સમાચાર સારાંશ: તેમનું નામ પાર્ટીના એવા નેતાઓમાં સામેલ હતું કે જેમની ડિપોઝીટ જપ્ત કરવામાં આવી હતી.
હરિયાણા વિધાનસભા ચૂંટણી ૨૦૨૪ આ દિગ્ગજ નેતાએ ગુમાવી ડિપોઝીટ ભાજપ સરકારમાં હતા નાયબ મુખ્યમંત્રી વિધાનસભાની ચૂંટણી તેમના માટે મોટો આંચકો
વર્ષ 2019 પછી જેજેપી એટલે કે જનનાયક જનતા પાર્ટીના દુષ્યંત ચૌટાલા કિંગ મેકર બન્યા હતા. તેમજ ભારતીય જનતા પાર્ટી સાથે બનેલી ગઠબંધન સરકારમાં તેમને નાયબ મુખ્યમંત્રી પણ બનાવવામાં આવ્યા હતા. જયારે હવે પાંચ વર્ષ બાદ એવી સ્થિતિ છે કે હરિયાણા વિધાનસભા ચૂંટણી 2024માં તેઓ પોતે કે ન તો પાર્ટીનો કોઈ ઉમેદવાર ચૂંટણી જીતી શકે તેમ છે. આ ઉપરાંત સમગ્ર પાર્ટીનો વોટ શેર 1%ને પણ પાર કરી શક્યો નથી.વિધાનસભા ચૂંટણીના થોડા મહિના પહેલા સુધી દુષ્યંત ડેપ્યુટી સીએમ પદ સંભાળી રહ્યા હતા, પરંતુ ભાજપમાં હલચલથી તમામ સમીકરણો બદલાઈ ગયા. જેજેપી અને ભાજપનું ગઠબંધન તૂટી ગયું અને પાર્ટીના સભ્યો અલગ થઈ ગયા અને 2024ની વિધાનસભાની ચૂંટણી તેમના માટે મોટો આંચકો સાબિત થયો. હરિયાણાની ઉચાના કલાન બેઠક પરથી ચૂંટણી લડનાર દુષ્યંતને 5 ટકાથી ઓછા મત મળ્યા હતા. તેમજ તેમનું નામ પાર્ટીના એવા નેતાઓમાં સામેલ હતું કે જેમની ડિપોઝીટ જપ્ત કરવામાં આવી હતી.
આ બેઠક પર ભાજપના દેવેન્દ્ર ચતુર્ભુજ અટારીએ કોંગ્રેસના બ્રિજેન્દ્ર સિંહને માત્ર 32 વોટથી હરાવ્યા છે. દુષ્યંત પણ આ બેઠક પર બે અપક્ષ ઉમેદવારો વિકાસ અને વીરેન્દ્ર ખોખરીયાથી પાછળ રહ્યા. તેઓ 41 હજારથી વધુ મતોથી હારી ગયા. પાર્ટીનો વોટ શેર પણ 15 ટકાથી ઘટીને 1 ટકાથી ઓછો થઈ ગયો હતો.
હરિયાણા વિધાનસભા ચૂંટણીના પરિણામ ગઈકાલે આવ્યા અને આ વખતે કોંગ્રેસને મોટી હારનો સામનો કરવો પડ્યો છે. ચૂંટણીમાં હાર બાદ I.N.D.I.A. ગઠબંધનના સાથીઓના સૂર પણ બદલાઈ ગયા છે અને આ સાથે કોંગ્રેસને 'I.N.D.I.A.' ગઠબંધનના સાથી પક્ષોએ મહારાષ્ટ્ર, ઝારખંડ અને દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી પહેલા તેની વ્યૂહરચનામાં મોટાપાયે ફેરફાર કરવાની સલાહ આપી દીધી છે.
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



