હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
સિનેમા, OTT અને TV

હીરામંડી - ધ ડાઇમંડ બઝારની લોકપ્રિયતા અને સફળતા બાદ નેટફ્લિક્સ દ્વારા 'હીરામંડી 2'ની જાહેરાત કરવામાં આવી

Posted 2 years ago with 52 views

Story by Ranmesh | 3 mins read

સમાચાર સારાંશ: નેટફ્લિક્સે 'હીરામંડી'ની બીજા સિઝનની જાહેરાત કર્યા બાદ સંજય લીલા ભણસાલીએ આ સિરીઝની બીજી સિઝનની વાર્તામાં મોટો ટ્વિસ્ટ આપવાની વાત કરી છે

હીરામંડી - ધ ડાઇમંડ બઝારની લોકપ્રિયતા અને સફળતા બાદ નેટફ્લિક્સ દ્વારા 'હીરામંડી 2'ની જાહેરાત કરવામાં આવી
1/1

સંજય લીલા ભણસાલીની વેબ સિરીઝ 'હીરામંડી - ધ ડાઇમંડ બઝાર'ની પ્રથમ સિઝન દર્શકોને ખૂબજ પસંદ આવી રહી છે ત્યારે નેટફ્લિક્સે જાહેરાત કરે છે કે તેઓ હીરામંડી બીજી સિઝન લાવી રહ્યા છે. સંજય લીલા ભણસાલીએ થોડા સમય પહેલાં કહ્યું હતું કે તેઓ ક્યારેય 'હીરામંડી 2' બનાવશે નહીં. તેમણે કહ્યું હતું કે આ આઠ એપીસોડની આ સિરીઝ બનાવવી એટલી કઠિન હતી કે તેઓ ફરી તેને બનાવવા માંગતા નથી. તેઓને હીરામંડી બનાવવામાં આનંદ આવ્યો હતો અને તેના માટે તો ભગવાનના આભારી છે આ પ્રોજેક્ટ ખૂબ જ મુશ્કેલ હતો હતો અને કોઈ પણ અન્ય વ્યક્તિ ક્યારેય 'હીરામંડી' ફરીથી બનાવી શકશે નહી. 


નેટફ્લિક્સે 'હીરામંડી'ની બીજા સિઝનની જાહેરાત મુંબઈના કાર્ટર રોડ પર યોજાયેલ એક લાઈવ ઇવેન્ટમાં કરી હતી જેમાં ૧૦૦ નર્તકોએ હીરામંડી સ્ટાઈલનું ડ્રેસિંગ કરીને, ઘુંઘરૂ પહેરીને સિરીઝના ગીતો પર નૃત્ય કર્યું હતું અને અંતમાં નૃત્યના ભાગ રૂપે બીજા સિઝનની જાહેરાત કરી હતી. લાઈવ કાર્યક્રમ ખુબજ સુંદર હતો અને જોનાર દર્શકો પણ સંગીત અને નૃત્યમાં ખોવાઈ ગયો હતો. 

?ref_src=twsrc%5Etfw">June 3, 2024

નેટફ્લિક્સે 'હીરામંડી'ની બીજા સિઝનની જાહેરાત કર્યા બાદ સંજય લીલા ભણસાલીએ આ સિરીઝની બીજી સિઝનની વાર્તામાં મોટો ટ્વિસ્ટ આપવાની વાત કરી છે. તેમણે એક પત્રકાર સાથેની મુલાકાતમાં ખુલાસો કર્યો કે સિરીઝની બીજી સિઝનની વાર્તા લાહોરમાં નહીં, પરંતુ મુંબઈ અથવા કોલકાતાના બેગ્રાઉન્ડમાં હશે. તેમણે કહ્યું, "હીરામંડીની બીજી સિઝનમાં, મહિલાઓ હવે  વિભાજન પછી લાહોર છોડીને મુંબઈ અથવા કોલકાતા ફિલ્મ ઉદ્યોગમાં આવશે છે. એટલે કે, બજારમાં તેમની યાત્રા એમની એમજ રહે છે તેઓ હજી પણ નાચે અને ગાઇ છે, પરંતુ આ વખતે નવાબો માટે નહીં, પરંતુ નિર્માતાઓ માટે.".
advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

ગુજરાત, સામાજીક, કલા અને સંસ્કૃતિ

કલાતીર્થનો ભગીરથ પ્રયાસ: સંખેડાની કાષ્ઠકલા-કસબ અને લાખકામ ઉદ્યોગનું અનન્ય દસ્તાવેજીકરણ સાથે અભૂતપૂર્વ ગ્રંથ.

બ્રેકિંગ ન્યૂઝ, ભારત

સોનમ વાંગચુકની હડતાળ ચાલુ રહેશે: સારવાર અંગે તેમની પત્ની ગીતાંજલિને સફદરજંગ હોસ્પિટલ પર ભરોસો નથી.