હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગીર સોમનાથ જિલ્લામાં NDRF ટિમ ખડેપગે તૈયાર સંભવિત ભારે વરસાદ, પુરપ્રકોપ સહિતની કુદરતી આફતોને પહોંચી વળવા રેસ્ક્યુ સાધનો સાથે ટીમ સજજ

Posted 2 years ago with 115 views

Story by શૈલેષભાઈ વાળા | 3 mins read

સમાચાર સારાંશ: એનડીઆરએફ બટાલીયન કમાંડર વી.વી.એન પ્રસન્નાકુમારનાં માર્ગદર્શન હેઠળ એનડીઆરએફની 30 જવાનો સાથેની ટીમને સાઈકલોન સેન્ટર ભાલપરા ખાતે તૈનાત કરવામાં આવી

ગીર સોમનાથ જિલ્લામાં NDRF ટિમ ખડેપગે તૈયાર સંભવિત ભારે વરસાદ, પુરપ્રકોપ સહિતની કુદરતી આફતોને પહોંચી વળવા રેસ્ક્યુ સાધનો સાથે ટીમ સજજ
1/1

ગીર સોમનાથ જિલ્લામાં NDRF ટિમ ખડેપગે તૈયાર સંભવિત ભારે વરસાદ, પુરપ્રકોપ સહિતની કુદરતી આફતોને પહોંચી વળવા રેસ્ક્યુ સાધનો સાથે ટીમ સજજ 

જિલ્લામાં ચોમાસા દરમિયાન સંભવિત ભારે વરસાદ, પુરપ્રકોપ સહિતની કુદરતી આફતોને પહોંચી વળવા માટે એનડીઆરએફ બટાલીયન કમાંડર વી.વી.એન પ્રસન્નાકુમારનાં માર્ગદર્શન હેઠળ એનડીઆરએફની 30 જવાનો સાથેની ટીમને સાઈકલોન સેન્ટર ભાલપરા ખાતે તૈનાત કરવામાં આવી છે.

એનડીઆરએફ ટીમના ઈન્સ્પેકટર કૈલાશ બાથમે જણાવ્યું હતું કે, કોઈપણ કુદરતી આફત સમયે એનડીઆરએફના જવાનો બચાવ અને રાહત માટે સજ્જ હોય છે. અત્યારે ચોમાસાની ઋતુ ચાલી રહી છે ત્યારે વેરાવળ શહેરના પાણી ભરાતા વિસ્તારો જેવા કે, જાલેશ્વર, ભીડિયા, ખારવાવાડ વગેરે જગ્યાઓએ જઈને એનડીઆરએફની ટીમ લોકોને જાગૃત કરવા સાથે સ્થળ સ્થિતિનું નિરિક્ષણ કર્યું હતું. જેથી આફત સમયે ત્વરિત પગલા લઈ શકાય.

આજે પ્રાંત અધિકારી સહિત વહીવટીતંત્રના સ્ટાફ સાથે સાથે રેસ્ક્યૂ કરવાની સ્થિતિનું નિર્માણ થાય એવા લો લાઈન એરીયાની પ્રત્યક્ષ સ્થળ મુલાકાત લીધી હતી.

વેરાવળનાં જાલેશ્વર, ખારવાવાડ, ભીડિયા સહિતના સ્થાનિક લોકો સાથે સંવાદ કરીને કોઈ પણ મુશ્કેલીના સમયમાં બચાવ કરવા માટે કેવા પગલાઓ ભરવા જોઈએ તેમજ વહીવટીતંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું સત્વરે પાલન કરવું જેવી જાણકારી સહિતનું માર્ગદર્શન આપ્યું હતું.

એનડીઆરએફની ટીમ રબ્બર બોટ, ઈલેક્ટ્રિક કટર, લાઈફ જેકેટ, વિવિધ પ્રકારના દોરડાઓ, લાઇફ સેવર રિંગ, ડીપ ડ્રાઇવ સ્યૂટ જેવા તમામ પ્રકારના સાધનોથી સજ્જ છે. જેથી કોઈપણ વિપરિત પરિસ્થિતિનું નિર્માણ થાય તો ઝડપથી લોકોને બચાવ કરી શકાય અને જાનમાલને થતું નુકસાન અટકાવવાના અસરકારક અને ઝડપી પગલાં લઈ શકાય.

રિપોર્ટર શૈલેષભાઈ વાળા પ્રાંચી ગીર સોમનાથ

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

ગુજરાત, ઇવેન્ટ્સ, ધર્મ

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ મેમનગર ખાતે 80મા સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી

ગુજરાત, સોશિયલ મીડીયા, લાઈફ સ્ટાઈલ

Hästens Ahmedabad ખાતે CIIના યંગ ઈન્ડિયન્સ અમદાવાદ ચેપ્ટર માટે સ્લીપ સપા અને સાઉન્ડ હેયલીનગ સેશન