હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

જૂનાગઢ જિલ્લામાં વરસાદની રમઝટ માળીયા તાલુકાના ગીર વિસ્તારમાં વધારે વરસાદને કારણે તાલુકાના અમરાપુરગીર ગામે આવેલી વ્રજમી નદીમાં પુર આવ્યું

Posted 2 years ago with 605 views

Story by રિપોર્ટ :- પરેશ વાઢીયા (વાઢીયાભાઈ)-- જૂનાગઢ | 3 mins read

સમાચાર સારાંશ: જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીના અને માંગરોળ તાલુકા સહિત કેશોદ તાલુકા તેમજ આસપાસના વિસ્તારમાં વરસાદ ખાબક્યો હતો

જૂનાગઢ જિલ્લામાં વરસાદની રમઝટ માળીયા તાલુકાના ગીર વિસ્તારમાં વધારે વરસાદને કારણે તાલુકાના અમરાપુરગીર ગામે આવેલી વ્રજમી નદીમાં પુર આવ્યું
1/2
જૂનાગઢ જિલ્લામાં વરસાદની રમઝટ માળીયા તાલુકાના ગીર વિસ્તારમાં વધારે વરસાદને કારણે તાલુકાના અમરાપુરગીર ગામે આવેલી વ્રજમી નદીમાં પુર આવ્યું
2/2

જૂનાગઢ જિલ્લામાં વરસાદની રમઝટ માળીયા તાલુકાના ગીર વિસ્તારમાં વધારે વરસાદને કારણે તાલુકાના અમરાપુર ગીર ગામે આવેલી વ્રજમી નદીમાં પુર આવ્યું

જૂનાગઢ જિલ્લામાં આજે બપોર બાદ વરસાદની રમઝટ બોલી હતી ત્યારે જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીના અને માંગરોળ તાલુકા સહિત કેશોદ તાલુકા તેમજ આસપાસના વિસ્તારમાં વરસાદ ખાબક્યો હતો 

વહેલી સવારથી વાતાવરણમાં અસહ્ય ગરમી અને ઉકળાટથી લોકો કંટાળી ગયા હતા .જેમાં લોકો ઇલેક્ટ્રિક પંખા થી રાહત મેળવી શકે પરંતુ કમનસીબે વિજલાઈન પણ ખોરવાઈ હતી અને લોકોને ગરમી નો સામનો કરવો પડ્યો હતો જ્યારે બપોર ના 3 વાગ્યા થી વરસાદની કડાકા અને વીજળીના ઝબકારા સાથે એન્ટ્રી થતા વાતાવરણ માં ઠંડક પ્રસરી હતી ત્યારે અત્યાર સુધી તાલુકા ના ગીર વિસ્તાર ના ગામડામાં નદીઓમાં નવા નીર વહેતા થયા હતા જેમાં માળીયા તાલુકા ના ગીર વિસ્તાર માં વધારે વરસાદ ને કારણે તાલુકાના અમરાપુર ગીર ગામે આવેલી વ્રજમી નદીમાં પુર આવ્યું હતું તેમજ તરસિંગડા ગામેથી નીકળતી મેઘલ નદીમાં પણ નવા નીર વહેતા થયા હતા 

જ્યારે તાલુકાના ગીર વિસ્તાર સિવાયના ગામડાઓમાં સામાન્ય વરસાદ જોવામાં મળ્યો હતો ત્યારે હાલ બે દિવસ અગાઉ પડેલા વરસાદ અને આજે પડેલા વરસાદથી જમીન માં સારા પ્રમાણ માં પાણી ઉતરતા ભેજ વાળું વાતાવરણ બન્યું છે જેથી આવતી કાલ થી ખેડૂતો પોતાના ખેતર માં મગફળી ના પાક ની વાવણી ના શ્રી ગણેશ કરશે 

જૂનાગઢના ગિરનાર પર્વત પર વરસાદી માહોલ જામ્યો છે .

ગિરનાર પર્વત પર આહલાદક દ્રશ્યો સર્જાયા હતા .

ગિરનાર પર્વત પરના વાતાવરણમાં ઠંડક પ્રસરી છે .મનમોહક વાતાવરણના દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા 

ગુજરાતમાં સવારે 6થી સાંજે 6 વાગ્યા સુધીમાં 66 તાલુકામાં વરસાદ, કોડીનાર, જૂનાગઢ તાલુકા અને શહેરમાં વરસ્યો 3 ઈંચ વરસાદ, ટંકારા અને ગોંડલમાં વરસ્યો 2.75 ઈંચ વરસાદ, દાંતામાં 2.5 ઈંચ તો જેતપુર અને સુત્રાપાડામાં 2 ઈંચ વરસાદ, કાલાવડ અને મેંદરડામાં 1.75 ઈંચ વરસાદ, વેરાવળ, માંગરોળ, ઈડર અને મોરવાહડફમાં 1.25 ઈંચ વરસાદ

રિપોર્ટ :- પરેશ વાઢીયા (વાઢીયાભાઈ)-- જૂનાગઢ

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

ગુજરાત, ઇવેન્ટ્સ, ધર્મ

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ મેમનગર ખાતે 80મા સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી

ગુજરાત, સોશિયલ મીડીયા, લાઈફ સ્ટાઈલ

Hästens Ahmedabad ખાતે CIIના યંગ ઈન્ડિયન્સ અમદાવાદ ચેપ્ટર માટે સ્લીપ સપા અને સાઉન્ડ હેયલીનગ સેશન