હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
સિનેમા, OTT અને TV

ગુજરાતી ફિલ્મ પ્રેમીઓ માટે એક નવી અને રોમાંચક હોરર કોમેડી ફિલ્મ 'કારખાનુ', ૨ ઓગસ્ટ ૨૦૨૪ના રોજ આવી રહી છે

Posted 2 years ago with 1147 views

Story by Ranmesh | 3 mins read

સમાચાર સારાંશ: રોમાંચક હોરર કોમેડી ફિલ્મ 'કારખાનુ' ફિલ્મ હાસ્ય અને ભયનું અનોખું મિશ્રણ છે, જે દર્શકોને નવી અને અનોખી મનોરંજનની અનુભૂતિ આપશે.

ગુજરાતી ફિલ્મ પ્રેમીઓ માટે એક નવી અને રોમાંચક હોરર કોમેડી ફિલ્મ 'કારખાનુ', ૨ ઓગસ્ટ ૨૦૨૪ના રોજ આવી રહી છે
1/1

બે દિવસ પહેલા એક નવી અને રોમાંચક હોરર કોમેડી ફિલ્મ 'કારખાનુ' ટીઝર લોન્ચ કરવામાં આવ્યું છે જે દર્શકોને આકર્ષી રહ્યું છે. માર્કટ બ્રોસ દ્વારા નિર્મિત, તેમજ રુશભ થાંકીના નિર્દેશનમાં તૈયાર થયેલી, પાર્થ મધુકૃષ્ણ, પૂજન પરીખ અને રુશભ થાંકી દ્વારા લખાયેલી આ ફિલ્મમાં કાજલ ઓઝા વૈદ્ય, અર્ચન ત્રિવેદી, મકરંદ શુક્લ, રાજુ બારોટ, પાર્થ મધુકૃષ્ણ, હાર્દિક શાસ્ત્રી, દધીચિ ઠાકર અને હર્ષદીપસિંહ જાડેજા જેવા જાણીતા કલાકારો છે જેમની અભિનય ક્ષમતાથી સૌ કોઈ પરિચિત છે.

અંદાજે ₹15,000,000ના બજેટમાં તૈયાર થયેલી આ ફિલ્મના ટીઝરમાં જોઈ શકાય છે કે કાળી ચૌદસની રાત્રે, ત્રણ નિર્દોષ સુથારો એક ભૂતિયા ફેક્ટરી/વર્કશોપમાં ફસાઈ જાય છે અને જેમ જેમ રાત વીતતી જાય છે તેમ તેમ અજીબોગરીબ રહસ્યમય ઘટનાઓ તેઓ સાથે બનતી જાય છે જે પરિસ્થિતિને  હાસ્યાસ્પદ દર્શકો માટે હાસ્યપ્રદ બનાવે છે તેમજ તેઓને ભયભીત પણ કરે છે. ફિલ્મનું ટીઝર દર્શકોના મનમાં કેટલાક પ્રશ્નો ઉભા કરે છે જેમકે ત્રણ નિર્દોષ સુથારોનું શું થશે? હોન્ટેડ ફેક્ટરીનું રહસ્ય શું છે? અને તે કોણ ઉકેલશે? હોન્ટેડ ફેક્ટરી વાર્તા છે કે હકીકત? આ બધા સવાલોના જવાબ મળ્યા પછી તેનું પરિણામ શું આવશે? અને આજ પ્રશ્નો જ દર્શકોને સિનેમા સુધી ખેંચી લાવશે. 

આ ફિલ્મ હાસ્ય અને ભયનું અનોખું મિશ્રણ છે, જે દર્શકોને નવી અને અનોખી મનોરંજનની અનુભૂતિ આપશે. દર્શકો આ હોરર કોમેડીને અને તેના કલાકારોની અદ્ભુત અભિનય કુશળતા મોટા સ્ક્રીન પર માણવા માટે તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, અમે પણ ફિલ્મ જોવા, ફિલ્મ માણવા અને તેનો રિવ્યૂ ઝડપથી આપના સુધી પહોંચાડવા માટે 2 ઓગસ્ટ, 2024 ની રાહ જોઈ રહ્યા છે. 

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

ગુજરાત, સામાજીક, કલા અને સંસ્કૃતિ

કલાતીર્થનો ભગીરથ પ્રયાસ: સંખેડાની કાષ્ઠકલા-કસબ અને લાખકામ ઉદ્યોગનું અનન્ય દસ્તાવેજીકરણ સાથે અભૂતપૂર્વ ગ્રંથ.

બ્રેકિંગ ન્યૂઝ, ભારત

સોનમ વાંગચુકની હડતાળ ચાલુ રહેશે: સારવાર અંગે તેમની પત્ની ગીતાંજલિને સફદરજંગ હોસ્પિટલ પર ભરોસો નથી.