડોર
ગુજરાત હાઈકોર્ટે  સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના પુનઃવિકાસ પ્રોજેકટ-અંબાજી કોરીડોર માસ્ટર પ્લાનની વિકાસ પ્રક્રિયા પર રોક લગાવવાનો સાફ ઇન્કાર કરી દીધો

જેમાં તેઓને સરકારી યોજનાઓના વૈકલ્પિક અને વધુ સાર આવાસ આપવાની માંગણી કરવામાં આવી હતી. અરજદારો હાલ કાચા છાપરા અને મકાનોમાં રહી રહ્યા છે, જે પ્રોજેકટની કામગીરીની ભાગરૂપે ખાલી કરાવાઈ રહ્યા છે. અરજદારપક્ષ તરફથી પ્રોજેકટની કામગીરી સામે વચગાળાના સ્ટેની માંગણી કરવામાં આવી હતી. 

જો કે, આ રિટ અરજીઓનો રાજય સરકાર તરફથી ઉગ્ર વિરોધ કરતાં મુખ્ય સરકારી વકીલ ગુરશરણ વિર્ક દ્વારા જણાવાયું હતું કે, અરજદારો બિનજરૂરી રીતે બહુ મોટા વિકાસ પ્રોજેકટમાં રોડા નાંખવાનું કામ કરી રહ્યા છે. હકીકતમાં સરકારી જગ્યામાં જ તેમના મકાનો-છાપરા બનાવી દબાણ અને અતિક્રમણ કરી દેવાયું છે.

જો કે, તેમછતાં સરકાર અને સત્તાવાળાઓ સમગ્ર મામલે હકારાત્મક અભિગમ અપનાવવામાં માની રહ્યા છે અને અરજદારોનું મૂલ્યાંકન કરી તેઓને પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણનો લાભ આપવાનું જણાયું છે. એટલું જ નહી, તેઓને એક કિલોમીટરની ત્રિજયામાં રહેણાંકની સુવિધા આપવાની વિચારણા છે. ખુદ મંદિર ટ્રસ્ટ પણ તમામ અતિક્રમણ કરનારાઓ એટલે કે, અરજદારોને દિવસમાં બે વખત મફતમાં ભોજન સહિતની સુવિધા પૂરી પાડશે. 

આ સિવાય અરજદારોને સરકારે ફાળવેલ જમીન પર મકાન બનાવવા માટે દોઢ લાખ રૂપિયાની રકમ ઓફર કરાઈ છે. આ સંજોગોમાં અરજદારોની માંગણી અને દાદ ગ્રાહ્ય રાખી શકાય નહી. કારણ કે, આ વિશાળ જનહિતને સ્પર્શતો પ્રોજેકટ છે અને તેને અટકાવી શકાય નહી. જો તેમ થાય તો જાહેર સુખાકારી અને જનમાનસને ગંભીર નુકસાન અને વિપરીત અસરો પડે તેમ છે.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

ગુજરાત, સામાજીક, કલા અને સંસ્કૃતિ

કલાતીર્થનો ભગીરથ પ્રયાસ: સંખેડાની કાષ્ઠકલા-કસબ અને લાખકામ ઉદ્યોગનું અનન્ય દસ્તાવેજીકરણ સાથે અભૂતપૂર્વ ગ્રંથ.

બ્રેકિંગ ન્યૂઝ, ભારત

સોનમ વાંગચુકની હડતાળ ચાલુ રહેશે: સારવાર અંગે તેમની પત્ની ગીતાંજલિને સફદરજંગ હોસ્પિટલ પર ભરોસો નથી.