હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત, વાઇલ્ડલાઈફ

વનરાજીમાં પણ ગુજરાત રાજી ગ્રીન કવરમાં કુલ 241 થી વધુ ચો.કિ.મીના વધારા સાથે ગુજરાત દેશભરમાં અગ્રેસર

Posted 11 months ago with 6 views

Story by Team Samachar Sathe | 4 mins read

સમાચાર સારાંશ: આ સિદ્ધિ ગુજરાતને પર્યાવરણ સંરક્ષણના ક્ષેત્રમાં એક રોલ મોડેલ તરીકે સ્થાપિત કરે છે, જે દર્શાવે છે કે વિકાસની સાથે પર્યાવરણનું જતન પણ શક્ય છે. તમારા વિસ્તારમાં ગ્રીન કવર વધારવા માટે તમે શું યોગદાન આપી શકો છો?

વનરાજીમાં પણ ગુજરાત રાજી  ગ્રીન કવરમાં કુલ 241 થી વધુ ચો.કિ.મીના વધારા સાથે ગુજરાત દેશભરમાં અગ્રેસર
1/1

'વનરાજીમાં પણ ગુજરાત રાજી'

તાજેતરમાં FSI -૨૦૨૩ના અહેવાલ મુજબ નોટિફાઇડ વન વિસ્તાર બહારના વૃક્ષ આવરણમાં કુલ ૨૪૧ થી વધુ ચો.કિ.મીના વધારા સાથે ગુજરાત દેશભરમાં અગ્રેસર

વનરાજીમાં પણ ગુજરાત રાજી  ગ્રીન કવરમાં કુલ 241 થી વધુ ચો.કિ.મીના વધારા સાથે ગુજરાત દેશભરમાં અગ્રેસર

*✓ફોરેસ્ટ કવર અને ટ્રી કવર મળીને ભારતનું કુલ ગ્રીન કવર ૨૫.૧૭ ટકા*

*✓વર્ષ ૨૦૨૧માં ગુજરાતનું ગ્રીન કવર ૧૦.૪૦ ટકા હતું જે વર્ષ ૨૦૨૩માં વધીને ૧૧.૦૩ ટકા થયું* 

સ્વૈચ્છિક સંસ્થાઓના સતત સહયોગથી'વનરાજીમાં પણ ગુજરાત વધુ રાજી' થયું છે.

 કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલા ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયા- FSI ૨૦૨૩ના અહેવાલ મુજબ ગુજરાતમાં નોટિફાઇડ ફોરેસ્ટ વિસ્તાર બહાર વૃક્ષ આવરણમાં કુલ ૨૪૧.૨૯ ચો.કિ.મીના નોંધપાત્ર વધારા સાથે ગુજરાત આ ક્ષેત્રે દેશભરમાં અગ્રેસર છે, તેમ વન વિભાગ ગાંધીનગરની યાદીમાં જણાવ્યું છે.

FSI-૨૦૨૩ના અહેવાલ પ્રમાણે વર્ષ ૨૦૨૧માં ગુજરાતમાં ફોરેસ્ટ કવર અને ટ્રી કવર એમ બંને મળીને કુલ ટ્રી કવર ૨.૮૦ ટકા હતું, જે વર્ષ ૨૦૨૩માં વધીને ૩.૩૮ ટકા થયું હતું. જ્યારે વર્ષ ૨૦૨૧માં રાજ્યનું કુલ ગ્રીન કવર ૧૦.૪૧ ટકા હતું જે વધીને વર્ષ ૨૦૨૩માં ૧૧.૦૩ ટકા થયું છે જે આપણા સૌ માટે ગૌરવ સમાન છે.

ઇન્ડિયા સ્ટેટ ઓફ ફોરેસ્ટ રિપોર્ટ -૨૦૨૩ પ્રમાણે ગુજરાતમાં કુલ રેકોર્ડેડ ફોરેસ્ટ એરિયા ૨૧,૮૭૦ વર્ગ કિ.મી. એટલે કે રાજ્યના કુલ ભૌગોલિક વિસ્તારના ૧૧.૧૪ ટકા છે.જ્યારે ફોરેસ્ટ કવર ૧૫,૦૧૬.૬૪ વર્ગ કિ.મી. એટલે કે ૭.૬૫ ટકા અને ટ્રી કવર ૬૬૩૨.૨૯ વર્ગ કિ.મી. એટલે ૩.૩૮ ટકા છે. આમ રાજ્યનું કુલ ગ્રીન કવર ૨૧,૬૪૮.૯૩ વર્ગ કિ.મી.એટલે કે ૧૧.૦૩ ટકા છે.

 દેશભરમાં શરૂ થયેલું 'એક પેડ માં કે નામ'અભિયાન અંતર્ગત દેશમાં ઉત્તરપ્રદેશ બાદ બીજા નંબરે ગુજરાતમાં રેકોર્ડ બ્રેક ૧૭.૪૮ કરોડ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. જ્યારે ચાલુ વર્ષ ૨૦૨૫ દરમિયાન 'એક પેડ માં કે નામ' ૨.૦ અંતર્ગત વૃક્ષ વાવેતરની કામગીરી પ્રગતિમાં છે.

આ વર્ષે 'વિશ્વ પર્યાવરણ દિવસ'ના રોજ 'ગ્રીન અરવલ્લી પ્રોજેક્ટ'નો‌ પણ શુભારંભ કરવામાં આવ્યો છે.‌ગુજરાતમાં સામાજિક વનીકરણ ક્ષેત્રે વનકવચ, હરિત વનપથ, પંચવટી ગ્રામ વાટિકા અને અમૃત સરોવરના ફરતે વાવેતરની યોજનાઓ તેમજ પી.પી.પી મોડેલ હેઠળ સદભાવના ટ્રસ્ટ મારફતે પણ કામગીરી કરવામાં આવી રહી છે જેથી ભવિષ્યમાં રાજ્યના ટ્રી કવરમાં વધુ વધારો થશે.

અત્રે ઉલ્લેખનીય છે કે,રાષ્ટ્રીય વન નીતિ ૧૯૮૮ મુજબ દેશમાં ફોરેસ્ટ કવર અને ટ્રી કવર એટલે કે ગ્રીન કવર કુલ ભૌગોલિક વિસ્તારના ૩૩ ટકા હોવું જોઇએ. દેશ અને રાજ્યોના ફોરેસ્ટ કવર અને ટ્રી કવરનું આંકલન પર્યાવરણ, વન અને ક્લાઈમેટ ચેન્જ મંત્રાલય અંતર્ગત ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયા, દહેરાદૂન દ્વારા કરીને દર બે વર્ષે અહેવાલ કરવામાં પ્રસિદ્ધ કરવામાં આવે છે.

જે પ્રમાણે દેશમાં કુલ રેકોર્ડેડ ફોરેસ્ટ એરીયા ૭,૭૫,૩૭૭ વર્ગ કિ.મી.છે,જે દેશના કુલ ભૌગોલિક વિસ્તારના ૨૩.૫૯ ટકા છે. જ્યારે ફોરેસ્ટ કવર ૭,૧૫,૩૪૨.૬૧ વર્ગ કિ.મી. એટલે કે ૨૧.૭૬ ટકા અને ટ્રી કવર ૧,૧૨,૦૧૪.૩૪ વર્ગ કિ.મી.એટલે ૩.૪૧ ટકા છે. આમ દેશનું કુલ ગ્રીન કવર ૮,૨૭,૩૫૬.૯૫ વર્ગ કિ.મી.એટલે કે ૨૫.૧૭ ટકા છે તેમ,અહેવાલમાં જણાવાયું છે

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

મોદી મેજીકે મમતાના સૂપડા સાફ કરી દીધા ,પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ૧૫ વર્ષના શાસનના યુગનો અંત.

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતના ત્રણ તાલુકામાં ભર ઉનાળે વરસાદ પડ્યો હતો. સવારના પહોરમાં જ 1 ઇંચ સુધી વરસાદ ખાબક્યો.