હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત, વેપાર

ફળોનો રાજા આવી ગયો બજારમાં કેરળથી અમદાવાદના બજારમાં પહોંચી હાફુસ કેરી , જો ખિસ્સા ભરેલા હોય તો પહોંચી જાવ બજાર અત્યાર સુધી કેરીની ગુણવત્તાને લઈને કોઈ ફરિયાદ જણાઈ નથી.

Posted 1 year ago with 25 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: કાલુપુર ફ્રૂટ માર્કેટના ફ્રુટ્સના વેપારીએ જણાવ્યું હતું કે કેરી રસિકો પહેલેથી જ બલ્કમાં ખરીદી કરી રહ્યા છે. અમે દરરોજ 100 પેટીઓનું વેચાણ કરીએ છે

ફળોનો રાજા આવી ગયો બજારમાં કેરળથી અમદાવાદના બજારમાં પહોંચી હાફુસ કેરી , જો ખિસ્સા ભરેલા હોય તો પહોંચી જાવ બજાર  અત્યાર સુધી કેરીની ગુણવત્તાને લઈને કોઈ ફરિયાદ જણાઈ નથી.
1/1

ફળોનો રાજા આવી ગયો બજારમાં કેરળથી અમદાવાદના બજારમાં પહોંચી હાફુસ કેરી , જો ખિસ્સા ભરેલા હોય તો પહોંચી જાવ બજાર  

કેરળથી અમદાવાદના બજારમાં પહોંચી હાફુસ કેરી , જો ખિસ્સા ભરેલા હોય તો પહોંચી જાવ બજાર  

અમદાવાદઃ ગુજરાતીઓ આમ તો કેસર કેરીની રાહ જોઈને બેઠા છે, પરંતુ એક એવો વર્ગ છે જેમને હાફુસ કેરી પણ ભાવે છે. તો આ લોકો માટે ખાસ સમાચાર છે. આલ્ફન્સો (હાફુસ) કેરળથી અમદાવાદના બજારોમાં આવી પોંહચી છે. કેરીની પ્રીમિયમ વેરાયટી બજારોમાં આવી છે. વેપારીઓ વેચાણની જાહેરાતો કરી રહ્યા છે ત્યારે જથ્થાબંધનો ભાવ (WHOLESALE PRICE) રૂ.1,000 થી રૂ.1,300 પ્રતિ ડઝન અને પૂર્વ અને પશ્ચિમ અમદાવાદના છૂટક બજારોમાં રૂ.1,100 થી રૂ. 1,500 પ્રતિ ડઝન છે. એટલે જો ખિસ્સામાં પૈસા હોય તો બજાર તરફ દોટ મૂકવામાં કંઈ વાંધો નથી. 

નરોડા અને કાલુપુર ફ્રુટ બજારમાં જથ્થાબંધ વેપારીઓને છુટકવેપારી પાસેથી સારો એવો રિસપોન્સ મળ્યો છે. બદામ અને સુંદરી ટાઈપની કેરી સાથે આલ્ફોન્સોના વહેલા આવી જવાથી કેરીના રસિયાઓ ભાવ દેવા તૈયાર થઈ જતા હોય છે. જોકે કેરી એપ્રિલ મહિનાથી મળવાની શરૂઆત થાય છે અને ત્યારબાદ ભાવ પોષાય તેવા થતાં હોવાથી સામાન્ય જનતા પણ તેનો સ્વાદ માણી શકે છે. 

નરોડામાં ફ્રુટ્સના જથ્થાબંધ વેપારીએ કહ્યું અમને દરરોજ 2.5 ટન આસપાસ આલ્ફોન્સો મળે છે, જે તરત જ વેચાઈ જાય છે. કેરળના ખેડૂતોનુ કહેવુ છે જો હવામાન બે મહિના સુધી આવું જ રહેશે તો તાલાલા અને દક્ષિણ ગુજરાતમાં પણ આલ્ફોન્સો અને કેસરનો મેગા પાક જોવા મળશે. 

કાલુપુર ફ્રૂટ માર્કેટના ફ્રુટ્સના વેપારીએ જણાવ્યું હતું કે કેરી રસિકો પહેલેથી જ બલ્કમાં ખરીદી કરી રહ્યા છે. અમે દરરોજ 100 પેટીઓનું વેચાણ કરીએ છે અને અત્યાર સુધી કેરીની ગુણવત્તાને લઈને કોઈ ફરિયાદ જણાઈ નથી. વેપારમાં તેજી આવવાની તૈયારી છે . બોપલ, પ્રહલાદનગર, મણિનગર અને આશ્રમ રોડમાં રિટેલ આઉટલેટ ચલાવતા વેપારીઓએ કહ્યું અમને દરરોજ 15 થી 20 બોક્સના પ્રિ ઓર્ડર મળી રહ્યા છે. સિઝનની શરુઆતથી જ ખાસી ડિમાન્ડ જોવા મળી રહી છે માટે વેચાણમાં વધારો થયો છે.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

મોદી મેજીકે મમતાના સૂપડા સાફ કરી દીધા ,પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ૧૫ વર્ષના શાસનના યુગનો અંત.

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતના ત્રણ તાલુકામાં ભર ઉનાળે વરસાદ પડ્યો હતો. સવારના પહોરમાં જ 1 ઇંચ સુધી વરસાદ ખાબક્યો.