વાવાઝોડા અને આંધી-વંટોળની આગાહી
ગુજરાતમાં વરસાદ તૂટી પડશેઃ અંબાલાલ પટેલની આગાહી
પરેશ ગોસ્વામીએ આપ્યા સંકેત
ભીષણ ગરમી અને હવામાનમા મોટા ફેરફારના સંકેત
કાળઝાળ ગરમી વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાહતની આગાહી કરી છે. અંબાલાલ પટેલે કહ્યું કે, રાજ્યના નાગરિકોને આગામી સમયમાં ગરમીથી રાહત મળશે. 26 મે બાદ રાજ્યના તાપમાનમાં ઘટાડો થશે. બંગાળના ઉપસાગરનું ચક્રવાત 24 થી 26 મે વચ્ચે તબાહી સર્જી શકે છે. બંગાળના ઉપસાગર અને અરબ સાગરના ભેજ ને પગલે ગુજરાત માં 26 મે થી 4 જૂન વચ્ચે આંધી વંટોળ સાથે વરસાદ પડશે.અમદાવાદ માં 40 કિલોમીટર, કચ્છમાં 50 કિલોમીટરની ઝડપે આંચકાનો પવન ફુંકાવાની શક્યતા છે. બંગાળના ઉપસાગરનાં ચક્રવાત ની અસર પશ્ચિમ બંગાળ, આંધ્ર પ્રદેશ, ઓરિસ્સા સહિતનાં ભાગોમાં જોવા મળશે. 14 થી 28 જૂન વચ્ચે નીરનીરાંતર ચોમાસુ ગુજરાતમાં આવવાની શક્યતા છે.
રાજ્યમાં ગરમીના ગ્રાફમાં સતત વધારો થઈ રહ્યો છે અને હજુ પણ ગરમીમાંથી રાહત મળવાની શક્યતા નહીંવત છે. હવામાન વિભાગેપાંચ દિવસ ગુજરાતમાં ભીષણ ગરમીની આગાહી કરી છે. અત્યારે 11 વાગ્યે જ અનેક શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર નોંધાઈ ચુક્યો છે. તો બુધવારે 6 શહેરોમાં ૪૫થી વધુ તાપમાન નોંધાયુ. તો 13 શહેરોમાં 43થી વધુ મહત્તમ તાપમાન નોંધાયું હતું. 18 શહેરોમાં 40થી વધુ ડિગ્રી ગરમી નોંધાઈ છે.
જેમાં હિંમતનગર અને કંડલામાં સૌથી વધુ 46.1 ડિગ્રી મહત્તમ તાપમાન રહ્યું. તો સુરેંદ્રનગરમાં 45.9, ગાંધીનગરમાં 45.7 ડિગ્રી પર પહોંચ્યો ગરમીનો પારો. જ્યારે 12થી વધુ શહેરોમાં હિટવેવની અસર છે. હવામાન વિભાગ અનુસાર, આગામી પાંચ દિવસ ગુજરાતમાં પડશે કાળઝાળ ગરમી. હવામાન વિભાગના મતે, અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, ભાવનગર, જૂનાગઢ, અમરેલી, રાજકોટ, કચ્છ, બનાસકાંઠા,સાબરકાંઠા, મહેસાણા, પાટણ, આણંદ, સુરત અને વલસાડ જિલ્લામાં પડશે અંગ દઝાડતી ગરમી.
ભીષણ ગરમી અને હવામાનમા મોટા ફેરફાર થવાના સંકેત હવામાન નિષ્ણાત
પરેશ ગોસ્વામીએ આપ્યા છે
આગામી પાંચ દિવસ ગુજરાતમાં પડશે કાળઝાળ ગરમી મતે, અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, ભાવનગર, જૂનાગઢ, અમરેલી, રાજકોટ, કચ્છ, બનાસકાંઠા,સાબરકાંઠા, મહેસાણા, પાટણ, આણંદ, સુરત અને વલસાડ જિલ્લામાં પડશે અંગ દઝાડતી ગરમી પડશે બંગાળના ઉપસાગરનું ચક્રવાત 24 થી 26 મે વચ્ચે તબાહી સર્જી શકે છે. બંગાળના ઉપસાગર અને અરબ સાગરના ભેજ ને પગલે ગુજરાત માં 26 મે થી 4 જૂન વચ્ચે આંધી વંટોળ સાથે વરસાદ પડશે.
અમદાવાદમાં 40 કિલોમીટર, કચ્છમાં 50 કિલોમીટરની ઝડપે આંચકાનો પવન ફુંકાવાની શક્યતા છે. બંગાળના ઉપસાગરનાં ચક્રવાત ની અસર પશ્ચિમ બંગાળ, આંધ્ર પ્રદેશ, ઓરિસ્સા સહિતનાં ભાગોમાં જોવા મળશે. 14 થી 28 જૂન વચ્ચે ચોમાસુ ગુજરાતમાં આવવાની શક્યતા છે.