હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
ગુજરાત, સામાજીક

બનાસકાંઠા જીલ્લામાં વરસાદ લંબાતા પશુપાલકો સહિત ખેડૂત વર્ગની મુશ્કેલીઓમાં વધારો, સૂકા સહિત લીલા ઘાસચારામાં વરસાદના અભાવે ભાવ વધારો થયો

Posted 2 years ago with 56 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: ઉકળાટ અને બફારાનું પ્રમાણ યથાવત: હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ આગાહી કરી છે,

બનાસકાંઠા જીલ્લામાં વરસાદ લંબાતા પશુપાલકો સહિત ખેડૂત વર્ગની મુશ્કેલીઓમાં વધારો, સૂકા સહિત લીલા ઘાસચારામાં વરસાદના અભાવે ભાવ વધારો થયો
1/1

બનાસકાંઠા જીલ્લામાં વરસાદ લંબાતા પશુપાલકો સહિત ખેડૂત વર્ગની મુશ્કેલીઓમાં વધારો, સૂકા સહિત લીલા ઘાસચારામાં વરસાદના અભાવે ભાવ વધારો થયો, પવનનો ગતિ ૧૪ કીમી પ્રતિકલાકની રહેતા ગરમી માંથી આંશિક ઘટાડો પરંતુ ઉકળાટ અને બફારાનું પ્રમાણ યથાવત: હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ આગાહી કરી છે, 

જેમાં ઉત્તર ગુજરાતમાં આગામી 23 જૂનથી છુટા છવાયા સ્થળો પર હળવા થી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.ચોમાસું હજુ પણ દક્ષિણ ગુજરાતમાં જ અટવાયેલ છે. પરંતુ આવનારા 2 દિવસમાં ચોમાસું આગળ વધે તેવી સંભાવના સેવાઈ રહી છે જેના કારણે ઉત્તર ગુજરાત સહિત બનાસકાંઠા જિલ્લામાં પણ આગામી સમયમાં વરસાદ થવાની શક્યતાઓ જોવાઈ રહી છે.

જૂન મહિનાના 20 દિવસો પૂર્ણ થવા છતાં વરસાદનું ટીપુ પણ ન પડતા ખેડૂત વર્ગ સહિત પશુપાલકો ની હાલત કફોડી: બનાસકાંઠા જિલ્લામાં જૂન મહિનાના 20 દિવસો પૂર્ણ થવા હોવા છતાં માત્ર દિયોદર સિવાય જિલ્લાના એક પણ વિસ્તારમાં વરસાદનું ટીપું પણ ન પડતા ખેડૂતો અને પશુપાલકોની હાલત કફોડી બની જવા પામી છે લીલા સહિત સૂકા ઘાસચારામાં પણ ભાવ વધારો થયો છે અને વરસાદના અભાવે હજુ સુધી જિલ્લાના ખેડૂતોએ વાવણી કરવાની રાહ જોઈ બેઠા છે ત્યારે આગામી સમયમાં સાર્વત્રિક ફાવડી લાયક વરસાદ થાય તેવી ખેડૂતો પણ પ્રાર્થના કરી રહ્યા છે.

બનાસકાંઠા જિલ્લામાં વરસાદ થવાના હવામાન વિભાગે આપ્યા સંકેત: ઉત્તર ગુજરાત સહિત બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા આગામી 23 જૂને વરસાદની આગાહી કરી છે જેમાં બનાસકાંઠા સહિત, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ,દાહોદ ,મહીસાગર,વડોદરા,છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ,સુરત,ડાંગ,નવસારી, વલસાડ ,તાપી ,દમણ દાદરા નગર હવેલી ,પોરબંદર,જુનાગઢ,અમરેલી,ભાવનગર, ગીર સોમનાથ દીવ,કચ્છમાં વરસાદની આગાહી કરાઈ છે

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

ગુજરાત, ઇવેન્ટ્સ, ધર્મ

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ મેમનગર ખાતે 80મા સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી

ગુજરાત, સોશિયલ મીડીયા, લાઈફ સ્ટાઈલ

Hästens Ahmedabad ખાતે CIIના યંગ ઈન્ડિયન્સ અમદાવાદ ચેપ્ટર માટે સ્લીપ સપા અને સાઉન્ડ હેયલીનગ સેશન