સમાચાર સારાંશ: પાંચમી અને છઠ્ઠી ઓગસ્ટની આગાહી રાજ્યમાં આગામી બે દિવસ ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી
ગુજરાતમાં ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી છેલ્લા 24 કલાકમાં 230 તાલુકામાં વરસાદ વરસ્યો દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ
ગુજરાતમાં હાલ મોટા ભાગના જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ વરસી રહ્યો છે. વરસાદી સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગે આજે પણ અનેક જિલ્લામાં ભારે વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે
હવામાન વિભાગની (Meteorological Department)આગાહી (forecast) મુજબ આજે ગુજરાતના 16 જિલ્લામાં ભારે વરસાદ (rain) વરસી શકે છે.
રાજ્યના 16 જિલ્લામાં છુટાછવાયા સ્થળો પર ભારે વરસાદની (rain) હવામાન વિભાગે (Meteorological Department) આગાહી કરી છે. હવામાન વિભાગે વરસાદને લઇને દક્ષિણ ગુજરાતના ત્રણ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, તો સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના 13 જિલ્લામાં વરસાદનું (rain)યલો એલર્ટ જાહેર કર્યું છે.
હવામાન વિભાગની આગાહી વચ્ચે છેલ્લા 24 કલાકમાં 230 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ વરસાદ નવસારી જિલ્લાના વાસંદામાં વરસ્યો છે. અહીં છેલ્લા 24 કલાકમાં 230 તાલુકામાં વરસાદ વરસ્યો છે.બનાસકાંઠા જિલ્લામાં વરસ્યો સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. ધાનેરા, દાંતામાં અઢી અઢી ઈંચ વરસાદ વરસ્યો છે તો વડગામમાં બે ઈંચ વરસાદ વરસ્યો છે. થરાદમાં દોઢ ઈંચ વરસાદ વરસ્યો છે. ડીસા, ભાભર, વાવ, દિયોદરમાં પણ એક ઈંચ વરસાદ વરસ્યો છે. પાલનપુર, લાખણી, અમીરગઢમાં એક ઈંચ વરસાદ વરસ્યો છે.ધોધમાર વરસાદથી નીચાણવાળા વિસ્તારો જળમગ્ન બન્યા છે.
રાજ્યના 16 જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, દક્ષિણ ગુજરાતના ત્રણ જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. સુરત, નવસારી, વલસાડમાં અતિભારે વરસાદ વરસી શકે છે.દમણ, દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં અને અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠામાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે.ભરૂચ, નર્મદા, તાપી, ડાંગમાં પણ આજે ભારે વરસાદનું અનુમાન છે. છોટા ઉદેપુર, દાહોદ, મહીસાગરમાં ભારે વરસાદ વરસી શકે છે. અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠામાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર, રાજ્યમાં ચોથી ઓગસ્ટ સુધી દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જેમાં બનાસકાંઠા, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાયના જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા નો વોર્નિંગ જાહેર કરવામાં આવ્યું છે.
પાંચમી અને છઠ્ઠી ઓગસ્ટની આગાહી રાજ્યમાં આગામી બે દિવસ ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જ્યારે પાંચમી અને છઠ્ઠી ઓગસ્ટના દિવસે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



