સમાચાર સારાંશ: મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં પણ વરસાદની શક્યતાને પગલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આજે પણ ગુજરાતના 6 જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
ગુજરાતના 6 જિલ્લામાં આજે ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી, અતિભારે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદ આવી રહ્યો છે. રાજ્યમાં મોટાભાગ વિસ્તારોમાં મેઘમહેર થઈ ગઈ છે. આજની વાત કરવામાં આવે તો હવામાન વિભાગ દ્વારા કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી છે. આ સાથે સાથે મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં પણ વરસાદની શક્યતાને પગલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આજે પણ ગુજરાતના 6 જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ જિલ્લાઓમાં ભારે વરસાદની સાથે યલો એલર્ટ જાહેર
રાજ્યના 6 જિલ્લામાં આજે ઓરેન્જ એલર્ટ આપવાામાં આવ્યું છે, તો જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, અમદાવાદ, ગાંધીનગર, આણંદ, ખેડા, પાટણ, મહેસાણા, મહિસાગર દાહોદ, પંચમહાલ, તાપી અને ડાંગમાં ભારે વરસાદની સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મૂળ તો હવે વિધિવત રીતે ચોમાસાની શરુઆત ગઈ છે. જેથી વરસાદ તો આ ચાર મહિના પડવાનો જ છે, જેમાં ક્યાંર ભારે, ક્યાંક હળવો તો ક્યાંક અતિ ભારે વરસાદ પડે તેવી તેવી આગાહી કરવામાં આવી છે.
ગુજરાતમાં સૌરાષ્ટ્રના વિસ્તારોમાં અતિ ભારે વરસાદ નોંધાયો છે. જેના કારણે જનજીવન પણ પ્રભાવિત થયું હોવાના આંકડા પ્રકાશમાં આવ્યાં હતા. અનેક લોકોનું સ્થાળંતર કરવામાં આવ્યું તો ભારે વરસાદને પગલે પાણીમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું હતું. ગઈ કાલની વાત કરવામાં આવે તો, બનાસકાંઠા અને સાબરકાંઠામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ખેડબ્રહ્મામાં 3 ઇંચ અને અરવલ્લીમાં 5 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



