સમાચાર સારાંશ: 3જી નવેમ્બરથી ઠંડીનો રાઉન્ડ શરૂ થઈ શકે છે. તાપમાન ચારથી પાંચ ડિગ્રી નીચું જાય તેવી આગાહી
ગુજરાતમાં આજથી ગુલાબી ઠંડી શરૂ, તાપમાનમાં થશે ઘટાડો
ગુજરાતના સામાન્ય રીતે ઓકટોબર માસમાં જ ગુલાબી ઠંડી(Winter 2024)અનુભવાતી હોય છે. જો કે આ વર્ષે ઓકટોબર માસમાં પણ ગરમી જોવા મળી હતી. ત્યારે હવે નવેમ્બર માસની શરૂઆતથી જ રાજ્યમાં ગુલાબી ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. જેમાં આજે વહેલી સવારે ગુલાબી ઠંડીએ દસ્તક આપી છે. જોકે, દિવસ દરમિયાન હજુ પણ હળવી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. પરંતુ હવામાન વિભાગે ઠંડીને લઈને મોટી આગાહી કરી છે.
3જી નવેમ્બરથી ઠંડીનો રાઉન્ડ શરૂ થઈ શકે છે.
તાપમાન ચારથી પાંચ ડિગ્રી નીચું જાય તેવી આગાહી
હવામાન વિભાગના જણાવ્યા મુજબ ત્રણથી સાત નવેમ્બર દરમિયાન લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની સંભાવના છે. તો બીજી બાજુ હવામાન નિષ્ણાતોએ પણ તાપમાન ચારથી પાંચ ડિગ્રી નીચું જાય તેવી આગાહી કરી છે.
સાત દિવસ હવામાન ડ્રાય રહેશે
ગુજરાતમાં ઉત્તર પૂર્વથી પૂર્વીય પવન ફૂંકાઇ રહ્યા છે. આ સાથે અમદાવાદ અને તેની આસપાસનાં વિસ્તારોમાં આજે આકાશ ચોખ્ખું રહેવાની પણ આગાહી આપવામાં આવી છે. સાત નવેમ્બર દરમિયાન લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસ ઘટાડો થવાની સંભાવના છે. આગામી સાત દિવસ હવામાન ડ્રાય
રહેશે. હાલ વરસાદની કોઈ આગાહી નથી.
Cold wave intensifies in Gujarat, temperature to drop further
Gujarat usually experiences pink winter (Winter 2024) only in the month of October. However, this year, the month of October was also hot. The state has been experiencing pink chill since the beginning of November.
In which the pink cold has hit this morning. However, the temperature goes down even more during the day. However, the Meteorological Department has predicted more rains. The cold wave is likely to start from November 3.
The temperature is expected to drop by four to five degrees.
According to the Meteorological Department, the minimum and maximum temperatures are likely to fall by two to three degrees Celsius from November 3 to 7. The weatherman has also predicted a drop in temperature by four to five degrees Celsius.
The weather will be dry for 7 days.
The northeast monsoon has been vigorous in Gujarat. It has also been predicted that the sky will be clear in Ahmedabad and its surrounding areas today.
The minimum and maximum temperatures are likely to fall by two to three degrees Celsius during November 7. weather for the next 7 days
will be. There is no forecast of rain.
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



