હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

આજે હવામાન વિભાગ દ્વારા નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની સંભાવના

Posted 1 year ago with 14 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં વરસાદી માહોલ રહેશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતા અને અપર એર સાયકલોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા વરસાદની આગાહી કરવામાં આવી છે

આજે હવામાન વિભાગ દ્વારા નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની સંભાવના
1/1

આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં વરસાદી માહોલ રહેશે, આજે ત્રણ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ

ગુજરાતના મોટાભાગના વિસ્તારો વરસાદ થયો છે. આજે પણ મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે હવામાન વિભાગ દ્વારા નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગરહવેલીમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વરસાદની આગાહીના કારણે દરિયાકાંઠે આવેલા જિલ્લાઓમાં માછીમારોને દરિયો ના ખડેવા માટેનો આદેશ આપવામાં આવ્યો છે. કારણ કે, દરિયામાં કરંટ હોવાના કારણે પોરબંદરના દરિયામાં પાંચ માછીમારો ગુમ થયા હોવાના સમાચાર મળ્યાં છે. 

સિસ્ટમ સક્રિય થતા હવામાન વિભાગે વરસાદની આગાહી કરી

આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં વરસાદી માહોલ રહેશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતા અને અપર એર સાયકલોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા વરસાદની આગાહી કરવામાં આવી છે. ગઈ કાલે રાજ્યમાં 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન સાથે ભારે વરસાદ થયો હતો. કાલે અમદાવાદના એસજી હાઈવે, બોપલ, ઘુમા, આંબલી, પ્રહલાદનગર, આનંદનગર,વેજલપુર, બોડકદેવ, થલતેજ સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. 

હવામાન વિભાગે આ 13 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યુ 

આવતીકાલની વાત કરવામાં આવે તો હવામાન વિભાગે 13 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યુ છે. અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, નવસારી, તાપી, ડાંગ, વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. ચોમાસું શરૂ થયું હોવાથી મોટાભાગના વિસ્તારોમાં વરસાદ થઈ રહ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, આ સીઝનનો 30 ટકા વરસાદ તો આ 15 દિવસમાં જ થઈ ગયો છે. જો કે, હજી પણ આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

ગુજરાત, સામાજીક, કલા અને સંસ્કૃતિ

કલાતીર્થનો ભગીરથ પ્રયાસ: સંખેડાની કાષ્ઠકલા-કસબ અને લાખકામ ઉદ્યોગનું અનન્ય દસ્તાવેજીકરણ સાથે અભૂતપૂર્વ ગ્રંથ.

બ્રેકિંગ ન્યૂઝ, ભારત

સોનમ વાંગચુકની હડતાળ ચાલુ રહેશે: સારવાર અંગે તેમની પત્ની ગીતાંજલિને સફદરજંગ હોસ્પિટલ પર ભરોસો નથી.