સમાચાર સારાંશ: ગુજરાતના અંતરિયાળ અને છેવાડાનાં ગામના કલાકારોને તથા ક્લા સર્જકોને સતત હૂંફ આપતી સંસ્થા કલાતીર્થ ટ્રષ્ટ સુરત
કલાતીર્થ દ્વારા 12 સંસ્કૃતિ સંવર્ધકોનું કચ્છની ધરતી પર સન્માન તથા કલાગ્રંથોનું વિમોચન ભુજના ભૂકંપ સ્મૃતિવન સંગ્રહાલયના ઓડિટોરિયમ ખાતે કરવામાં આવ્યું
કલાતીર્થ સંસ્થા સુરત દ્વારા કલા વિષયક પ્રવૃત્તિ, ક્લા સંવર્ધન અને જન માનસ સુધી ઐતિહાસિક વારસાને પહોંચાડીને ઉજાગર કરનાર સંસ્કૃતિ સંવર્ધકોનું કચ્છની ધરતી પર સન્માન કરવામાં આવ્યું .

ગુજરાતના અંતરિયાળ અને છેવાડાનાં ગામના કલાકારોને તથા ક્લા સર્જકોને સતત હૂંફ આપતી સંસ્થા કલાતીર્થ ટ્રષ્ટ સુરત દ્વારા ક્લાવિષયક ગ્રંથોનું સંપાદન અને પ્રકાશન પણ કરવામાં આવે છે.
શનિવાર તારીખ ૧૭ ઓગસ્ટના રોજ ભુજ ખાતે સંસ્કૃતિ સંવર્ધક ૨૦૨૪' એવોર્ડ આપીને કલાતીર્થ દ્વારા પોંખવામાં આવ્યા . અને કચ્છના જાણીતા અભ્યાસુ લેખકો , પત્રકાર અને સામાજિક કાર્યકરોને સમાજરત્ન-૨૦૨૪થી નવાજવામાં આવ્યા
આ ભવ્ય સમારોહમાં કલાતીર્થ ટ્રષ્ટ દ્વારા પ્રકાશન અને સંપાદન કરવામાં આવેલા કલાગ્રંથનું વિમોચન કરવામાં આવ્યું હતું.બંને કલાગ્રંથની વાત કરીએ તો ‘કચ્છ અને રામરાધ' ગ્રંથનો ગુજરાતી અનુવાદકૃપા પીયૂષભાઈ ભટ્ટે કર્યો છે
કલાતીર્થ ટ્રષ્ટ તમામ કલાના વિવિધ માધ્યમોને ઉજાગર કરી રહ્યું છે . આવા જ બે ઉત્તમ ક્લાગ્રંથો પણ આ ટ્રસ્ટ દ્વારા કલા જગતને આપવામાં આવ્યા છે અને જેનું વિમોચન ભુજ ખાતે કરવામાં આવ્યું
ભારતીય ક્લા અને સાંસ્કૃતિક સંપદાઓનું જતન અને સંવર્ધન કરતી સંસ્થા કલાતીર્થ દ્વારા કચ્છના લોકસાહિત્યના મર્મજ્ઞ લેખક સ્વ. રામસિંહભાઈ રાઠોડે અંગ્રેજીમાં લખેલા ગ્રંથ કચ્છ એન્ડ રામરાંધનો કૃપાબેન ભટ્ટે કરેલા ગુજરાતી અનુવાદ ‘કચ્છ અને રામ રાંધ તથા કચ્છના વડોદરા સ્થિત તસવીરકાર અને લેખક પ્રદીપ ઝવેરીના અંગ્રેજી ગ્રંથ લાઈફ ઓફ ક્રિષ્ના ડિપિક્ટેડ ઓન વોલ પેઈન્ટિંગ્સ ' નો ડો. પૂર્વી ગોસ્વામીએ કરેલો ગુજરાતી અનુવાદ ‘ભીંતચિત્રોમાં કૃષ્ણચરિત્ર'નું વિમોચન કચ્છના જાણીતા ઉદ્યોગપતિ દેવેન્દ્રભાઈ પાસુ શાહ તથા ઉપસ્થિત મહાનુભાવોએ કર્યું .
કલાતીર્થ ટ્રસ્ટના રમણીક ઝાપડિયાએ ગ્રંથ વિષે કહ્યું કે ‘કચ્છ એ કલાકાર, સાધકો અને સાહસિકોની ભૂમિ છે, પરંતુ ભારતમાં આ ક્લાકારો પ્રમાણમાં અજાણ્યા રહી ગયા છે. મૂળ કચ્છ મુન્દ્રા અને કર્મભૂમિ વડોદરાના તસવીકાર અને લેખક પ્રદીપભાઈ ઝવેરીએ ભીંતચિત્રોને બોલતાં કરી તેનું દસ્તાવેજીકરણ કર્યું છે, કૃષ્ણચરિત્રને પોતાનાં અંગ્રેજ પુસ્તકમાં સુંદર રીતે રજૂ કર્યું છે.
આ અંગ્રેજી પુસ્તકનો ગુજરાતી ભાવાનુવાદ ભુજના લેખિકા ડો. પૂર્વી ગોસ્વામીએ કર્યો છે. આ ગુજરાતી ગ્રંથમાં જુદા જુદા ૩૨ પ્રકરણમાં ભારતના વિવિધ પ્રદેશોમાં જોવા મળતાં ભીંતચિત્ર ક્લાને રજૂ કરે છે. આ ગ્રંથ વિષ્ણુ અને કૃષ્ણ સંપ્રદાયના પ્રભાવનો ઈતિહાસ પણ વ્યક્ત કરે છે. તા. ૧૭-૦૮ના સાંજે ૪-૩૦ વાગ્યે ભુજના ભૂકંપ સ્મૃતિવન સંગ્રહાલયના ઓડિટોરિયમ ખાતે ક્લાતીર્થ ટ્રસ્ટ દ્વારા યોજાયેલા આ કાર્યક્રમમાં ગ્રંથની શ્રેણીના ભાગ ૨૨ તથા ૨૩મા ગ્રંથના વિમોચન તથા કીર્તિ ભાઈ ખત્રી , બાબુભાઇ શાહ તથા લીલાધરભાઇ ગડાનું સમાજરત્ન એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું અને ૧૨ સંશોધક તથા લેખકોને સંસ્કૃતિ સંવર્ધ-૨૦૨૪થી સન્માનિત કરવામાં આવ્યું .
આ પ્રસંગે અધ્યક્ષ વી એસ ગઢવી પૂર્વ માહિતી નિયામક ગુજરાત રાજ્ય તથા સમારોહના ઉદ્ઘાટક વાય.એસ રાવત એ.એસ.આઇ ધોળાવીરા સાઇટના નિષ્ણાંત અને ડોક્ટર મોહનભાઈ પટેલ કુલપતિ કચ્છ યુનિવર્સિટી ભુજ અને દિપેશભાઈ શ્રોફ , દેવેન્દ્રભાઈ પાસુંની વિશેષ ઉપસ્થિતિ રહી .આ પ્રસંગને શોભાવવા વરિષ્ઠ પત્રકાર કીર્તિભાઇ ખત્રી , સમાજસેવક અને લેખક લીલાધર ગડા , પૂર્વમંત્રી ગુજરાત સરકાર બાબુભાઇ મેઘજી શાહ , કચ્છમિત્રના તંત્રી દીપકભાઈ માંકડ , કૃતાર્થસિંહ જાડેજા , સુરેશભાઈ વેકરીયા , હરેશભાઇ ધોળકિયા , રાજુભાઈ જાની ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
સન્માનિત મહાનુભાવોમાં વાય .એસ.રાવત એએસઆઈ પુરાતત્વવિદ ધોળાવીરા સાઈટ , સ્વ. રામસિંહજી રાઠોડ , કનુભાઈ પટેલ લાલભાઈ રાભીયાં , મોહનસિંહ સોઢા , ગૌતમભાઈ જોશી , ભરતભાઈ ઠાકર , આશાનંદ ગઢવી , મહાદેવ બારડ અને કાનજીભાઈ મહેશ્વરીનું ૧૨ સંસ્કૃતિ સંવર્ધક તરીકે સન્માન કરવામાં આવ્યું.
કલાતીર્થ ટ્રસ્ટના રમણીક ઝાપડિયાએ જણાવ્યું કે પન્નાબહેન હેમાણી અને ભગિની દક્ષાબહેન પિનાકીન લાલસોદાગરનો હું ઋણી રહીશ તેમના થકી પ્રસંગ શોભાયમાન બન્યો છે .કલાગ્રંથના નિર્માણમાં મહાનુભાવોના આશીર્વાદ પ્રાપ્ત થયા છે. કલાગ્રંથમાં આપણી સંકૃતિ , ધરોહરને કલા સંવર્ધકોનાં લેખો સભ્યસમાજ સમક્ષ રજુ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે
કલા સંવર્ધકોનું સન્માન કલાતીર્થ તીર્થ દ્વારા કરવામાં આવ્યું તેમાં પણ અનેક મહાનુભાવોનો સહયોગ મળ્યો છે . આ પ્રસંગનું સંકલન નરેશ અંતાણી , સંજય ઠાકર , પંકજ ઝાલા , નવીન સોની , બિપિન સોની , સંજય ઠક્કર , પૂજા કશ્યપ , જાગૃતિ વકીલ ,મનન ઠક્કર , નિકી ઠક્કર અને ક્ષિતિ જોશી દ્વારા કરવામાં આવ્યું હતું.
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



