હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

વડોદરા શહેર અને જિલ્લામાં બુધવારે અનરાધાર 13 ઇંચ જેટલો વરસાદ વરસતાં પાણી જ પાણી ગોરવાનું દશામાં તળાવ ફાટ્યું, 300થી વધુ વસાહતીઓ ફસાતા રેસ્ક્યુ

Posted 2 years ago with 69 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: શાળા-કૉલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી

વડોદરા શહેર અને જિલ્લામાં બુધવારે અનરાધાર 13 ઇંચ જેટલો વરસાદ વરસતાં પાણી જ પાણી ગોરવાનું દશામાં તળાવ ફાટ્યું, 300થી વધુ વસાહતીઓ ફસાતા રેસ્ક્યુ
1/2
વડોદરા શહેર અને જિલ્લામાં બુધવારે અનરાધાર 13 ઇંચ જેટલો વરસાદ વરસતાં પાણી જ પાણી ગોરવાનું દશામાં તળાવ ફાટ્યું, 300થી વધુ વસાહતીઓ ફસાતા રેસ્ક્યુ
2/2

વડોદરા શહેર અને જિલ્લામાં બુધવારે અનરાધાર 13 ઇંચ જેટલો વરસાદ વરસતાં પાણી જ પાણી ગોરવાનું દશામાં તળાવ ફાટ્યું, 300થી વધુ વસાહતીઓ ફસાતા રેસ્ક્યુ 

વડોદરા શહેર અને જિલ્લામાં બુધવારે અનરાધાર 13 ઇંચ જેટલો વરસાદ વરસતાં સંસ્કારી નગરીમાં પાણી જ પાણી થઈ ગયું હતું. આખું શહેર બોટમાં ફેરવાઈ જતાં એનડીઆરએફની ટીમ બોટ લઈને શહેરમાં રેસ્ક્યુ માટે ફરતી જોવા મળી હતી. વિશ્વામિત્રી નદીમાં ભયજનક સપાટી 26 ફૂટ છે, ભારે વરસાદના લીધે વિશ્વામિત્રી નદીએ આ સપાટી વટાવી દીધી છે. હાલ વિશ્વામિત્રી નદી 27 ફૂટે વહી રહી છે. શહેરના તમામ વિસ્તારોમાં ઠેરઠેર ગોઠણસમા વરસાદી પાણી ભરાયા છે. શાળા-કૉલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે.ભારે વરસાદને કારણે વિશ્વામિત્રી નદીમાં પાણી છોડવામાં આવતાં શહેરના નીચાણવાળા વિસ્તારો જેવા કે કમાટીપુરા, જલારામ નગર, આકોટા ગામની ઝૂંપડપટ્ટી સહિતના વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા છે. 

જેના લીધે લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે અને માલ-સામાનનું ભારે નુકસાન થયું છે. શહેરમાં ભારે વરસાદને કારણે લગભગ તમામ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા જેનો નિકાલ કરવામાં કોર્પોરેશન નિષ્ફળ નિવડ્યું છે, આજે કોર્પોરેશનના અધિકારીઓ દિવસભર દોડતા રહ્યા પરંતુ વરસાદ સતત ચાલુ રહેવાના કારણે પાણીનો નિકાલ કરવામાં ભારે વિલંબ થયો હતો. 

ચાર ઝોનમાં 120 વિસ્તારની 485 સોસાયટી અને 150 વસાહતોમાં વરસાદી પાણી ફરી વળ્યા છે. બીજી તરફ 'વિશ્વામિત્રી' નદીમાં પાણી છોડવામાં આવતાં શહેરના માર્ગો ઉપર મગર જોવા મળ્યા હતા. 

ભારે વરસાદના લીધે શહેરના મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં વાહનચાલકો અને ખાસ કરીને સિનિયર સિટીઝન મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. એટલું જ નહિં અનેક દુકાનો તેમજ મકાનમાં પણ પાણી ભરાઈ ગયા હતા. ભારે વરસાદને કારણે શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલી 85 સોસાયટીઓ અને 20 વસાહતમાં ગોઠણસમા પાણી ભરાઈ ગયા હતા.

વડોદરાના ગોરવા વિસ્તારમાં આવેલું દશામાં તળાવ ફાટતાં આસપાસના વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા અને લોકોને ખસેડવાની કામગીરી હાથ ધરાઈ હતી. વરસાદને કારણે આજે તળાવ ઓવરફલો થતાં આસપાસના રહેણાક વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. ફાયર બ્રિગેડ, સ્થાનિક કાઉન્સિલરની ટીમ તેમજ પોલીસ દ્વારા રેસ્ક્યુની કામગીરી કરાતાં 300થી વધુ લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

ગુજરાત, ઇવેન્ટ્સ, ધર્મ

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ મેમનગર ખાતે 80મા સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી

ગુજરાત, સોશિયલ મીડીયા, લાઈફ સ્ટાઈલ

Hästens Ahmedabad ખાતે CIIના યંગ ઈન્ડિયન્સ અમદાવાદ ચેપ્ટર માટે સ્લીપ સપા અને સાઉન્ડ હેયલીનગ સેશન