હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
ગુજરાત, વેપાર

બોગસ અરજીઓ ઘટવા લાગી: GST સેવા કેન્દ્રો શરૂ થયા બાદ અત્યાર સુધી અરજીઓમાં સરેરાશ 25 ટકા સુધી ઘટાડોહવે GST નોંધણી માટે બાયોમેટ્રિક ઓળખ જરૂરી

Posted 1 year ago with 24 views

Story by Team Samachar Sathe | 4 mins read

સમાચાર સારાંશ: ગુજરાતમાં 12 GST કેન્દ્ર

બોગસ અરજીઓ ઘટવા લાગી: GST સેવા કેન્દ્રો શરૂ થયા બાદ અત્યાર સુધી અરજીઓમાં સરેરાશ 25 ટકા સુધી ઘટાડોહવે GST નોંધણી માટે બાયોમેટ્રિક ઓળખ જરૂરી
1/2
બોગસ અરજીઓ ઘટવા લાગી: GST સેવા કેન્દ્રો શરૂ થયા બાદ અત્યાર સુધી અરજીઓમાં સરેરાશ 25 ટકા સુધી ઘટાડોહવે GST નોંધણી માટે બાયોમેટ્રિક ઓળખ જરૂરી
2/2

બોગસ અરજીઓ ઘટવા લાગી: GST સેવા કેન્દ્રો શરૂ થયા બાદ અત્યાર સુધી અરજીઓમાં સરેરાશ 25 ટકા સુધી ઘટાડો

હવે GST નોંધણી માટે બાયોમેટ્રિક ઓળખ જરૂરી, પ્રક્રિયાને ઝડપી અને પારદર્શક બનાવવાની અસરકારક પહેલ

ગાંધીનગર, 12 જૂન, ૨૦૨૪: GST નોંધણી પ્રક્રિયાને વધુ પારદર્શક બનાવવા અને બોગસ રજીસ્ટ્રેશન અટકાવીને ટેક્સ ચોરી અટકાવવાના ઉદ્દેશથી, ગુજરાતમાં 7 નવેમ્બર 2023ના રોજ 12 GST સેવા કેન્દ્રોની શરૂઆત કરવામાં આવી છે. પાસપોર્ટ સેવા કેન્દ્રની જેમ જ GST નોંધણીની તમામ પ્રક્રિયા એક જ કેન્દ્ર પર ઝડપથી પૂર્ણ થઇ શકે તેના માટે આ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. પરિણામ સ્વરૂપે, નવેમ્બર 2023માં GST સેવા કેન્દ્રની શરૂઆત બાદ સાત મહિનાની અંદર જ, વર્ષ 2022ની સરખામણીએ અરજીઓની સંખ્યામાં સરેરાશ 25 ટકા જેટલો ઘટાડો જોવા મળ્યો છે.  

પ્રાપ્ત થયેલી અરજીની સંખ્યા અને ઘટાડો

મહિનો 2022-23 2023-24 ઘટાડો (ટકામાં)

નવેમ્બર 26640 11914 55.28

ડિસેમ્બર 23636 19629 16.94

જાન્યુઆરી 31501 21664 31.23

ફેબ્રુઆરી 25484 21202 16.80

માર્ચ 25107 19825 21.04

એપ્રિલ 23881 20032 16.12

મે 23989 19777 17.52

અત્યાર સુધી સરેરાશ ઘટાડો 24.99%

ગુજરાત સ્ટેટ ટેક્સ વિભાગના જણાવ્યા અનુસાર અગાઉ ગરીબ અને જરૂરિયાતમંદ લોકોના તેમજ બોગસ દસ્તાવેજોના આધારે GST નોંધણી કરાવીને ટેક્સચોરી કરવાની પ્રવૃત્તિ થતી હતી. પરંતુ સેવા કેન્દ્ર પર હવે બાયોમેટ્રિક રજીસ્ટ્રેશન ફરજિયાત કર્યું હોવાથી અસલ અરજદારને ખરાઇ માટે બોલાવવામાં આવે છે. એક જ કેન્દ્ર પર 40થી વધારે માપદંડોના આધારે અરજીની ચકાસણી કરવામાં આવે છે અને ત્યારબાદ તેમને GST નોંધણી નંબર આપવામાં આવે છે. રાજ્યના તથા કેન્‍દ્રના GST નોંધણી નંબરની બાયોમેટ્રિકને લગતી તમામ કામગીરી આ 12 GST સેવા કેન્દ્ર ખાતે જતી હોવાથી કામગીરી ખૂબ સરળ, પારદર્શક અને ઝડપી બની ગઇ છે.

ગુજરાતમાં 12 કેન્દ્ર

7 નવેમ્બર 2023ના રોજ કેન્દ્રીય નાણા મંત્રી શ્રીમતિ નિર્મલા સીતારમણના હસ્તે વાપીથી 12 GST સેવા કેન્દ્રોનું લોકાપર્ણ કરવામાં આવ્યું હતું. અત્યારે રાજ્યમાં વાપી, ગાંધીનગર, અમદાવાદ, સુરત, વડોદરા, ગોધરા, મહેસાણા, પાલનપુર, રાજકોટ, ભાવનગર, જુનાગઢ અને ગાંધીધામમાં કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે. 

GST સેવા કેન્દ્ર શરૂ કરનાર ગુજરાત પ્રથમ રાજ્ય

ભારતમાં સૌથી પહેલા ગુજરાતમાં GST સેવા કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે. ગુજરાતમાં આ કેન્દ્રોની સફળતાને ધ્યાને લઈ સમગ્ર દેશમાં આ વ્યવસ્થા અમલી બનાવવાનો નિર્ણય લેવામાં આવેલ છે. GST સેવા કેન્દ્રના અમલ બાદ અત્યાર સુધી અરજીઓમાં થયેલો 25 ટકા જેટલો ઘડાટો આ કેન્દ્રોની કાર્યપ્રણાલીની અસરકારકતા સૂચવે છે. GST કાઉન્સિલના સભ્યો તેમજ મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ સહિતના રાજ્યના અધિકારીશ્રીઓએ ગુજરાતમાં શરૂ થયેલા કેન્દ્રોની મુલાકાત લીધી છે.  

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

મોદી મેજીકે મમતાના સૂપડા સાફ કરી દીધા ,પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ૧૫ વર્ષના શાસનના યુગનો અંત.

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતના ત્રણ તાલુકામાં ભર ઉનાળે વરસાદ પડ્યો હતો. સવારના પહોરમાં જ 1 ઇંચ સુધી વરસાદ ખાબક્યો.