હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
ભારત, રાજનૈતિક, સામાજીક

ઝાડેશ્વરમાં નર્મદા કિનારે સેંકડો દીવડાં ઝળહળશે, PM નરેન્દ્ર મોદીના જન્મદિવસે ભરૂચમાં સેવા સંકલ્પ અભિયાનનો દીપોત્સવથી પ્રારંભ

Posted 1 hour ago with 3 views

Story by Ranmesh | 3 mins read

સમાચાર સારાંશ: ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રી રત્નાકરજી રહેશે ઉપસ્થિત, સમગ્ર ભરૂચ જિલ્લાવાસીઓને ભાવભર્યું આમંત્રણ

ઝાડેશ્વરમાં નર્મદા કિનારે સેંકડો દીવડાં ઝળહળશે, PM નરેન્દ્ર મોદીના જન્મદિવસે ભરૂચમાં સેવા સંકલ્પ અભિયાનનો દીપોત્સવથી પ્રારંભ
1/1

ઝાડેશ્વરમાં નર્મદા કિનારે સેંકડો દીવડાં ઝળહળશે, PM નરેન્દ્ર મોદીના જન્મદિવસે ભરૂચમાં સેવા સંકલ્પ અભિયાનનો દીપોત્સવથી પ્રારંભ

ગાયત્રી મંદિરે નર્મદા મૈયાની મહાઆરતી સાથે ચૂંદડી અર્પણ કરાશે, 76 નાવડીઓના સથવારે વિશેષ ઉજવણી

ઝાડેશ્વરમાં નર્મદા કિનારે સેંકડો દીવડાં ઝળહળશે, PM નરેન્દ્ર મોદીના જન્મદિવસે ભરૂચમાં સેવા સંકલ્પ અભિયાનનો દીપોત્સવથી પ્રારંભ

ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રી રત્નાકરજી રહેશે ઉપસ્થિત, સમગ્ર ભરૂચ જિલ્લાવાસીઓને ભાવભર્યું આમંત્રણ

દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ભરૂચ જિલ્લા ભાજપ પરિવાર દ્વારા સેવા સંકલ્પ અભિયાન 2026 અંતર્ગત ભવ્યાતિભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આવતીકાલે 17 સપ્ટેમ્બર ગુરુવારના 76 માં જન્મદિવસની આશીર્વાદનો દીવડો પ્રગટાવી દીપોત્સવ કાર્યક્રમ સાથે ભવ્યાતિભવ્ય ઉજવણી કરાશે. ઝાડેશ્વર સ્થિત નર્મદા નદીના કિનારે સાંજે 6 કલાકે ગાયત્રી માતાજીના મંદિરે હજારો દીવડાની મહાઆરતી યોજાશે.

વડાપ્રધાનના સેવા, સમર્પણ અને સુશાસનના 25 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે આ વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું છે. પવિત્ર નર્મદા કિનારે 76 નાવડીઓના સથવારે નર્મદા મૈયાને ભાવપૂર્વક ચૂંદડી અર્પણ કરવામાં આવશે અને PM મોદીના દીર્ઘાયુષ્ય તથા સુખાકારી માટે ખાસ પ્રાર્થના કરાશે.

આ પાવન અવસરે ગુજરાત પ્રદેશ ભાજપના સંગઠન મહામંત્રી રત્નાકરજી વિશેષ ઉપસ્થિત રહેશે. તેમની સાથે ભરૂચ જિલ્લા ભાજપ સંગઠનના હોદ્દેદારો, પદાધિકારીઓ, સાંસદ, ધારાસભ્યો, કાર્યકરો, અગ્રણીઓ અને જિલ્લાના મહાનુભવો મોટી સંખ્યામાં હાજર રહેશે.

હજારો દીવડાઓના પ્રકાશથી નર્મદા કિનારો અને ભરૂચ ઝળહળી ઊઠશે. ભરૂચ જિલ્લા ભાજપ પરિવાર વતી જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી દ્વારા જિલ્લાની તમામ સામાજિક સંસ્થાઓ, મંડળો, સંગઠનો, વિવિધ સમાજ અને ભરૂચ જિલ્લાની જનતાને વડાપ્રધાનના 76માં જન્મદિવસ અને 25 વર્ષ સેવા સમર્પણના અવસરે ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

કચ્છ જિલ્લામાં ૪૮ કલાકમાં મોસમનો ૨૭ ટકા વરસાદ ખાબકતાં સરેરાશ ૫૬ ટકાને પાર કારાઘોઘા ડેમ છલકાયો

ધર્મ, ઇતિહાસ

મહાન ઋષિઓ અને આપણાં પ્રતાપી પૂર્વજોનું સ્મરણ કરવાનો દિવસ એટલે ઋષિપાંચમ.

ગુજરાત, સામાજીક, રમત-ગમત

વિશ્વપ્રસિદ્ધ તરણેતર મેળામાં આ વર્ષે પણ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા ‘ગ્રામીણ ઓલિમ્પિક’નું આયોજન