હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમ મંગળવારે 138.88 મીટર સુધી છલોછલ 100 ટકા ભરાઈ ગયો મુખ્યમંત્રી નર્મદા મૈયાની આરતી કરશે

Posted 1 year ago with 29 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમૃત મુહૂર્તમાં બ્રાહ્મણો દ્વારા મંત્રોચ્ચાર સાથે નર્મદા નીરને ચૂંદડી, શ્રીફળ, કંકુ, ચોખા અર્પણ કરીને પૂજા કરશે. નર્મદા નીરના વધાણણાં કરીને મુખ્યમંત્રી નર્મદા મૈયાની આરતી કરશે. જેની તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે.

ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમ મંગળવારે 138.88 મીટર સુધી છલોછલ 100 ટકા ભરાઈ ગયો મુખ્યમંત્રી નર્મદા મૈયાની આરતી કરશે
1/1

ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમ મંગળવારે 138.88 મીટર સુધી છલોછલ 100 ટકા ભરાઈ ગયો મુખ્યમંત્રી નર્મદા મૈયાની આરતી કરશે

ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમ મંગળવારે 138.88 મીટર સુધી એટલે કે તેની મહત્તમ સપાટી સુધી સંપૂર્ણ ભરાઈ ગયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કેવડિયા આવી અમૃત મુહૂર્તમાં 12:39 વાગ્યે નર્મદા નીરના વધામણાં કરશે. 

ડેમ મંગળવારે સિઝનમાં પહેલીવાર છલોછલ 100 ટકા ભરાઈ ગયો છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમૃત મુહૂર્તમાં બ્રાહ્મણો દ્વારા મંત્રોચ્ચાર સાથે નર્મદા નીરને ચૂંદડી, શ્રીફળ, કંકુ, ચોખા અર્પણ કરીને પૂજા કરશે. નર્મદા નીરના વધાણણાં કરીને મુખ્યમંત્રી નર્મદા મૈયાની આરતી કરશે. જેની તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે.

ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમ મંગળવારે 138.88 મીટર સુધી છલોછલ 100 ટકા ભરાઈ ગયો મુખ્યમંત્રી નર્મદા મૈયાની આરતી કરશે

હાલ સરદાર સરોવર ડેમ છલોછલ ભરાઈ ગયો છે. નર્મદા નિગમના તમામ અધિકારીઓ નર્મદા ડેમ પર આવી ગયા છે. ડેમમાં પાણીની સપાટી જાળવવા એક દરવાજો 1.30 મીટર ખુલ્લો રાખ્યો છે. સરદાર સરોવર ડેમ પૂર્ણ સપાટી 138.68 મીટર સુધી છલોછલો ભરાયો છે. ડેમમાં હાલ 82,408 ક્યુસેક પાણીની આવક છે. ડેમમાંથી હાલ 5 હજાર ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. ડેમમાંથી મુખ્ય કેનાલમાં 4364 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ટર્બાઇન મારફતે 40,930 ક્યુસેક પાણીની જાવક છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 17 સપ્ટેમ્બર, 2017ના દિવસે ડેમ પર ગેટ લાગ્યા બાદ ડેમનું લોકાર્પણ કર્યું હતું. ડેમને 15 સપ્ટેમ્બર 2019માં પહેલી વખત 138.67 મીટર સુધી સંપૂર્ણ ભરવામાં આવ્યો હતો. આજે ડેમ પાંચમી વખત સંપૂર્ણ ભરાઈ ગયો છે. મુખ્યમંત્રી સવારે કેવડિયા એકતાનગર આવી નર્મદા નીરના વધામણાં કરવાની સાથે 31 ઑક્ટોબરના દિવસે યોજાનાર રાષ્ટ્રીય એકતા પરેડ ગ્રાઉન્ડનું પણ નિરીક્ષણ કરશે.

 નદી કાંઠાના વિસ્તારોને ચેતવણી
નર્મદા ડેમમમાંથી પાણી છોડવામાં આવતું હોવાથી તંત્ર દ્વારા નદી કાંઠાના લોકોને ચેતવણી આપવામાં આવી છે. નદી કાંઠે વસતા ગામના લોકોને નદી કિનારે ન જાય તેવી સૂચના આપવામાં આવી છે. આ સિવાય જો કોઈ નુકસાનની ઘટના જણાય તો તુરંત જિલ્લાના ડિઝાસ્ટર કંટ્રોલરૂમમાં જાણ કરવા જણાવવામાં આવ્યું છે. 

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

ગુજરાત, ઇવેન્ટ્સ, ધર્મ

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ મેમનગર ખાતે 80મા સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી

ગુજરાત, સોશિયલ મીડીયા, લાઈફ સ્ટાઈલ

Hästens Ahmedabad ખાતે CIIના યંગ ઈન્ડિયન્સ અમદાવાદ ચેપ્ટર માટે સ્લીપ સપા અને સાઉન્ડ હેયલીનગ સેશન