હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
સિનેમા, OTT અને TV

ફિલ્મ રિવ્યૂ: હોરર અને કોમેડીનું અદ્ભુત મિશ્રણ એટલે ગુજરાતી ફિલ્મ ઝમકુડી (2024), જે ગુજરાતી સિનેમાને નવી દિશામાં લઈ જાય છે

Posted 2 years ago with 353 views

Story by Ranmesh | 4 mins read

સમાચાર સારાંશ: હોરર અને કોમેડીનું અદ્ભુત મિશ્રણ એટલે ગુજરાતી ફિલ્મ ઝમકુડી (2024) જે ગુજરાતની સંસ્કૃતિ, પરંપરા અને આધુનિકતાને પડદા ઉપર ખુબજ સુંદર રીતે પ્રસ્તુત કરે છે.

ફિલ્મ રિવ્યૂ: હોરર અને કોમેડીનું અદ્ભુત મિશ્રણ એટલે ગુજરાતી ફિલ્મ ઝમકુડી (2024), જે ગુજરાતી સિનેમાને નવી દિશામાં લઈ જાય છે
1/1

ગુજરાતી ફિલ્મ ઝમકુડી (2024) હોરર અને કોમેડીનું અદ્ભુત મિશ્રણ છે, જેમાં મનોરંજનની સાથે સાથે દર્શકોને જકડી રાખતું સસ્પેન્સ પણ છે. આ ફિલ્મ ગુજરાતી ફિલ્મોમાં નવીનતાનું પ્રતિક છે જે ગુજરાતી સિનેમાને એક નવી દિશા તરફ લઈ જાય છે.

ફિલ્મની વાર્તા, એક યુવાન ખેડૂત કન્યાની છે, જેનું નામ ઝમખુડી છે જે સાહસી અને ધીરજવાન યુવતી છે, જે પોતાના ગામની પરંપરાગત ખેતીને આધુનિકતા સાથે જોડાવા માંગે છે અને તેના માટે તે પરંપરાગત માન્યતાઓ, આર્થિક અડચણો અને સામાજિક બંધનો સામે લડે છે જેમાં એક યુવાન વૈજ્ઞાનિક તેની મદદ કરે છે અને પછી ઝમખુડીની હૃદયસ્પર્શી પ્રેમકથા પણ ફિલ્મનો ભાગ બની જાય છે.

ઉમંગ વ્યાસના દિગ્દર્શનમાં બનેલી આ ફિલ્મમાં માનસી પારેખ, વિરાજ ઘેલાણી, ઓજસ રાવલ, સંજય ગોરાડિયા, ચેતન દૈયા, કૃણાલ પંડિત, જયેશ મોરે, ભાવિની જાની, નિસર્ગ ત્રિવેદી, ભૌમિક આહિર, સંજય ગલસર, હેતલ મોદી, પાર્થ નાયર, રાજલ પુજારા, હેમંગ બારોટ, હેલી ઠક્કર જેવા કલાકારોની શાનદાર અદાકારી છે. તો હીથ ભટ્ટની કલમે કથા, પટકથા અને સંવાદમાં હાસ્ય અને ભય ખુબજ સંતુલીત રીતે લખાયા છે.

ફિલ્મના સેટનું નિર્માણ નિખિલ કોવલેના પ્રોડક્શન ડિઝાઇ દ્વારા ખુબજ સુંદર રીતે કરવામાં આવ્યું છે જેને તિતુ કે. જેનાના દ્રશ્ય છાયાંકનને વધુ સજીવન બનાવ્યું છે. ફિલ્મનું એડીટીંગ કેતન માડીવાલ દ્વારા કરવામાં આવ્યું છે જેણે ફિલ્મને વધુ રોચક બનાવી છે. શાદાબ હાશમી, બંધિશ પ્રોજેક્ટ અને અઘોરી મ્યુઝિકના સંગીત જાણે  ફિલ્મની આત્મા છે, તો નિરેન ભટ્ટ, પ્રિયા સરૈયાના ગીતો દર્શકોને પસંદ આવી રહ્યા છે. લોચન કાનવિંદેના બેગ્રાઉન્ડ મ્યુજિક અને વર્લ્ડઓફશોકએન્ડવેવના VFX એ ફિલ્મને એક નવી જ ઊંચાઈએ પહોંચાડી છે.

આ ફિલ્મનું ટાઇટલ સોંગ 'ઝમખુડી' ગીતને લોન્ચ થયું તે દિવસથી સોશિયલ મીડિયા પર ઘણી પ્રશંસા મળી રહી છે, અનેક લોકો આ ગીતના પોપ્યુલર સ્ટેપ્સ ઉપર રીલ્સ બનાવી રહ્યા છે જે દર્શકોનો ફિલ્મ પ્રત્યે પ્રેમ દર્શાવે છે. 

દર્શકોને હસાવવાની સાથે સાથે તેમને ભયભીત કરતી આ ફિલ્મ ચોક્કસ જોવા જેવી છે, ફિલ્મનો અંત એક આશાવાદી સંદેશા સાથે થાય છે જે દર્શકોને પોતાના સપનાઓ પર વિશ્વાસ રાખવા અને તેમને પૂરા કરવા પ્રેરિત કરે છે. ગુજરાતી સિનેમાને નવી દિશામાં લઈ જતી આ ફિલ્મ ગુજરાતની સંસ્કૃતિ, પરંપરા અને આધુનિકતાને પડદા ઉપર ખુબજ સુંદર રીતે પ્રસ્તુત કરે છે. ગુજરાતી સિનેમાના ચાહકોને આ ફિલ્મ ચોક્કસ ગમશે.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

ગુજરાત, ઇવેન્ટ્સ, ધર્મ

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ મેમનગર ખાતે 80મા સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી

ગુજરાત, સોશિયલ મીડીયા, લાઈફ સ્ટાઈલ

Hästens Ahmedabad ખાતે CIIના યંગ ઈન્ડિયન્સ અમદાવાદ ચેપ્ટર માટે સ્લીપ સપા અને સાઉન્ડ હેયલીનગ સેશન