સમાચાર સારાંશ: ભારે વરસાદ અને પુરથી પાક ધોવાયો જમીનનું થયું ધોવાણ લોકો પાણીમાં રહેવા મજબુર શાળાઓ બંધ.
જૂનાગઢ જિલ્લાના ઘેડ પંથકમાં ભારે વરસાદ ને કારણે ઘેડ વિસ્તાર માં ભારે હાલાકી વરસાદી પાણી અને નદીઓના પાણીએ ઘેડને બેટમાં બદલ્યું ભારે વરસાદ અને પુરથી પાક ધોવાયો જમીનનું થયું ધોવાણ લોકો પાણીમાં રહેવા મજબુર શાળાઓ બંધ.
જૂનાગઢ જિલ્લાના ઘેડ પંથકમાં ભારે વરસાદ ને કારણે ઘેડ વિસ્તારમાં ભારે હાલાકી લોકોનું જીવન બેહાલ જ્યારે પશુઓ માટે ઘાસ ચારા ની અછત વરસાદની સાથે નદીઓ ના પાણીએ વર્તાવ્યો કાળો કહેર
આ વર્ષે વરસાદી માહોલ ની તો દર વર્ષ કરતા આ વર્ષે વરસાદ નું પ્રમાણ વધારે છે ત્યારે તેમાં પણ જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદ પડ્યો હતો જેમાં ઘેડ વિસ્તાર માં એક તરફ વરસાદી પાણી અને બીજી તરફ નદીઓના પાણી એ કાળો કહેર વર્તાવ્યો હતો
ત્યારે ઘેડ વિસ્તારમાં સાબલી નદી,મધુવન્તિ નદી,ભાદર નદી, અને ખાસ ઓઝત નદીના પાણી ફરી વળ્યાં હતા જેને કારણે સમગ્ર ઘેડ પંથક બેટમાં ફેરવાઈ ગયું હતું જ્યારે ગામડાઓ સંપર્ક વિહોણા બન્યા હતા
ઘેડ વિસ્તારમાં આવેલ પાણી ને કારણે લોકોના ઘરમાં પાણી ઘુસી ગયા હતા જેને કારણે લોકોની ઘર વખરી પલળી જાવા પામી હતી સાથે સાથે નદીઓ ના પાણી ખેતરોમાં ફરી વળતાં ખેતરોમાં ધોવાણ થયું હતું અને ઉભા પાક જમીનદોસ્ત થતા ખેડૂતો ને માથે ઓઢી ને રડવા નો વારો આવ્યો હતો
સાથે સાથે ઘેડ વિસ્તારના લોકો ને પશુઓ માટે ઘાસ ચારા ને લઈ ને પણ ભારે પરેશાની માંથી પસાર થવું પડે છે તેમજ પોતાના બાળકો અભ્યાસ માટે જય શકતા નથી જેથી ઘેડ વિસ્તાર માં લોકો ભારે પરેશાની વેઠી રહિયા છે
જ્યારે દર વર્ષે સર્જાતી આ સમસ્યા માં સરકાર દ્વારા અત્યાર સુધી કોઈ નિરાકરણ કરી શકી નથી ત્યારે આ વખતે નવા ચૂંટાયેલ સાંસદ મનસુખભાઇ માન્ડવીયા દ્વારા મુલાકાત લેવામાં આવી હતી અને ઉપલી કક્ષા એ રજુવાત કરતા હવે સરકાર દ્વારા ઘેડ વિસ્તાર માટે માસ્ટર પ્લાન ત્યાર થયા ના સમાચાર પ્રાપ્ત થઈ રહિયા છે ત્યારે હવે સરકાર દ્વારા કેવો પ્લાન ત્યાર કરવામાં આવશે તે તો પ્લાન આવિયા પછી જ ખ્યાલ આવશે જ્યારે બીજી તરફ ઘેડ વિસ્તારના લોકોને સરકારના આવા કોઈ પ્લાન પર ભરોસો નથી કેમ કે સરકાર દ્વારા દર વર્ષે વાયદાઓ આપવામાં આવે છે પરંતુ વાયદાઓ પુરા થતા નથી
હાલ તો ખેડૂતો ના ઉભા પાક નિષ્ફળ નીવડ્યા છે ત્યારે ખેડૂતો દ્વારા જણાવાયું છે કે નુકશાની નું વહેલી તકે સર્વે કરવામાં આવે અને ખેડૂતોને વળતર આપવામાં આવે
ભારે વરસાદે ઘેડ વિસ્તારને સમુદ્ર જેવી સ્થિતિમાં બદલી નાખતા ઘેડ વિસ્તાર પાણી માં ગરકાવ બન્યો હતો ત્યારે અહીંના ખેડૂતો અને લોકોના જીવનપર ભારે અસર પડી છે અને ભારે હલાકી માંથી પસાર થવું પડી રહીયું છે ત્યારે સરકાર દ્વારા આ વિસ્તાર નું સર્વે કરવાની વાત કરવામાં આવી રહી છે જેની સામે ખેડૂતો નું કહેવું છે કે આ વિસ્તાર માં આવેલી નદીઓ ને ઉડી અને પહોળી કરવા માટે દર વર્ષે અમે કહીએ છે પરંતુ તે કાર્ય કરવામાં નથી આવતું જેથી વહેલી તકે નદીઓ ને ઉડી અને પહોળી કરવામાં આવે તેમજ નદીઓ ના વ્હેણ જે સમુદ્રમાં મળે છે તેમાં એક કેનાલ નો વધારો કરવામાં આવે અને યોગ્ય ટેક્નિક સાથે બારા બનવવામાં આવે જેથી સમુદ્ર નું પાણી પરત ન આવે હાલ પાણી ભરાયેલા છે અને તે પાણી ઓસરતા 15 દિવસ જેવું થશે જ્યારે ખેડૂતો નો પાક સંપૂર્ણ નાશ પામ્યો છે એટલે સર્વે ની કોઈ જરૂર નથી સરકાર ખેડૂતો ને સ્પેશિયલ પેકેજ આપે
ઘેડ વિસ્તારમાં હાલ અત્યારે વરસાદી પાણી અને નદીઓના પાણીએ કહેર વર્તાવ્યો છે ત્યારે ખેડૂતો જણાવી રહિયા છે કે અત્યારે પુર ના પાણી આવે છે અને અમારી જમીનો ધોઈ નાખે છે જ્યારે ઉનાળે અમારે પીવાના પાણી પણ નથી મળતા સાથે સાથે હાલ પુર ના જે પાણી આવ્યા છે તે કેમિકલ વાળા આવ્યા છે જેને કારણે અમારી જમીનો બંજર બનતી જાય છે
ત્યારે વરસાદી પુરના પાણી તો આવ્યા પરંતુ તેમાં જે કેમિકલ આવ્યું તેના કારણે ખેડૂતોને જમીનમાં નુકશાન સાથે સાથે ઘેડ વિસ્તાર ના લોકોના આરોગ્ય માં પણ બદલાવ આવશે અને લોકો ક્યારે કઈ બીમારી નો ભોગ બને તે કહેવું મુશ્કેલ છે ત્યારે આ પાણીમાં કેમિકલ કઈ રીતે આવ્યું તે એક મોટો સવાલ છે
રિપોર્ટ :- પરેશ વાઢીયા (જૂનાગઢ)
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



