હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત, વેપાર

અમદાવાદમાં શાકભાજીના જથ્થાની આવક ઘટી ખેતવાડી ઉત્પન્ન બજાર સમિતીમાં લીલા શાકભાજીની આવકમાં ધરખમ ઘટાડો થયો જનતા માટે શાકભાજીનો સ્વાદ માણવો મોઘો થયો છે.

Posted 2 years ago with 28 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: વરસાદને કારણે ખેતવાડી ઉત્પન્ન બજાર સમિતીમાં લીલા શાકભાજીની આવકમાં ધરખમ ઘટાડો

અમદાવાદમાં શાકભાજીના જથ્થાની આવક ઘટી ખેતવાડી ઉત્પન્ન બજાર સમિતીમાં લીલા શાકભાજીની આવકમાં ધરખમ ઘટાડો થયો જનતા માટે શાકભાજીનો સ્વાદ માણવો  મોઘો થયો છે.
1/2
અમદાવાદમાં શાકભાજીના જથ્થાની આવક ઘટી ખેતવાડી ઉત્પન્ન બજાર સમિતીમાં લીલા શાકભાજીની આવકમાં ધરખમ ઘટાડો થયો જનતા માટે શાકભાજીનો સ્વાદ માણવો  મોઘો થયો છે.
2/2

અમદાવાદમાં શાકભાજીના જથ્થાની આવક ઘટી ખેતવાડી ઉત્પન્ન બજાર સમિતીમાં લીલા શાકભાજીની આવકમાં ધરખમ ઘટાડો થયો જનતા માટે શાકભાજીનો સ્વાદ માણવો  મોઘો થયો છે.

વેપારીઓનું કહેવું છે કે, શાકભાજીની માંગ સામે આવકમાં ખાસ્સો એવો ઘટાડો થયો છે. માત્ર સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાત જ નહીં, અન્ય રાજ્યોમાંથી આવતી શાકભાજીની આવક પણ ઘટી છે.

ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યાં છે. બીજા રાઉન્ડમાં તો દક્ષિણ ગુજરાત તો પાણીપાણી થયુ છે. હવે ઘીરે ધીરે અન્ય જીલ્લાઓ પણ વરસાદી પાણીમાં તરબોળ થવા માંડ્યા છે. 

વરસાદને કારણે ખેતવાડી ઉત્પન્ન બજાર સમિતીમાં લીલા શાકભાજીની આવકમાં ધરખમ ઘટાડો થયો છે જેના કારણે શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે. મોટાભાગના શાકભાજીનો ભાવ રૂ. 80-100ની આસપાસ છે. પરિણામે આમ જનતા માટે શાકભાજીનો સ્વાદ માણવો ય મોઘો થયો છે.

ચોમાસુ બરોબર જામ્યુ છે. ચારેકોર ભારે વરસાદ વરસી રહ્યો છે. અત્યારે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં બારે માસ ખાંગા જેવી સ્થિતી સર્જાઈ છે. અતિવૃષ્ટિ જેવો માહોલ સર્જાયો છે. સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં ખેતરોમાં ય વરસાદી પાણી ભરાયાં છે, પરિણામે અમદાવાદમાં શાકભાજીના જથ્થાની આવક ઘટી છે. વેપારીઓનું કહેવું છે કે, શાકભાજીની માંગ સામે આવકમાં ખાસ્સો એવો ઘટાડો થયો છે. માત્ર સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાત જ નહીં, અન્ય રાજ્યોમાંથી આવતી શાકભાજીની આવક પણ ઘટી છે.

હાલ શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે. શાકભાજીના ભાવએ સેન્ચુરી વટાવતાં આમ જનતાના ખિસ્સા પર આર્થિક માર પડ્યો છે. ગૃહિણીઓનું તો બજેટ જ ખોરવાયુ છે કેમકે, રૂ. 20-25 વેચાતી ડુંગળીનો કિલોનો ભાવ છેક રૂ. 90 એ પહોચ્યો છે. બટાકાનો ભાવ પણ કિલોના રૂ.50 બોલાઈ રહ્યા છે. 

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

ગુજરાત, ઇવેન્ટ્સ, ધર્મ

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ મેમનગર ખાતે 80મા સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી

ગુજરાત, સોશિયલ મીડીયા, લાઈફ સ્ટાઈલ

Hästens Ahmedabad ખાતે CIIના યંગ ઈન્ડિયન્સ અમદાવાદ ચેપ્ટર માટે સ્લીપ સપા અને સાઉન્ડ હેયલીનગ સેશન