હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
ગુજરાત

દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો હવામાન વિભાગે આગામી 23 ઑક્ટોબર સુધી ભારેથી હળવા વરસાદની આગાહી કરી

Posted 1 year ago with 31 views

Story by Team Samachar Sathe | 4 mins read

સમાચાર સારાંશ: મોડી સાંજે સુરતમાં વરસાદ વરસ્યો. જેમાં શહેરના સ્ટેશન રોડ, ગાંધી રોડ, શાસ્ત્રી રોડ સહિત માંડવી, ઓલપાડ, માંગરોળ તાલુકામાં ધોધમાર વરસાદ અને બારડોલીમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો.

દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો હવામાન વિભાગે આગામી 23 ઑક્ટોબર સુધી ભારેથી હળવા વરસાદની આગાહી કરી
મેઘરાજાએ ફરી એન્ટ્રી મારી
1/1

દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો હવામાન વિભાગે આગામી 23 ઑક્ટોબર સુધી ભારેથી હળવા વરસાદની આગાહી કરી

ચોમાસાની વિદાય સમયે મેઘરાજાએ ફરી એન્ટ્રી મારી છે, ત્યારે હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યના દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. હવામાન વિભાગે આગામી 23 ઑક્ટોબર સુધી ભારેથી હળવા વરસાદની આગાહી કરી છે. આજે શનિવારે (19 ઑક્ટોબરે) 42 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. 

દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો હવામાન વિભાગે આગામી 23 ઑક્ટોબર સુધી ભારેથી હળવા વરસાદની આગાહી કરી

જેમાં જૂનાગઢના મેંદરડામાં 3.54 ઇંચ, માળિયા હાટિનામાં 2.76 ઇંચ અને કેસોદમાં 2.72 ઇંચ, સુરતના ઉમરપાડામાં 2.17 ઇંચ, વલસાડના કપરાડામાં 1.81 ઇંચ, સુરતના પલાસણમાં 1.57 ઇંચ, અમરેલીના લાઠીમાં 1.50 ઇંચ, જામનગરના લાલપુરમાં 1.34 ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે આ સિવાયના 34 તાલુકામાં દોઢ ઇંચથી ઓછો વરસાદ ખાબક્યો છે. તાપીના વ્યારા શહેર અને ગ્રામીણ વિસ્તારમાં ઉકળાટ બાદ પવન સાથે વરસાદ ખાબક્યો. જેમાં વાલોડ, ડોલવણ, સોનગઢ સહિતના તાલુકામાં વરસાદ વરસતા ડાંગર પકવતા ખેડૂતો ચિંતામાં મૂકાયા.

મોડી સાંજે સુરતમાં વરસાદ વરસ્યો. જેમાં શહેરના સ્ટેશન રોડ, ગાંધી રોડ, શાસ્ત્રી રોડ સહિત માંડવી, ઓલપાડ, માંગરોળ તાલુકામાં ધોધમાર વરસાદ અને બારડોલીમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો. આ સાથે તરસાડીનગર, કોસંબાના બજાર વિસ્તારમાં ભરાયા વરસાદી પાણી છે. જ્યારે માણેકપુર, અસ્તાન, ધામરોડ ગામો સહિતના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો.

જ્યારે દેવભૂમિ દ્વારકામાં જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબકતાં કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા, રસ્તા પર પાણી ભરાતાં વાહનચાલકોને હાલાકી પડી.હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આવતી કાલે (20 ઑક્ટોબર) સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર સહિત દક્ષિણ ગુજરાતના નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળો ભારે વરસાદને પગલે યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

રાજ્યમાં 21 ઑક્ટોબરે સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ સહિત ભરૂચ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, 22-23 ઑક્ટોબરે દક્ષિણ ગુજરાતના તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.  

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

ગુજરાત, સામાજીક, કલા અને સંસ્કૃતિ

કલાતીર્થનો ભગીરથ પ્રયાસ: સંખેડાની કાષ્ઠકલા-કસબ અને લાખકામ ઉદ્યોગનું અનન્ય દસ્તાવેજીકરણ સાથે અભૂતપૂર્વ ગ્રંથ.

બ્રેકિંગ ન્યૂઝ, ભારત

સોનમ વાંગચુકની હડતાળ ચાલુ રહેશે: સારવાર અંગે તેમની પત્ની ગીતાંજલિને સફદરજંગ હોસ્પિટલ પર ભરોસો નથી.