હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

25 જૂન સુધીમાં અમદાવાદમાં મૂશળધાર વરસાદ થવાની શક્યતા ગુજરાતમાં ચોમાસુ થશે સક્રિય વલસાડમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ. ઉત્તર ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું

Posted 1 year ago with 100 views

Story by Team Samachar Sathe | 4 mins read

સમાચાર સારાંશ: વહેલી સવારે વરસાદના કારણે સમગ્ર વલસાડ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ઠંડક પ્રસરી

25 જૂન સુધીમાં અમદાવાદમાં મૂશળધાર વરસાદ થવાની શક્યતા ગુજરાતમાં ચોમાસુ થશે સક્રિય વલસાડમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ.  ઉત્તર ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું
1/3
25 જૂન સુધીમાં અમદાવાદમાં મૂશળધાર વરસાદ થવાની શક્યતા ગુજરાતમાં ચોમાસુ થશે સક્રિય વલસાડમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ.  ઉત્તર ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું
2/3
25 જૂન સુધીમાં અમદાવાદમાં મૂશળધાર વરસાદ થવાની શક્યતા ગુજરાતમાં ચોમાસુ થશે સક્રિય વલસાડમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ.  ઉત્તર ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું
3/3

 25 જૂન સુધીમાં અમદાવાદમાં મૂશળધાર વરસાદ થવાની શક્યતા ગુજરાતમાં ચોમાસુ થશે સક્રિય વલસાડમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ

11 જૂને ચોમાસું (Monsoon) નવસારીમાં પ્રવેશ્યું હતું, પરંતુ નબળી સિસ્ટમના કારણે તે આગળ વધી શક્યું નહોતું. હવે ઉત્તર ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે, જેના કારણે 25 જૂન સુધીમાં અમદાવાદમાં મૂશળધાર વરસાદ (Rain) થવાની શક્યતા છે.

આજે અમરેલી, ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, અરવલ્લી, સુરત, વલસાડ, નવસારી, ડાંગ અને વડોદરામાં વરસાદ (Rain) થશે. આ સાથે 30 થી 40 કિમીની ઝડપે પવન પણ ફૂંકાશે.જો કે, ચોમાસું (Monsoon) અટવાતા રાજ્યના 31 જિલ્લાઓમાં વરસાદ (Rain)ની ઘટ નોંધાઈ છે. જૂન મહિનામાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં 66% અને ગુજરાતમાં 74% ઓછો વરસાદ (Rain) થયો છે.

છતાં, આગામી દિવસોમાં વરસાદ (Rain)ની ઘટ ઓછી થવાની શક્યતા છે. દ્વારકા અને પોરબંદર જિલ્લામાં ગઈકાલે બપોરે બે ઈંચ વરસાદ (Rain) પણ નોંધાયો હતો.

વલસાડ જિલ્લાના વાપી અને ઉમરગામ શહેરમાં ગુરુવારે સાંજે ભારે વરસાદ થયો હતો, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું હતું.વરસાદના કારણે વાપીના હાઇવે પર ટ્રાફિક જામ થયો હતો અને વાહનોની ગતિ ધીમી પડી હતી. ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું હતું, જેના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

ઉમરગામ તાલુકાના સારીગામ અને સંજાણ ગામમાં પણ વરસાદ ખૂબ જ ઘણો થયો હતો. વરસાદના કારણે બજારોમાં પાણી ભરાઈ ગયા હતા અને લોકોને છત્રી અને રેનકોટનો ઉપયોગ કરવો પડ્યો હતો. ઘણા લોકોના ઘરોમાં પણ પાણી ભરાઈ ગયું હતું.

વલસાડ શહેરમાં ગુરુવાર મધ્યરાત્રિથી શુક્રવાર સવાર સુધી ગાજવીજ સાથે ભારે વરસાદ થયો હતો. વરસાદના કારણે શહેરના મોગરાવાડી ગરનાળામાં પાણી ભરાઈ ગયું હતું.હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આજથી ચોમાસું ફરી સક્રિય થશે અને રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ થશે.

11 જૂને ચોમાસું નવસારીમાં પ્રવેશ્યું હતું, પરંતુ નબળી સિસ્ટમના કારણે તે આગળ વધી શક્યું નહોતું. હવે ઉત્તર ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે, જેના કારણે 25 જૂન સુધીમાં અમદાવાદમાં મૂશળધાર વરસાદ થવાની શક્યતા છે. ઘણા અન્ય વિસ્તારોમાં પણ પાણી ભરાયા હતા જ્યાં પ્રી મોન્સૂનની કામગીરી પૂર્ણ થઈ નથી.

વરસાદ ધીમો થતાં હવે રાહત મળી છે. વહેલી સવારે વરસાદના કારણે સમગ્ર વલસાડ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ઠંડક પ્રસરી ગઈ છે.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

મોદી મેજીકે મમતાના સૂપડા સાફ કરી દીધા ,પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ૧૫ વર્ષના શાસનના યુગનો અંત.

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતના ત્રણ તાલુકામાં ભર ઉનાળે વરસાદ પડ્યો હતો. સવારના પહોરમાં જ 1 ઇંચ સુધી વરસાદ ખાબક્યો.