હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
ગુજરાત, સામાજીક, ઇતિહાસ

અહીં ધારાસભ્યએ ગામનો 30 વર્ષ જૂનો પ્રશ્ન ઉકેલ્યો . માળીયા હાટીના તાલુકામાં જમીનમાં દટાયેલા ઐતિહાસિક કુંડને બહાર લઈ આવવાની સાથે ખેડૂતોના ખેતરમાં માટી ભરવાની કામગીરી પુરજોશમાં

Posted 2 years ago with 521 views

Story by પરેશ વાઢીયા --જૂનાગઢ | 4 mins read

સમાચાર સારાંશ: ગામ લોકોનો 30 વર્ષનો જુનો પ્રશ્ન હતો કે અહીંયા નદીના કિનારે જૂનો ઐતિહાસિક કુંડ છે જે નદીના કિનારા પાસે આવેલો છે

અહીં ધારાસભ્યએ ગામનો 30 વર્ષ જૂનો પ્રશ્ન ઉકેલ્યો . માળીયા હાટીના તાલુકામાં જમીનમાં દટાયેલા ઐતિહાસિક કુંડને બહાર લઈ આવવાની સાથે ખેડૂતોના ખેતરમાં માટી ભરવાની કામગીરી પુરજોશમાં
1/3
અહીં ધારાસભ્યએ ગામનો 30 વર્ષ જૂનો પ્રશ્ન ઉકેલ્યો . માળીયા હાટીના તાલુકામાં જમીનમાં દટાયેલા ઐતિહાસિક કુંડને બહાર લઈ આવવાની સાથે ખેડૂતોના ખેતરમાં માટી ભરવાની કામગીરી પુરજોશમાં
2/3
અહીં ધારાસભ્યએ ગામનો 30 વર્ષ જૂનો પ્રશ્ન ઉકેલ્યો . માળીયા હાટીના તાલુકામાં જમીનમાં દટાયેલા ઐતિહાસિક કુંડને બહાર લઈ આવવાની સાથે ખેડૂતોના ખેતરમાં માટી ભરવાની કામગીરી પુરજોશમાં
3/3

અહીં ધારાસભ્યએ ગામનો 30 વર્ષ જૂનો પ્રશ્ન ઉકેલ્યો . માળીયા હાટીના તાલુકામાં જમીનમાં દટાયેલા ઐતિહાસિક કુંડને બહાર લઈ આવવાની સાથે ખેડૂતોના ખેતરમાં માટી ભરવાની કામગીરી પુરજોશમાં 

માળીયા હાટીના તાલુકામાં જમીનમાં દટાયેલા ઐતિહાસિક કુંડને બહાર લઈ આવવાની સાથે ખેડૂતોના ખેતરમાં માટી ભરવાની કામગીરી પુરજોશમાં 

ગુજરાત સહિત દેશ ભરમાં ઘણી ઐતિહાસિક વિરાસતો અને સ્થળો આવેલા છે જેમાં ઘણા સ્થળો ની સાચવણી સરકાર દ્વારા કરવામાં આવે છે પરંતુ ઘણા સ્થળો અને ઇમારતો આજે પણ જાળવણી ની રાહ જોઈ ને બેઠી છે જેમાના ઘણા સ્થળો જે કોઈ કારણો સર જાળવણી ના અભાવે જમીનમાં દટાઈ ગયા હોય ત્યારે આવુજ કૈક નામાળીયાહાટીના તાલુકાના જામવાળી ગામમાં જોવા મળ્યું છે જ્યાં ગામ લોકો નો 30 વર્ષનો જુનો પ્રશ્ન હતો કે અહીંયા નદીના કિનારે જૂનો ઐતિહાસિક કુંડ છે જે નદીના કિનારા પાસે આવેલો છે અને નદીના વહેણ માં માટી આવવા ના કારણે દટાઈ જાવા પામ્યો છે

 વળી માટી વધુ પ્રમાણ માં આવવા ને કારણે નદીનું વહેંણ પણ સાકળું થવા પામ્યું છે ત્યારે ગામ લોકો દ્વારા 30 વર્ષથી રજુવાત હતી કે અહીંયા માટી કામ કરાવવામાં આવે પરંતુ આજ દિન સુધી ગામ લોકોના પડતર પ્રશ્ન ને વાચા મળી ન હતી જ્યારે હાલ નવા ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠીયાને રજુવાત કરવામાં આવતા ધારાસભ્ય દ્વારા તાત્કાલિક નોંધ લઈ અને કામ ચાલુ કરવામાં આવ્યું છે 

માળીયા હાટીના તાલુકાના જામવાડી ગામમાં મહાદેવના મંદિરની બાજુમાં સ્નાન કરવા માટે ઐતિહાસિક જુનો 10 થી 12 ફૂટ ઊંડો કુંડ આવેલ હતો 

આ કુંડમાં અંદાજે 30 વર્ષ થયા માટીના કાપથી ભરાઈ જતાતે અદ્રશ્ય થઈ ગયો હતો જેના કારણે કુંડમાં પાણીનો સંગ્રહ રહેતો ન હતો.

 જ્યારે આ પ્રશ્ન બાબતે જામવાડીના સરપંચ નરેન્દ્ર ભાઈ ભૂત ,વલ્લભભાઈ ઘોડાસરા અને મધુભાઈ ચાંગેલાએ ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયાને આ કુંડમાંથી માટી કાઢવાની રજૂઆત કરી હતી 

ગામ લોકોની રજૂઆતો ધ્યાને લઇ માળીયા હાટીના અને માંગરોળના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠીયાએ ચોરવાડની ક્ષાર અંકુશ કચેરીના ઈજનેરને રજૂઆત કરતા તાત્કાલિક જામવાળી ગામમાં સવારથી આ ઐતિહાસિક કુંડમાંથી માટી કાઢવાનું કામ શરૂ કર્યું હતું 

જેમાં માટી કાઢવા માટે જેસીબી અને ટેકટરો કામે લગાડવામાં આવ્યા હતા જેમાં નીકળતી માટી નો પણ યોગ્ય ઉપયોગ થાય તે માટે ખેડૂતોને જણાવાયું હતું અને જેથી ખેડૂતો આ કાપ વાળી માટીને પોતાના ખેતરોમાં ભરવા માટે લઈ ગયા હતા

જ્યારે કુંડમાંથી માટી કાઢવાનું કામ શરૂ થતા જામવાડીના લોકોમાં આનંદ લાગણી જોવા મળી હતી અને પોતાના ગામનો 30 વર્ષ જૂનો પ્રશ્ન ઉકેલાતા ગામ લોકોએ ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયાનો આભાર વ્યક્ત કર્યો હતો

રિપોર્ટ :- પરેશ વાઢીયા(વાઢીયાભાઈ)--જૂનાગઢ

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

ગુજરાત, સામાજીક, કલા અને સંસ્કૃતિ

કલાતીર્થનો ભગીરથ પ્રયાસ: સંખેડાની કાષ્ઠકલા-કસબ અને લાખકામ ઉદ્યોગનું અનન્ય દસ્તાવેજીકરણ સાથે અભૂતપૂર્વ ગ્રંથ.

બ્રેકિંગ ન્યૂઝ, ભારત

સોનમ વાંગચુકની હડતાળ ચાલુ રહેશે: સારવાર અંગે તેમની પત્ની ગીતાંજલિને સફદરજંગ હોસ્પિટલ પર ભરોસો નથી.