હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

Posted 1 year ago with 5093 views & 1 Comments

Story by Ranmesh | 4 mins read

સમાચાર સારાંશ: ફિલ્મ કારખાનું ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે, અને તે ગુજરાતી સિનેમાની દર્શકોને નવી અને અનોખી કથાઓ સાથે મનોરંજન આપવાની ક્ષમતાને પ્રદર્શિત કરે છે અને આ ફિલ્મ ગુજરાતી સિનેમાને વૈશ્વિક મંચ પર લઈ જવાની દિશામાં એક અગત્યનું પગલું છે.

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે
1/3
ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે
2/3
ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે
3/3

ગુજરાતી સિનેમાનું નવું સોપાન 'કારખાનું' હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે જે તેના દિગ્દર્શન અને કથાનકના કારણે દર્શકોને અંત સુધી જકડી રાખે છે. ફિલ્મની વિશેષતા એ છે કે તે એક સિચ્યુએશનલ કોમેડી ફિલ્મ છે જેની શરૂઆત એક હોરર પ્રસંગ સાથે થાય છે અને આગળ જતાં જતાં ફિલ્મની વાર્તા અવનવા વળાંક લેતી જાય છે અને ફિલ્મનો સેકન્ડ-હાફ તો દર્શકોને લોટપોટ કરી નાખે છે.

ફિલ્મની શરૂઆત ત્રણ સુથારોની સાથે થાય છે જેઓ કાળી ચૌદશની રાત્રે એક ભૂતિયા કારખાનામાં ફસાઈ જાય છે, જ્યાં તેમની સામે અજીબો-ગરીબ પરિસ્થિતિ ઊભી થાય છે એક એવા ઉખાણાનો ઉકેલ શોધવો પડે છે જે તેઓ માટે જીવન-મરણનો પ્રશ્ન બની જાય છે. હવે ત્રણ નિર્દોષ સુથારોનું શું થશે? હોન્ટેડ ફેક્ટરીનું રહસ્ય શું છે? અને તે કોણ ઉકેલશે? હોન્ટેડ ફેક્ટરી વાર્તા છે કે હકીકત? આ બધા સવાલોના જવાબ મળ્યા પછી તેનું પરિણામ શું આવશે? તે જાણવા માટે દર્શકોએ ફિલ્મ જોવી રહી.

માર્કટ બ્રોસ દ્વારા નિર્મિત, તેમજ રુશભ થાંકીના નિર્દેશનમાં તૈયાર થયેલી, પાર્થ મધુકૃષ્ણ, પૂજન પરીખ અને રુશભ થાંકી દ્વારા લખાયેલી ફિલ્મનું દિગ્દર્શન અને કથાનક બન્ને પ્રશંસા યોગ્ય છે જે ફિલ્મને એક અનોખી શૈલીમાં રજૂ કરે છે તો ફિલ્મમાં કાજલ ઓઝા વૈદ્ય, અર્ચન ત્રિવેદી, મકરંદ શુક્લ, રાજુ બારોટ, પાર્થ મધુકૃષ્ણ, હાર્દિક શાસ્ત્રી, દધીચિ ઠાકર અને હર્ષદીપસિંહ જાડેજા જેવા કલાકારોએ પણ તેમના પાત્રોને ખૂબ જ સજીવતાથી ભજવ્યા છે. ફિલ્મમાં અર્ચન ત્રિવેદીના પાત્રમાં અનુભવ દેખાઈ આવે છે તો હર્ષદીપસિંહ જાડેજા જેવા કલાકારોનો નાટકનો અનુભવ ફિલ્મના કોમિક ટાઈમિંગમાં જોવા મળે છે અને કાજલ ઓઝા વૈદ્યને એક અલગ અવતારમાં જોવા દર્શકોને ગમશે. ફિલ્મમાં સંગીત અને બેકગ્રાઉન્ડ મ્યુઝીક નિષિત ધીનોરાનું છે જે ફિલ્મને એક અલગ આયામ આપે છે.

આ ફિલ્મ ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે, અને તે ગુજરાતી સિનેમાની દર્શકોને નવી અને અનોખી કથાઓ સાથે મનોરંજન આપવાની ક્ષમતાને પ્રદર્શિત કરે છે અને આ ફિલ્મ ગુજરાતી સિનેમાને વૈશ્વિક મંચ પર લઈ જવાની દિશામાં એક અગત્યનું પગલું છે. 

જો તમે નવા પ્રકારની પારિવારીક ગુજરાતી ફિલ્મ જોવા માંગતા હોવ તો 'કારખાનુ' ફિલ્મ જોવાનું ચુકતા નહી, ખાતરી સાથે કહી શકાય છે આ ફિલ્મ તમને થોડા ડર સાથે હસાવી હસાવીને લોટપોટ કરી દેશે. ફિલ્મ ટીઝર કે ટ્રેલરમાં જેટલું પ્રોમિસ કરે છે તેનાથી ઘણું વધારે દર્શકોને મોટા પડદા ઉપર આપે છે. ​હૉરર કૉમેડી સમજીને ફિલ્મ જોવા જનાર દર્શક વર્ગ કદાચ થોડો નિરાશ થશે કારણ કે આ ફિલ્મ અન્ય હોરર કોમેડી જેવી ફિલ્મ નથી પણ એક અલગ જ પ્રકારની ફીલ્મ છે જે હોરર કોમેડી તરીકે શરૂ થઈને આગળ જતાં એક અલગ જ વળાંક લઈ લે છે. ઉપરાંત ફિલ્મનું માર્કેટિંગ પણ સામાન્ય કરતાં ઓછું દેખાય છે, જે કદાચ ફિલ્મના બિઝનેસને અસર કરશે.  


advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા, OTT અને TV

ગુજરાતી ફિલ્મ પ્રેમીઓ માટે એક નવી અને રોમાંચક હોરર કોમેડી ફિલ્મ 'કારખાનુ', ૨ ઓગસ્ટ ૨૦૨૪ના રોજ આવી રહી છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

તમને આ પણ ગમશે:

સિનેમા, OTT અને TV

ગુજરાતી ફિલ્મ પ્રેમીઓ માટે એક નવી અને રોમાંચક હોરર કોમેડી ફિલ્મ 'કારખાનુ', ૨ ઓગસ્ટ ૨૦૨૪ના રોજ આવી રહી છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

ગુજરાત, સામાજીક, કલા અને સંસ્કૃતિ

કલાતીર્થનો ભગીરથ પ્રયાસ: સંખેડાની કાષ્ઠકલા-કસબ અને લાખકામ ઉદ્યોગનું અનન્ય દસ્તાવેજીકરણ સાથે અભૂતપૂર્વ ગ્રંથ.

બ્રેકિંગ ન્યૂઝ, ભારત

સોનમ વાંગચુકની હડતાળ ચાલુ રહેશે: સારવાર અંગે તેમની પત્ની ગીતાંજલિને સફદરજંગ હોસ્પિટલ પર ભરોસો નથી.