હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતમાં વિવિધ સ્થળો પર વાદળછાયા વાતાવરણ સાથે ઝરમર વરસાદ જોવા મળશે ઉત્તર ગુજરાતના છ જિલ્લામાં મધ્યમ વરસાદ વરસે તેવી સંભાવના

Posted 1 year ago with 63 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ કરેલી આગાહી મુજબ આજે રાજ્યના 27 જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે

ગુજરાતમાં વિવિધ સ્થળો પર વાદળછાયા વાતાવરણ સાથે ઝરમર વરસાદ જોવા   મળશે ઉત્તર ગુજરાતના છ જિલ્લામાં મધ્યમ વરસાદ વરસે તેવી સંભાવના
1/1

ગુજરાતમાં વિવિધ સ્થળો પર વાદળછાયા વાતાવરણ સાથે ઝરમર વરસાદ જોવા મળશે ઉત્તર ગુજરાતના છ જિલ્લામાં મધ્યમ વરસાદ વરસે તેવી સંભાવના

Gujarat Rain Forecast : ગુજરાતમાં લાંબા વિરામ બાદ ફરી મેઘરાજા એન્ટ્રી કરી શકે છે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ કરેલી આગાહી મુજબ આજે રાજ્યના 27 જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. રાજ્યમાં વિવિધ સ્થળો પર વાદળછાયા વાતાવરણ સાથે ઝરમર વરસાદ જોવા મળી શકે છે.

ઉત્તર ગુજરાતની આગાહી

ઉત્તર ગુજરાતના છ જિલ્લામાં મધ્યમ વરસાદ વરસે તેવી સંભાવના છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર અને અરવલ્લી જિલ્લામાં છૂટોછવાયો વરસાદ જોવા મળી શકે છે.

દક્ષિણ ગુજરાતની આગાહી

દક્ષિણ ગુજરાતમાં નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી અને વલસાડ જિલ્લાના વિવિધ સ્થળે છૂટોછવાયો હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

મધ્ય ગુજરાતની આગાહી

મધ્ય ગુજરાતના આઠ જિલ્લા ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા અને છોટા ઉદેપુરમાં વાદળછાયા વાતાવરણ સાથે વરસાદ વરસવાની શક્યતા છે.

સૌરષ્ટમાં કેવો રહેશે વરસાદ? 

કચ્છ અને સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર-સોમનાથ અને બોટાદમાં છૂટાછવાયા સ્થળો પર ઝરમર વરસાદ વરસે તેવી શક્યતા છે. 

આ સિવાય સંઘ પ્રદેશ દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ઝરમર વરસાદ જોવા મળી શકે છે. 

ગુજરાતમાં કેટલો વરસ્યો વરસાદ? 

રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો 125 ટકાથી વધુ વરસાદ વરસી ચુક્યો છે. સિઝનનો સૌથી વધુ વરસાદ કચ્છમાં 183.32 ટકા વરસ્યો છે. તેમજ સૌરાષ્ટ્રમાં સિઝનનો 129.74 ટકા વરસાદ વરસ્યો છે. દક્ષિણ ગુજરાતમાં અત્યાર સુધઈ સિઝનનો 129.37 ટકા વરસાદ વરસી ચુક્યો છે. જ્યારે મધ્ય ગુજરાતમાં 121.11 ટકા વરસાદ વરસી ચુક્યો છે. તેમજ ઉત્તર ગુજરાતમાં 107.66 ટકા વરસાદ વરસ્યો છે. 

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

ગુજરાત, સામાજીક, કલા અને સંસ્કૃતિ

કલાતીર્થનો ભગીરથ પ્રયાસ: સંખેડાની કાષ્ઠકલા-કસબ અને લાખકામ ઉદ્યોગનું અનન્ય દસ્તાવેજીકરણ સાથે અભૂતપૂર્વ ગ્રંથ.

બ્રેકિંગ ન્યૂઝ, ભારત

સોનમ વાંગચુકની હડતાળ ચાલુ રહેશે: સારવાર અંગે તેમની પત્ની ગીતાંજલિને સફદરજંગ હોસ્પિટલ પર ભરોસો નથી.