હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
દુનિયા, ભારત, ઇવેન્ટ્સ

ગુજરાતના માધીશ પરીખે આંતરાષ્ટ્રીય બ્રિક્સ યુથ સમિટ ૨૦૨૪, રશિયામાં ભારતીય યુવા પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કર્યું ગુજરાત અને રાષ્ટ્ર માટે ગર્વની ક્ષણ

Posted 1 year ago with 32 views

Story by Team Samachar Sathe | 6 mins read

સમાચાર સારાંશ: બ્રિક્સ યુથ એલાયન્સના ડાયરેક્ટર અને રાષ્ટ્રીય યુવા પુરસ્કાર વિજેતા એવા ગુજરાતના માધીશ પરીખે તાજેતરમાં રશિયાના ઉલ્યાનોવસ્ક ખાતે યોજાયેલ આંતરાષ્ટ્રીય બ્રિક્સ યુથ સમિટ ૨૦૨૪માં ૧૪ સભ્યોના ભારતીય યુવા પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કર્યું હતું.

ગુજરાતના માધીશ પરીખે આંતરાષ્ટ્રીય બ્રિક્સ યુથ સમિટ ૨૦૨૪, રશિયામાં ભારતીય યુવા પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કર્યું ગુજરાત અને રાષ્ટ્ર માટે ગર્વની ક્ષણ
1/4
ગુજરાતના માધીશ પરીખે આંતરાષ્ટ્રીય બ્રિક્સ યુથ સમિટ ૨૦૨૪, રશિયામાં ભારતીય યુવા પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કર્યું ગુજરાત અને રાષ્ટ્ર માટે ગર્વની ક્ષણ
2/4
ગુજરાતના માધીશ પરીખે આંતરાષ્ટ્રીય બ્રિક્સ યુથ સમિટ ૨૦૨૪, રશિયામાં ભારતીય યુવા પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કર્યું ગુજરાત અને રાષ્ટ્ર માટે ગર્વની ક્ષણ
3/4
ગુજરાતના માધીશ પરીખે આંતરાષ્ટ્રીય બ્રિક્સ યુથ સમિટ ૨૦૨૪, રશિયામાં ભારતીય યુવા પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કર્યું ગુજરાત અને રાષ્ટ્ર માટે ગર્વની ક્ષણ
4/4

ગુજરાતના માધીશ પરીખે આંતરાષ્ટ્રીય બ્રિક્સ યુથ સમિટ ૨૦૨૪, રશિયામાં ભારતીય યુવા પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કર્યું

ગુજરાત અને રાષ્ટ્ર માટે ગર્વની ક્ષણમાં, બ્રિક્સ યુથ એલાયન્સના ડાયરેક્ટર અને રાષ્ટ્રીય યુવા પુરસ્કાર વિજેતા એવા ગુજરાતના માધીશ પરીખે તાજેતરમાં રશિયાના ઉલ્યાનોવસ્ક ખાતે યોજાયેલ આંતરાષ્ટ્રીય બ્રિક્સ યુથ સમિટ ૨૦૨૪માં ૧૪ સભ્યોના ભારતીય યુવા પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કર્યું હતું. 

ગુજરાતના માધીશ પરીખે આંતરાષ્ટ્રીય બ્રિક્સ યુથ સમિટ ૨૦૨૪, રશિયામાં ભારતીય યુવા પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કર્યું ગુજરાત અને રાષ્ટ્ર માટે ગર્વની ક્ષણ

ભારત સરકારના આ પ્રતિનિધિમંડળનું નેતૃત્વ ભારત સરકારના યુવા બાબતો અને રમત- ગમત મંત્રાલયના સંયુક્ત સચિવ  નિતેશ કુમાર મિશ્રાએ કર્યું હતું.

૧૦મી આંતરાષ્ટ્રીય બ્રિક્સ યુથ સમિટે મૂળ બ્રિક્સ રાષ્ટ્રો - બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન, દક્ષિણ આફ્રિકા અને નવા સમાવિષ્ટ સભ્યો ઇજિપ્ત, ઇથોપિયા, ઈરાન, સંયુક્ત આરબ અમીરાત અને સાઉદી અરેબિયાના યુવા પ્રતિનિધિઓએ ભાગ લીધો. આ વાર્ષિક સમિટ, વૈશ્વિક પડકારોનો સામનો કરવા, આંતરરાષ્ટ્રીય સહયોગને મજબૂત કરવા અને બ્રિક્સ દેશો વચ્ચે વિકાસને આગળ ધપાવવા માટે એક વાઇબ્રન્ટ ફોરમ તરીકે કામ કરે છે. આ વર્ષની સમિટ શિક્ષણ, ઇનોવેશન અને ટેકનોલોજી, યુવાનો માટે આર્થિક તકો, સ્વયંસેવા, બ્રિક્સ દેશો માટે યુવા નીતિ અને રમતગમત જેવી થીમ પર કેન્દ્રિત હતી.

ભારત સરકાર વતી સમિટના પ્લેનરી સત્રમાં ઉદ્ઘાટન સંબોધન દરમિયાન, ભારતીય યુવા પ્રતિનિધિમંડળના વડા, મધિશ પરીખે જણાવ્યું હતું કે, “બ્રિક્સ યુથ સમિટ નવી પેઢીની આશાઓ અને આકાંક્ષાઓનો અવાજ બની છે. બ્રિક્સ વિશ્વની લગભગ અડધી વસ્તીનું પ્રતિનિધિત્વ કરે છે, આ પ્લેટફોર્મ વિશ્વને હકારાત્મક રીતે પ્રભાવિત કરવાની અપાર ક્ષમતા ધરાવે છે, ખાસ કરીને તેના યુવાનો દ્વારા."

તેમણે ભારતના માનનીય વડાપ્રધાન ‘વિકસિત ભારત ૨૦૪૭’ ના સંકલ્પને પણ બ્રિક્સ દેશોના યુવાનો સાથે શેર કર્યું અને આ સિદ્ધિ હાંસલ કરવામાં યુવાનોની મહત્ત્વની ભૂમિકા પર પ્રકાશ પાડ્યો.

આંતરાષ્ટ્રીય બ્રિક્સ યુથ સમિટમાં ભારતે આંત્રપ્રિન્યોરશિપ ટ્રેકમાં નોંધપાત્ર યોગદાન આપ્યું. શ્રી નિતેશ કુમાર મિશ્રાએ ટ્રેકની અધ્યક્ષતા કરી અને ઉદ્યોગસાહસિકતામાં ભારતની સફળતાની પ્રશંસા કરી. માધીશ પરીખે વર્કશોપ દરમિયાન ભારતની સિદ્ધિઓ પર પ્રકાશ પાડ્યો હતો. જેમાં ભારત સરકારની અટલ ઈનોવેશન મિશન જેવી પહેલો રજૂ કરવામાં આવી હતી, જેકિશોરોમાં ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપે છે, વ્યવસાયો દ્વારા UPIના માધ્યમથી સરળ નાણાંકીય આપ લે અને યુવા સાહસિકોને ટેકો આપતી સ્ટાર્ટઅપ ઈન્ડિયા સ્કીમ વિષે વિસ્તૃત માહિતી આપી.

સમગ્ર સમિટ દરમિયાન, માધીશે બ્રિક્સ દેશોને અસર કરતા વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા, નવીન ઉકેલોનું સૂચન, વર્કશોપ્સ અને પ્રોજેક્ટ્સના માધ્યમથી ભારતીય પ્રતિનિધિઓનું નેતૃત્વ કર્યું. તેઓ એ આંતરાષ્ટ્રીય યુવા પ્રતિનિધિઓ, મુખ્ય નીતિ નિર્માતાઓ, ઉદ્યોગ નિષ્ણાતો અને સાથી પ્રતિનિધિઓ સાથે વિચારોને આપ લે કરી અને બ્રિક્સ દેશોથી આવેલ યુવાનો સાથે આંતર-સાંસ્કૃતિક મિત્રતાના સંબંધો બાંધ્યા.

ભારત સરકારના યુવા બાબતો અને રમત-ગમત મંત્રાલયના માનનીય રાજ્ય મંત્રી - શ્રીમતી રક્ષા નિખિલ ખડસેએ યુવા પરિષદની બેઠક અને બ્રિક્સ યુવાનો માટે યુવા નીતિના અમલીકરણની બેઠકમાં ભાગ લીધો હતો. ભારતીય પ્રતિનિધિમંડળે અન્ય બ્રિક્સ સભ્ય દેશો ને પ્રભાવિત કર્યા હતા. તમામ સહભાગી દેશોએ ભારત સાથે નજીક્થી કામ કરવાની ઈચ્છા દર્શાવી.

બ્રિક્સ પહેલમાં કિશોરોને સામેલ કરવા, આંતર-બ્રિક્સ શૈક્ષણિક સહકાર વધારવા, યુવા ઉદ્યોગસાહસિકો વચ્ચે સહયોગને મજબૂત કરવા, STEM શિક્ષણને પ્રોત્સાહન આપવા, બ્રિક્સ યુવાનો માટે યુવા સ્વયંસેવી પ્લેટફોર્મની સ્થાપના અને બ્રિક્સ યુવાનો માટે રમત-ગમતની પહેલ શરૂ કરવા જેવા મુખ્ય વિચારો સમિટના ઘોષણાપત્રમાં સામેલ થયા જેબ્રિક્સના તમામ સભ્ય દેશો દ્વારા સર્વસંમતિથી સ્વીકારવામાં આવ્યા.

ભારત પરત આવતા, ભારતીય પ્રતિનિધિમંડળને ભારત સરકારના યુવા બાબતો અને રમત-ગમતના માનનીય મંત્રી  મનસુખ માંડવિયા સાહેબ દ્વારા આમંત્રિત કરવામાં આવ્યા. યુવા પ્રતિનિધિમંડળે તેમના અનુભવો અને સમિટમાંથી મળેલી આંતરદૃષ્ટિ માનનીય કેન્દ્રીય મંત્રીશ્રી સાથે શેર કરી. આ મીટિંગ દરમિયાન, પ્રતિનિધિઓએ ભારત સરકારના નવા મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ, ' માય ભારત' પોર્ટલ પર માનનીય મંત્રી સાથે ચર્ચા કરી અને તેમના સૂચનો પ્રસ્તુત કર્યા. આ પોર્ટલનો ઉદ્દેશ્ય ભારતના યુવાનો માટે એક વ્યાપક તક શોધવા હેતુ પ્લેટફોર્મ વિકસાવવાનો છે, તેમજ તેમને શૈક્ષણિક સંસાધનો, ઉદ્યોગસાહસિકતાની તકો અને સ્વયંસેવી પહેલો સાથે જોડવાનો છે

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

ગુજરાત, સામાજીક, કલા અને સંસ્કૃતિ

કલાતીર્થનો ભગીરથ પ્રયાસ: સંખેડાની કાષ્ઠકલા-કસબ અને લાખકામ ઉદ્યોગનું અનન્ય દસ્તાવેજીકરણ સાથે અભૂતપૂર્વ ગ્રંથ.

બ્રેકિંગ ન્યૂઝ, ભારત

સોનમ વાંગચુકની હડતાળ ચાલુ રહેશે: સારવાર અંગે તેમની પત્ની ગીતાંજલિને સફદરજંગ હોસ્પિટલ પર ભરોસો નથી.