હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
ગુજરાત, સિનેમા, OTT અને TV

ગુજરાતી બ્લોકબસ્ટર ફિલ્મ કસૂમ્બો ટુંક સમયમાં હિન્દીમાં જોઈ શકાશે, ફિલ્મનું હિન્દી ટ્રેલર અને રીલીઝ ડેટ જાહેર કરવામાં આવી.

Posted 2 years ago with 238 views

Story by Ranmesh | 3 mins read

સમાચાર સારાંશ: ગુજરાતમાં અસાધારણ સફળતા બાદ, કસૂમ્બો ફિલ્મ હવે દેશભરના દર્શકોને હિન્દીમાં આકર્ષિત કરવા માટે તૈયાર છે, ફિલ્મનું હિન્દી ટ્રેલર અને રીલીઝ ડેટ જાહેર કરવામાં આવી.

ગુજરાતી બ્લોકબસ્ટર ફિલ્મ કસૂમ્બો ટુંક સમયમાં હિન્દીમાં જોઈ શકાશે, ફિલ્મનું હિન્દી ટ્રેલર અને રીલીઝ ડેટ જાહેર કરવામાં આવી.
1/1

ગુજરાતમાં અસાધારણ સફળતા બાદ, કસૂમ્બો ફિલ્મ હવે દેશભરના દર્શકોને આકર્ષિત કરવા માટે તૈયાર છે. ફિલ્મના ગુજરાતી વર્ઝનને IMDB ઉપર 8.6/10ના રેટિંગ સાથે ખૂબ જ સારો પ્રતિભાવ મળ્યો છે. વિવેચકોએ પણ ફિલ્મના શાનદાર પ્રદર્શન, દિગ્દર્શન, સંગીત, પટકથા અને મુખ્યત્વે ક્લાઇમેક્સની ખૂબ જ પ્રશંસા કરી છે, આ ફિલ્મ માટે 'ચોક્કસ જોવી જ જોઈએ' તેમ વિવેચકોની સાથે સાથે સામાન્ય વ્યક્તિઓ પણ કહે છે, જે ગુજરાતી સિનેમા માટે એક સિદ્ધિ છે.

હવે આ ગુજરાતી બ્લોકબસ્ટર ફિલ્મ  સપૂર્ણ દેશના દર્શકોને આકર્ષવા હિન્દી ભાષામાં રિલીઝ થઈ રહી છે, ગઇકાલે તારીખ 23 મી એપ્રિલ 2024 ના રોજ કસૂમ્બો ફિલ્મના હિન્દી ટ્રેલરનું પણ લોન્ચિંગ કરવામાં આવ્યું છે અને સાથે સાથે ફિલ્મના હિન્દી વર્ઝનની રીલીઝની તારીખ 3જી મે 2024 પણ જાહેર કરવામાં આવી.


પેન સ્ટુડિયો દ્વારા પ્રસ્તુત અને વિજયગીરી બાવા દ્વારા નિર્દેશિત આ કસૂમ્બો ફિલ્મ 13મી સદીની સાચી વાર્તા કહે છે જેમાં શેત્રુંજયના પવિત્ર મંદિરો અને સાંસ્કૃતિક વારસાને લૂંટવાના અલાઉદ્દીન ખિલજીના ઉદ્દેશ્યની અને તેની સામે લડેલા દાદુ બારોટ અને 51 બહાદુર ગ્રામજનોની છે જેમણે પોતાના સન્માન અને ધર્મની રક્ષા માટે પોતાનો જીવ જોખમમાં મૂક્યો હતો. આ ફિલ્મમાં રૌનક કામદાર, ધર્મેન્દ્ર ગોહિલ, દર્શન પંડ્યા, શ્રદ્ધા ડાંગર, મોનિકા ગજ્જર અને ફિરોઝ ઈરાની મુખ્ય ભૂમિકામાં છે. 16મી ફેબ્રુઆરીના રોજ રિલીઝ થયેલી આ ફિલ્મ અત્યારે પણ અનેક સિનેમામાં ચાલી રહી છે.

જો તમે આ ફિલ્મને ગુજરાતીમાં જોવાનું ચૂકી ગયા હોવ તો હિન્દીમાં જોવાનું ચુકતા નહી, 3જી મે 2024 ના રોજ કસૂમ્બો ફિલ્મ હિન્દીમાં પણ આવી રહી છે.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

ગુજરાત, ઇવેન્ટ્સ, ધર્મ

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ મેમનગર ખાતે 80મા સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી

ગુજરાત, સોશિયલ મીડીયા, લાઈફ સ્ટાઈલ

Hästens Ahmedabad ખાતે CIIના યંગ ઈન્ડિયન્સ અમદાવાદ ચેપ્ટર માટે સ્લીપ સપા અને સાઉન્ડ હેયલીનગ સેશન