હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
ભારત, સિનેમા-TV અને OTT

ધર્મેન્દ્રને હી-મેનની ઉપાધિ કઈ રીતે મળી? શું છે આ પાછળની સ્ટોરી...ફૂલ ઔર પથ્થર બાદ ધરમપાજીએ અનેક ફિલ્મોમાં એક્શન સિક્વન્સ કર્યા

Posted 9 months ago with 136 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: મળતી માહિતી મુજબ ધર્મેન્દ્રને હી-મેનનો ખિતાર 1966માં આવેલી સુપરહિટ ફિલ્મ ફૂલ ઔર પથ્થર પછી મળ્યો હતો

ધર્મેન્દ્રને હી-મેનની ઉપાધિ કઈ રીતે મળી? શું છે આ પાછળની સ્ટોરી...ફૂલ ઔર પથ્થર બાદ ધરમપાજીએ અનેક ફિલ્મોમાં એક્શન સિક્વન્સ કર્યા
1/1

ધર્મેન્દ્રને હી-મેનની ઉપાધિ કઈ રીતે મળી? શું છે આ પાછળની સ્ટોરી...ફૂલ ઔર પથ્થર બાદ ધરમપાજીએ અનેક ફિલ્મોમાં એક્શન સિક્વન્સ કર્યા 

બોલીવૂડ એક્ટર ધર્મેન્દ્રએ 89 વર્ષે આપણી વચ્ચે સદેહે વિદાય લીધી પરંતુ પોતાની આગવી એક્ટિંગ સ્કિલથી ફેન્સના દિલોમાં દિમાગમાં તો હંમેશા જીવંત રહેશે. પોતાના લાંબા ફિલ્મી કરિયરમાં 300થી વધુ ફિલ્મોમાં કામ કરી ચૂકેલાં ધર્મેન્દ્ર ફેન્સમાં હી-મેન, ધરમ પાજી જેવી હુલામણા નામથી ઓળખાતા હતા. પરંતુ શું તમને ખબર છે કે ધરમપાજીને આ હી-મેન નામ કઈ રીતે મળ્યું? ચાલો આજે તમને આ પાછળની સ્ટોરી જણાવીએ... 

મળતી માહિતી મુજબ ધર્મેન્દ્રને હી-મેનનો ખિતાર 1966માં આવેલી સુપરહિટ ફિલ્મ ફૂલ ઔર પથ્થર પછી મળ્યો હતો. આ ફિલ્મના જ એક સીનમાં ધરમપાજીએ શર્ટ ઉતાર્યું હતું. તેમનો આ ફોટો ન્યુઝપેપર અને મેગેઝિનમાં છપાયો હતો. તેમની મસક્યુલર પર્સનાલિટીએ લોકોને દિવાના બનાવી દીધા હતા અને બસ ફેન્સ અને બોલીવૂડમાં ધરમપાજી હી-મેનના નામે ઓળખાવવા લાગ્યા. 

ફૂલ ઔર પથ્થર બાદ ધરમપાજીએ અનેક ફિલ્મોમાં એક્શન સિક્વન્સ કર્યા અને જતાં સમયની સાથે તેમની હી-મેનની ઈમેજ લોકોના દિલોદિમાગ પર એકદમ જડબેસલાક જામતી ગઈ. ફૂલ ઔર પથ્થર ફિલ્મ બાદ ધરમપાજી દર્શકોના મનમાં હી-મેન તરીકે અને ડિરેક્ટર્સના મનમાં એક્શન હીરો બનીને ઉભરીને આવ્યા. 

1966માં ભલે ફૂલ ઔર પથ્થર બાદ ધર્મેન્દ્રને હી-મેનની ઉપાધિ મળી હોય પણ તેમની મસ્ક્યુલર બોડી અને કદકાઠી તેમ જ લૂક્સ પણ ચર્ચામાં રહ્યા. 1970માં અમેરિકાની જાણીતી ટાઈમ મેગેઝિને ધર્મેન્દ્રને દુનિયાના 100 સૌથી હેન્ડસમ પુરુષોની યાદીમાં સ્થાન અપાવ્યું હતું. આજે ભલે ધરમપાજી આપણી વચ્ચે ના હોય પણ તેમની ફિલ્મો અને આઈકોનિક રોલ્સને કારણે તેઓ દર્શકોના દિલો દિમાગ પર છવાયેલા રહેશે.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

ગુજરાત, ઇવેન્ટ્સ, ધર્મ

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ મેમનગર ખાતે 80મા સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી

ગુજરાત, સોશિયલ મીડીયા, લાઈફ સ્ટાઈલ

Hästens Ahmedabad ખાતે CIIના યંગ ઈન્ડિયન્સ અમદાવાદ ચેપ્ટર માટે સ્લીપ સપા અને સાઉન્ડ હેયલીનગ સેશન