હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાત યુનિવર્સિટી અને આઈઆઈટી ગાંધીનગરને ફરી દેશની ટોપ 100 શિક્ષણ સંસ્થામાં સ્થાન ગુજરાત યુનિ. ફરી એકવાર દેશના ટોપ 100 રેન્કમાં

Posted 1 year ago with 52 views

Story by Team Samachar Sathe | 4 mins read

સમાચાર સારાંશ: ગુજરાત યુનિ. ફરી એકવાર દેશના ટોપ 100 રેન્કમાં ઓવરઓલ કેટેગરી અને યુનિવર્સિટી કેટેગરી એમ બંનેમાં સ્થાન પામી છે.

ગુજરાત યુનિવર્સિટી અને આઈઆઈટી ગાંધીનગરને ફરી દેશની ટોપ 100 શિક્ષણ સંસ્થામાં સ્થાન ગુજરાત યુનિ. ફરી એકવાર દેશના ટોપ 100 રેન્કમાં
1/3
ગુજરાત યુનિવર્સિટી અને આઈઆઈટી ગાંધીનગરને ફરી દેશની ટોપ 100 શિક્ષણ સંસ્થામાં સ્થાન ગુજરાત યુનિ. ફરી એકવાર દેશના ટોપ 100 રેન્કમાં
2/3
ગુજરાત યુનિવર્સિટી અને આઈઆઈટી ગાંધીનગરને ફરી દેશની ટોપ 100 શિક્ષણ સંસ્થામાં સ્થાન ગુજરાત યુનિ. ફરી એકવાર દેશના ટોપ 100 રેન્કમાં
3/3

ગુજરાત યુનિવર્સિટી અને આઈઆઈટી ગાંધીનગરને ફરી દેશની ટોપ 100 શિક્ષણ સંસ્થામાં સ્થાન ગુજરાત યુનિ. ફરી એકવાર દેશના ટોપ 100 રેન્કમાં 

કેન્દ્ર સરકાર દ્વારા નેશનલ રેન્ડિંગ રિપોર્ટ (એનઆઈઆરએફ) 2024 જાહેર કરવામા આવ્યો છે. જેમાં ગુજરાત યુનિવર્સિટી અને આઈઆઈટી ગાંધીનગર ફરી દેશની ટોપ 100 શિક્ષણ સંસ્થામાં સ્થાન પામ્યા છે.

ગુજરાત યુનિવર્સિટી અને આઈઆઈટી ગાંધીનગરને ફરી દેશની ટોપ 100 શિક્ષણ સંસ્થામાં સ્થાન ગુજરાત યુનિ. ફરી એકવાર દેશના ટોપ 100 રેન્કમાં

 ગુજરાત યુનિ. ફરી એકવાર દેશના ટોપ 100 રેન્કમાં ઓવરઓલ કેટેગરી અને યુનિવર્સિટી કેટેગરી એમ બંનેમાં સ્થાન પામી છે.જ્યારે આ વર્ષે પણ ઓવરઓલ કેટેગરી અને યુનિવર્સિટી કેટેગરી એમ બંને કેટેગરીમાં ગુજરાતની એક પણ ખાનગી યુનિ.ટોપ 100માં નથી. ગુજરાત યુનિ.સહિતની ઘણી શૈક્ષણિક સંસ્થાના વિવિધ કેટેગરીમાં સ્કોર વધવા છતાં પણ અરજીઓ વધવાને લીધે રેન્કિંગમાં પાછળ ફેંકાઈ છે. જેમાં ગુજરાત યુનિ. ઓવરઓલ કેટેગરીમાં 85માં રેન્કથી 94 અને યુનિ.કેટેગરીમાં 61થી 76માં રેન્ક પર પહોંચી ગઈ છે. પ્રથમવાર કોલેજ કેટેગરીમાં ગુજરાતની એક પણ કોલેજ દેશના ટોપ 100 રેન્કમાં આવી નથી. 

આ વર્ષે 9મો રેન્કિંગ રિપોર્ટ જાહેર કરાયો છે. આ વર્ષે 6517 સંસ્થાઓની 10845 યુનિ.-કોલેજે જુદી જુદી કેટેગરીમાં અરજી કરી હતી. રેન્કિંગમાં ગુજરાતની શૈક્ષણિક સંસ્થાઓની સ્થિતિની વાત કરીએ તો ઓવરઓલ કેટેગરીમાં આઈઆઈટી ગાંધીનગર આ વર્ષે 24માં રેન્કથી પાછળ જતા 29માં રેન્ક પર આવી છે. 

જ્યારે રાજ્યની સૌથી મોટી અને જૂની સરકારી યુનિવર્સિટી એવી ગુજરાત યુનિ.પણ રેન્કમાં પાછળ ફેંકાતા 85માં રેન્કમાંથી 94માં રેન્ક પર પહોંચી છે. યુનિ.કેટેગરીમાં ગુજરાત યુનિ. 79માં રેન્ક પર આવી છે. જે ગત વર્ષે 61માં રેન્ક પર હતી. જો કે રાજ્યની તમામ સરકારી -ખાનગી યુનિ.ઓમાં એક માત્ર ગુજરાત યુનિવર્સિટી જ સતત પાંચમીવાર દેશના ટોપ 100 રેન્કમાં આવી છે. 

મહત્વનું છે કે ગત વર્ષે જુનમાં રિપોર્ટ જાહેર થયો હતો અને ત્યારબાદ નવા કુલપતિ આવ્યા હતા ત્યારે હાલના કુલપતિની ટર્મમાં આ પ્રથમ રિપોર્ટ છે ત્યારે એક વર્ષમાં કોઈ પણ મોટો સુધારો કે ફેરફાર થયા નથી કે રિસર્ચ-સ્ટુડન્ટ ફેસિલિટીમાં કોઈ સુધારો ન થતા ગુજરાત યુનિ.માં રેન્કિંગમાં ઉપર આવવાના બદલે પાછળ ફેંકાઈ છે. 

જ્યારે આ વર્ષે પણ જીટીયુ દેશની ટોપ 100 સંસ્થા કે યુનિ.માં સ્થાન પામી શકી નથી અને માત્ર ફાર્મસીમાં રેન્કિંગથી સંતોષ માનવો પડે છે. જે પણ ટોપ 50માં નથી. જયારે રિસર્ચ-ઇનોવેશનની કેટેગરીમાં પણ ગુજરાતની એક પણ યુનિ. કે સંસ્થા રેન્કિંગમાં આવું નથી.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

ગુજરાત, સામાજીક, કલા અને સંસ્કૃતિ

કલાતીર્થનો ભગીરથ પ્રયાસ: સંખેડાની કાષ્ઠકલા-કસબ અને લાખકામ ઉદ્યોગનું અનન્ય દસ્તાવેજીકરણ સાથે અભૂતપૂર્વ ગ્રંથ.

બ્રેકિંગ ન્યૂઝ, ભારત

સોનમ વાંગચુકની હડતાળ ચાલુ રહેશે: સારવાર અંગે તેમની પત્ની ગીતાંજલિને સફદરજંગ હોસ્પિટલ પર ભરોસો નથી.