હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ભારત, ગુજરાત

ગુજરાત સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, ગુજરાત, કર્ણાટક અને કેરળમાં ભારે વરસાદની સંભાવના

Posted 2 years ago with 69 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: દેશમાં અનેક રાજ્યોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે.

ગુજરાત સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, ગુજરાત, કર્ણાટક અને કેરળમાં ભારે વરસાદની સંભાવના
1/2
ગુજરાત સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, ગુજરાત, કર્ણાટક અને કેરળમાં ભારે વરસાદની સંભાવના
2/2

ગુજરાત સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, ગુજરાત, કર્ણાટક અને કેરળમાં ભારે વરસાદની સંભાવના 

દેશમાં અનેક રાજ્યોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. જેના પગલે અનેક જગ્યાએ પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. મંગળવારે (16 જુલાઈ) મધ્ય ભારત, પશ્ચિમ ભારત અને ઉત્તરના કેટલાક ભાગોમાં પણ સારો વરસાદ થયો હતો. 

ત્યારે હવે ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા આજે (17 જુલાઈ) ગુજરાત સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરી છે.હવામાન વિભાગના જણાવ્યાનુસાર, છત્તીસગઢ અને તેની આસપાસના વિસ્તારોમાં લો પ્રેશર સર્જાયું છે તેમજ 18 જુલાઈની આસપાસ બંગાળની ખાડીમાં વધુ એક લો પ્રેશર બનવાની શક્યતા છે. ત્યારે હવામાન વિભાગે આગામી 5 દિવસમાં તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં છૂટાછવાયાથી મધ્યમ વરસાદની શક્યતા છે. આ ઉપરાંત કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, ગુજરાત, કર્ણાટક અને કેરળમાં છૂટાછવાયા તેમજ ભારે વરસાદ પડી શકે છે.

ઉપરાંત 18 અને 19 જુલાઈએ કોંકણ અને ગોવામાં અલગ-અલગ સ્થળોએ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. 18મીથી 20મી જુલાઈ દરમિયાન મધ્ય મહારાષ્ટ્રમાં, 17મી જુલાઈએ કર્ણાટક અને તમિલનાડુમાં વરસાદ થઈ શકે છે. 

હવામાન વિભાગે વધુમાં જણાવ્યું હતું કે પૂર્વ રાજસ્થાનમાં આગામી ચાર-પાંચ દિવસ સુધી ચોમાસું સક્રિય રહેશે. રાજ્યના કોટા અને ઉદયપુર વિભાગમાં વિવિધ સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. કર્ણાટકમાં અવિરત વરસાદ ચાલુ છે. રાજ્યના ઉત્તરા કન્નડ જિલ્લામાં મંગળવારે ભૂસ્ખલન થયું હતું, જેના પરિણામે 4 લોકોના મોત થયા હતા. 

ઉત્તર કન્નડ જિલ્લાના શિરુર ગામ પાસે નેશનલ હાઈવે 66 પર ભૂસ્ખલન થતા 7 લોકો તેની ઝપેટમાં આવી ગયા. તેમાં એક જ પરિવારના ચાર સભ્યોનો પણ સમાવેશ થાય છે. પોલીસે અત્યાર સુધીમાં ચાર મૃતદેહને બહાર કાઢ્યા છે. અન્ય લોકોને શોધવા માટે સર્ચ ઓપરેશન ચાલુ છે.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

ગુજરાત, સામાજીક, કલા અને સંસ્કૃતિ

કલાતીર્થનો ભગીરથ પ્રયાસ: સંખેડાની કાષ્ઠકલા-કસબ અને લાખકામ ઉદ્યોગનું અનન્ય દસ્તાવેજીકરણ સાથે અભૂતપૂર્વ ગ્રંથ.

બ્રેકિંગ ન્યૂઝ, ભારત

સોનમ વાંગચુકની હડતાળ ચાલુ રહેશે: સારવાર અંગે તેમની પત્ની ગીતાંજલિને સફદરજંગ હોસ્પિટલ પર ભરોસો નથી.