હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

જામનગરમાં જળબંબાકાર જેવી સ્થિતિ લોકોના ઘરમાં પાણી ઘુસતા હાલાકી વધી તંત્ર હજી સુધી ન પહોંચ્યું હોવાના લોકોના આક્ષેપ નવાગામ ધેડ ભીમવાસમાં પાણી ભરાયા

Posted 1 year ago with 93 views

Story by Sanjiv Rajput | 3 mins read

સમાચાર સારાંશ: જામનગરની રાજમોતી પાણીમાં ગરકાવ

જામનગરમાં જળબંબાકાર જેવી સ્થિતિ લોકોના ઘરમાં પાણી ઘુસતા હાલાકી વધી તંત્ર હજી સુધી ન પહોંચ્યું હોવાના લોકોના આક્ષેપ નવાગામ ધેડ ભીમવાસમાં પાણી ભરાયા
1/1

જામનગરમાં જળબંબાકાર જેવી સ્થિતિ લોકોના ઘરમાં પાણી ઘુસતા હાલાકી વધી તંત્ર હજી સુધી ન પહોંચ્યું હોવાના લોકોના આક્ષેપ

જામનગર નવાગામ ધેડ ભીમવાસ, વિસ્તારના સહિતના વિસ્તારોમાં ભરાયા પાણી લોકોના ઘરમાં પાણી ઘુસતા હાલાકી વધી તંત્ર હજી સુધી ન પહોંચ્યું હોવાના લોકોના આક્ષેપ લોકોના ઘરમાં પાણી ઘૂસી જતા ઇલેક્ટ્રીક વસ્તુઓને પહોંચ્યું નુકસાન જામનગરની રાજમોતી પાણીમાં ગરકાવ

રાજ્યભરમાં ભારે વરસાદે ઘમરોળ્યું છે ત્યારે સૌરાષ્ટ્રમાં પણ અતિ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે..

સૌરાષ્ટ્રના જામનગર શહેરને ભારે વરસાદે બાનમાં લીધું છે અને આખું શહેર જળબંબાકાર બન્યું છે. છેલ્લા 2 દિવસથી ભારે પવન સાથે સતત વરસી રહેલા વરસાદે ચારેતરફ પાણી પાણી કરી મૂક્યું છે. ડેમ ઓવરફલૉ થયા છે તો ક્યાંક નદીઓના પાણી ફંટાયા છે.

જામનગર ખાતે આવેલ વોર્ડનબર 11 ગુલાબનગર વિસ્તારમાં મોહન નગર આવાસ પાછળ આવેલ રાજમોતી ટાઉનશીપ 2 દિવસથી કેડ સમા પાણીમાં ગરકાવ થયેલ જોવા મળી રહી છે. જેના પરિણામે અહીંના લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. પોતાના ઘરમાં રહી આ લોકો રોજિંદી ચીજવસ્તુ માટે મુશ્કેલીઓનો સામનો કરતા જોવા મળી રહ્યા છે તો નાના ભૂલકા કે વડીલ કેડસમા પાણીમાં ચાલવા મજબુર બની રહ્યા છે. સ્થાનિક લોકો દ્વારા વહારે આવી મકાનમાં રહેલા લોકોને ફૂડ પેકેટ દ્વારા નાસ્તો આપવામાં આવી રહ્યો છે તો પાણીના પ્રવાહે મકાનની દીવાલ તોડી નાખી હોવાનું પણ જોવા મળી રહ્યું છે.

સ્થાનિકોમાં લોકચર્ચા મુજબ હજુ સુધી તંત્ર કે કોઈ અધિકારી અહીં જોવા માટે નથી આવ્યા અને અહીં તેઓ ભારે મુશ્કેલીઓ વેઠી રહ્યાં છે.

 હાલ આવનાર દિવસમાં પણ ભારે વરસાદની આગાહી છે. અહીં આવેલ સત્ય સાઈ નગર, મોહન નગર શેરી, યોગેશ્વર પાર્ક પાણીમાં ગરકાવ થતા જોવા મળી રહ્યા છે. વર્ષોથી અનેક રજુઆત કરાયેલ હોવા છતાંય આજદિન સુધી આ સમસ્યાનો કોઈ ઉકેલ જોવા મળતો નથી તેવું લોકોએ જણાવ્યું હતું.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

ગુજરાત, સામાજીક, કલા અને સંસ્કૃતિ

કલાતીર્થનો ભગીરથ પ્રયાસ: સંખેડાની કાષ્ઠકલા-કસબ અને લાખકામ ઉદ્યોગનું અનન્ય દસ્તાવેજીકરણ સાથે અભૂતપૂર્વ ગ્રંથ.

બ્રેકિંગ ન્યૂઝ, ભારત

સોનમ વાંગચુકની હડતાળ ચાલુ રહેશે: સારવાર અંગે તેમની પત્ની ગીતાંજલિને સફદરજંગ હોસ્પિટલ પર ભરોસો નથી.