હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત, સામાજીક

ડીસા તાલુકાના ડાવસ ગામે જેટકો કંપની દ્વારા ખેડૂતોના ખેતરમાં વિજ થાંભલા ઉભા કરવાની કામગીરી હાથ ધરાતાં ખેડૂતોએ ભારે વિરોધ કર્યો

Posted 2 years ago with 64 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: એક ખેડૂતએ ઝેરી પ્રવાહી પીને જીવંત ટૂંકાવાનો પ્રયાસ કર્યો

ડીસા તાલુકાના ડાવસ ગામે જેટકો કંપની દ્વારા ખેડૂતોના ખેતરમાં વિજ થાંભલા ઉભા કરવાની કામગીરી હાથ ધરાતાં ખેડૂતોએ ભારે વિરોધ કર્યો
1/3
ડીસા તાલુકાના ડાવસ ગામે જેટકો કંપની દ્વારા ખેડૂતોના ખેતરમાં વિજ થાંભલા ઉભા કરવાની કામગીરી હાથ ધરાતાં ખેડૂતોએ ભારે વિરોધ કર્યો
2/3
ડીસા તાલુકાના ડાવસ ગામે જેટકો કંપની દ્વારા ખેડૂતોના ખેતરમાં વિજ થાંભલા ઉભા કરવાની કામગીરી હાથ ધરાતાં ખેડૂતોએ ભારે વિરોધ કર્યો
3/3

ડીસા તાલુકાના ડાવસ ગામે જેટકો કંપની દ્વારા ખેડૂતોના ખેતરમાં વિજ થાંભલા ઉભા કરવાની કામગીરી હાથ ધરાતાં ખેડૂતોએ ભારે વિરોધ કર્યો .એક ખેડૂતએ ઝેરી પ્રવાહી પીને જીવંત ટૂંકાવાનો પ્રયાસ કર્યો 

છેલ્લા કેટલાય સમયથી ડીસા તાલુકાના ડાવસ ગામે જેટકો કંપની અને ખેડૂતો વચ્ચે ભારે વિવાદ ચાલી રહ્યો છે જેટકો કંપની દ્વારા ખેડૂતોના ખેતરમાં કોઈપણ જાતની વળતર આપ્યા વિના વિજ થાંભલા ઉભા કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે ખેડૂતો દ્વારા વારંવાર ભારે વિરોધ નોંધાવી રહ્યા છે

 અગાઉ પણ ખેડૂતોએ આંદોલન કરી વહીવટી તંત્રના અધિકારીઓને આવેદનપત્ર પણ આપી ચૂક્યા હતા ત્યારે આજે ફરીથી જેટકો કંપનીના અધિકારીઓ ડાવસ ગામે પહોંચી ખેડૂતોના ખેતરમાં ખેડૂતોની મંજૂરી વિના વિજ થાંભલા નાખવાની કામગીરી હાથ ધરાતાં ખેડૂતોએ ભારે આકોશ વ્યક્ત કરી વિરોધ નોંધાવ્યો હતો જમા એક ખેડૂતને લાગી આવતા ઝેરી પ્રવાહી પીને જીવંત ટૂંકાવાનો પ્રયાસ કરાયો હતો.જોકે આસપાસના ખેડૂતોએ 108 ને જાણ કરાતા 108 ની ટીમ ઘટનાસ્થળે ખેતરમાં પહોંચી ઝેરી પ્રવાહી પીધેલા ખેડૂતને ડીસાની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા જ્યારે ખેડૂતોના જણાવ્યા અનુસાર જેતકો કંપની દ્વારા પોતાની મનમાની ચલાવી અને સરકારના પરિપત્રનો ઉલ્લેખન કરી ખેડૂતોની મંજૂરી વિના વીજ થાંભલા ઉભા કરવામાં આવી રહ્યા છે જેથી ખેડૂતને મોટું નુકસાન થવાની છે જ્યારે ખેડૂતોએ માંગ કરી હતી કે જે જગ્યા ઉપર છે વિજ થાંભલા નાખવામાં આવી રહ્યા છે એની બાજુમાં સરકાર જમીન આવેલી છે તો જેટકો કંપની દ્વારા સરકારની જમીનમાં વિજ થાંભલા ઉભા કરવામાં આવે જેથી ખેડૂતોને થતું નુકસાન અટકાવી શકાય તેમ છે 

 ત્યારે આજે ડીસા તાલુકાના ડાવસ ગામે જેટકો કંપનીની મનમાની સામે ખેડુતોએ ભારે વિરોધ નોંધાવી ઉગ્ર આંદોલન કરવાની ચિમકી સાથે તમામ ખેડુતો એકત્રિત થઈ ડીસાની પ્રાંત કચેરી ખાતે પહોંચી ધરણાં પર બેસી જતાં વહીવટીતંત્રમાં પણ દોડધામ મચી જવા પામી હતી 

જોકે પ્રાંત અધિકારી હાજર ના હોઈ તમમા ખેડુતોએ મામલતદાને આવેદનપત્ર આપી પાલનપુર જિલ્લા કલેકટર સમક્ષ રજુઆત કરવા રવાના થયા હતાં ખેડુતોએ માંગણી કરી હતી કે ખેડુતોના ખેતરમાં વિજ થાંભલા નાંખવાની કામગીરી અટકાવી અને સરકારી જમીન પર વિજ થાંભલા ઊભા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

ગુજરાત, ઇવેન્ટ્સ, ધર્મ

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ મેમનગર ખાતે 80મા સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી

ગુજરાત, સોશિયલ મીડીયા, લાઈફ સ્ટાઈલ

Hästens Ahmedabad ખાતે CIIના યંગ ઈન્ડિયન્સ અમદાવાદ ચેપ્ટર માટે સ્લીપ સપા અને સાઉન્ડ હેયલીનગ સેશન