હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
સિનેમા-TV અને OTT, કલા અને સંસ્કૃતિ

ગુજરાતી નાટક રિવ્યુ: "મી" - અભિવ્યક્તિ દરમ્યાન ગૌરાંગ રાવલ અને ટીમ દ્વારા ભજવાયેલા નાટક

Posted 9 months ago with 198 views

Story by Ranmesh | 3 mins read

સમાચાર સારાંશ: પુરુષના પોતાના અહંકાર સાથેની લડાઈ, પોતાના અહંકાર અને લાગણી વચ્ચે અટવાતો પુરુષ, અહંકારની અહંકાર સાથે થતી આંતરિક લડાઈ, હારના હોકારાથી ફરી જાગી જતો અહંકાર - ખૂબ જ સુંદર રીતે પાત્રાલેખન, સંવાદ અને એક્ટિંગમાં વણી લેવામાં આવ્યું છે. જો તમને ડાર્ક કોમેડી જોવી ગમતી હોય તો ચોક્કસ આ નાટક જોવું જોઈએ.

ગુજરાતી નાટક રિવ્યુ:
1/1

અનકહી, અમે અમિતા પ્રીતમ, કુસુમ મરાઠા જીવે છે અને હું એને ગમું છું જોયા પછી ગૌરાંગ રાવલના નવા પ્રયોગ પાસેથી ઘણી બધી વધારે અપેક્ષા હતી અને કહેવું પડે કે "મી" સાથે "ગૌરાંગભાઈ અને તેમની ટીમે અપેક્ષાઓને આગલા નાટક માટે ઘણી વધારે વધારી દીધી".

પુરુષ અહંકારને એટલે કે Male Ego (M.E.) ને સ્ટેજ ઉપર રજૂ કરવો, એક થી વધારે રૂપમાં રજૂ કરવો અને આ દરમિયાન ક્યાંય કોઈપણ જગ્યાએ સ્ત્રી નું અપમાન ન થાય તેની કાળજી સ્ક્રિપ્ટ​ના શબ્દે-શબ્દમાં દેખાય છે. આ પ્રયોગાત્મક નાટકમાં પુરુષ અહંકાર સાથે જોડાયેલા કેટલાક સામાજિક પ્રશ્નોને પણ ખૂબ સરળતાથી રીતે વણી લેવામાં આવ્યા છે - પછી તે ટિપિકલ જમાઈના રૂપમાં હોય કે લગ્નને સ્ત્રી શરીર પરના કાયમી અધિકાર તરીકે જોનાર પુરુષની વિચારસરણી.

ગૌરાંગભાઈના અન્ય નાટકોની જેમ જ લાઈટ અને સાઉન્ડ પણ આ નાટકનો ખૂબ જ અગત્યનો ભાગ રહ્યા છે, સંવાદ અને લાઇટ સાઉન્ડ ઇફેક્ટ એવી રીતે વણાયેલા છે કે ઓછા શબ્દોમાં પણ પાત્રની વાત આપણને તાદ્રશ્ય થઈ જાય. કલાકારોની એક્ટિંગ ખૂબ જ સુંદર છે અને દર્શકોને દ્રશ્યો સાથે જકડી રાખે છે, નાના-કેટલીક મિનિટો માટે જ આવતા રોલને પણ કલાકારોએ જીવંત કરી દીધા છે. ગૌરાંગ રાવલ અને આદિત્ય ભાવસાર દ્વારા ભજવામાં આવેલા પાત્રો નાટકના કેટલાક ભાગમાં બેગ્રાઉન્ડમાં રહીને પણ એક સ્થિરતા જાળવી રાખે છે જે ખૂબ જ નોંધનીય બાબત છે.

પુરુષના પોતાના અહંકાર સાથેની લડાઈ, પોતાના અહંકાર અને લાગણી વચ્ચે અટવાતો પુરુષ, અહંકારની અહંકાર સાથે થતી આંતરિક લડાઈ, હારના હોકારાથી ફરી જાગી જતો અહંકાર - ખૂબ જ સુંદર રીતે પાત્રાલેખન, સંવાદ અને એક્ટિંગમાં વણી લેવામાં આવ્યું છે. જો તમને ડાર્ક કોમેડી જોવી ગમતી હોય તો ચોક્કસ આ નાટક જોવું જોઈએ.

કેટલા કલાકારોના નામ મને યાદ રહ્યા છે તેમની નોંધ લઈ રહ્યો છું કારણ કે નાટક ટીમ વર્ક વગર શક્ય નથી - ગૌરાંગ રાવલ, મેઘના સેજપાલ, આદિત્ય ભાવસાર, નિયતિ ભટ્ટ, મોહિત વાળા, ઋત્વિક કલારીયા, ચાહના નાગર, પરમેશ્વર સિરસિકર, આદિત્ય ભાવસાર, ચિરાગ ત્રિવેદી, ગ્રીષ્મા ભૂટા, ચિરાગ ત્રિપાઠી, દિવ્ય ભાગરિયા, પરમ શાહ, હિર્વા થાનકી.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

ગુજરાત, ઇવેન્ટ્સ, ધર્મ

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ મેમનગર ખાતે 80મા સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી

ગુજરાત, સોશિયલ મીડીયા, લાઈફ સ્ટાઈલ

Hästens Ahmedabad ખાતે CIIના યંગ ઈન્ડિયન્સ અમદાવાદ ચેપ્ટર માટે સ્લીપ સપા અને સાઉન્ડ હેયલીનગ સેશન