સોની લિવની લોકપ્રીય સિરીઝ સિરીઝ 'ગુલ્લક'ની ચોથી સિઝનનું ટ્રેલર લોંચ થઈ ગયું છે ત્યાંરે દર્શકો મિશ્રા પરિવારને ફરીથી મળવા આતુર થઈ રહ્યા છે. 'ગુલ્લક'ની ચોથી સિઝનનું ટ્રેલર બતાવે છે કે મિશ્રા પરિવાર વધુ નાટક, ભાઈચારા અને પારિવારીક પ્રેમ સાથે પાછું ફરશે. શ્રેયાંશ પાંડે દ્વારા સર્જાયેલી આ સિરીઝ સાથે જામીલ ખાન, ગીતાંજલિ કુલકર્ણી, વૈભવ રાજ ગુપ્તા અને હર્ષ મયાર જેવા પ્રતિભાશાળી કલાકારો જોડાયેલા છે અને સરળ વાર્તા અને સચોટ અભિનય દર્શકોને મિશ્રા પરિવારનો ભાગ જ બનાવીદે છે.
આ સિરીઝમાં મિશ્રા પરિવારની દૈનિક જીવનની નાની-નાની ઘટનાઓ અને તેમના સંઘર્ષોને દર્શાવાય છે જે દર્શકોને તેમની પોતાની જીવનની વાર્તાઓ સાથે જોડી શકે છે અને તેથી જ દર્શકોને આ સિરીઝની એક હાસ્યત્મક ભાવનાઓની સફરપર લઈ જાય છે અને તેમને પોતાના જીવનના સુખ-દુઃખમાં સાથે રહેવાનું શીખવે છે.
'ગુલ્લક'ની ચોથી સિઝનનું ટ્રેલર બતાવે છે આ સિઝનમાં યુવાનો કેટલાક પ્રશ્નો, ભાવનાઓ અને પ્રસંગોની વાત કરવામાં આવશે. અમન મિશ્રા, જેને હર્ષ મયાર ભજવે છે, તે પોતાની યુવાનીની તરફ છે અને તેની સાથે જ તેના પહેલા પ્રેમ કે આકર્ષણણી ઝલક પણ ટ્રેલરમાં જોવા મળે છે, જેમાં તે અદિતિ તરફ આકર્ષિત થાય છે. અમનના તેના મોટા ભાઈ આનંદ સાથેના સંબંધોમાં પણ પરિવર્તન આવે છે, કારણ કે અમન પ્રાઈવાસી વગેરેની ડિમાંડ કરે છે. એક વાક્યમાં કહીએ તો અમનની વયસ્કતાની સાથે તેના પરિવારની ટકરાવની વાર્તામાં તેની સ્વતંત્રતા અને પ્રેમની શોધની વાર્તાનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ગુલ્લક સિઝન 4ના ટ્રેલરને જોઈને નેટિઝન્સની પ્રતિક્રિયાઓ ખૂબ જ રસપ્રદ છે. આ ટ્રેલર જાહેર થયા પછી, સોશિયલ મીડિયા પર ચાહકોની પ્રતિક્રિયાઓનું પૂર આવ્યું છે. નેટિઝન્સે આ ટ્રેલરને 'એપિક' ગણાવ્યું છે અને ઘણાં લોકોએ તેમની ઉત્સુકતા અને આગામી સિઝન માટેની આતુરતા વ્યક્ત કરી છે. કેટલાક લોકોએ TVFને બીરડાવ્યું છે કે પહેલા પંચાયાત અને હવે ગુલ્લક, પોતાના દર્શકોને ખુશ કરવાનો એક પણ મોકો તેઓ નથી ચુકતા.
ગુલ્લક સિઝન 4 નું પ્રસારણ 7 જૂનથી સોની લિવ પર શરૂ થશે, અને જે દર્શકો એ પાછલી સિઝનો નથી જોઈ તેમની પાસે સોની લિવ ઉપર પાછલી સિઝન જોવાની તક પણ છે. કદાચ કોઈ ભારતીય વેબ સિરીઝની ચોથી સીઝન બની હોય તે પાહીલઈ વાર બન્યું છે. દર્શકો આતુરતાથી આ નવી સિઝનની રાહ જોઈ રહ્યા છે, આશા છે કે તે પાછલી સિઝનો જેવી જ મનોરંજક અને હૃદયસ્પર્શી હશે.