સમાચાર સારાંશ: સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી છે. આજે વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી વરસાદનું ઓરેન્જ અલર્ટ
જુનાગઢ જિલ્લામાં કાળા ડિબાંગ વાદળો અને વીજળીના ચમકારા સાથે મેહુલાની વાજતે ગાજતે ધમાકેદાર થઇ એન્ટ્રી
જિલ્લાના માળીયાહાટીના ,કેશોદ ,માંગરોળ તાલુકા સહિત અને ગીરના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ શરૂ થયો .
ગ્રામ્ય વિસ્તારોમાં મોસમનો પ્રથમ વરસાદ થતાં ખેડૂતોમાં ખુશીની લહેર
જુનાગઢ જિલ્લામાં છ વાગ્યા સુધીનો નોંધાયેલો વરસાદ
વંથલીમાં 52 મીમી
જૂનાગઢમાં 29 મીમી
ભેસાણમાં 5 મીમી
વિસાવદરમાં 48 મીમી
મેંદરડામાં 73 મીમી
કેશોદમાં 15 મીમી
માળીયા હાટીનામાં 19 મીમી
ખેડુતો જેમની કાગડોળે રાહ જોઇ રહ્યા હતા ત્યારે મેઘરાજાએ પધરામણી કરતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો .હવે વાવણી લાયક વરસાદ થશે તેવી ખેડુતોમાં આશા બંધાઈ છે જયારે ગરમીમાંથી લોકોને થોડી રાહત મળી છે
તોફાની પવન સાથે જૂનાગઢ જિલ્લા સહિત ગીર પંથકમાં વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી જોવા મળી .ગુજરાતમાં હવામાન વિભાગની ભારે આગાહી વચ્ચે આજે (23મી જૂન) સૌરાષ્ટ્રમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. અમરેલી, ભાવનગર, બોટાદ, જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર અને રાજકોટ સહિતના જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના નવસારી, ભરૂચ અને સુરતમાં પણ ધીમી ધારે વરસાદ વરસ્યો હતો. જેના પગલે નદીઓમા નવા નરી આવ્યા હતા અને રસ્તાઓ અને ખેતરોમાં પાણી ભરાયા હતા.
પોરબંદર, રાજકોટ, અમરેલી અને જૂનાગઢ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ
અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ બપોર બાદ વીજળીના કડાકા ભડાકા અને પવન સાથે ધોધમાર વરસાદની શરૂઆત થઈ હતી. જેને પગલે સાવરકુંડલાની નાવલી નદીમાં નવા નીર આવ્યાં હતા. બીજી તરફ પોરબંદર જિલ્લામાં આજે ધોધમાર વરસાદ વરસ્યો હતો. બગવદર, ખાંભોદર, રામવાવ. કાટવાણા, કુણવદર અને બખરલા સહિતના ગામોમાં વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત જૂનાગઢ, રાજકોટ, જામનગર અને મોરબી સહિતના જિલ્લાઓના ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ જોવા મળ્યો હતો.
હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી છે. આજે વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી વરસાદનું ઓરેન્જ અલર્ટ છે.
23મી જૂને જુનાગઢ, અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા, સુરત અને તાપીમાં યેલો અલર્ટ જાહેર કરાયું છે, જ્યારે ગીર સોમનાથ, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં વરસાદનું ઓરેન્જ અલર્ટ જાહેર કરાયું છે. 24મી જૂને અમરેલી, બોટાદ, છોટા ઉદેપુર, નર્મદા, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં યેલો અલર્ટ અને ભાવનગર, ભરૂચ, સુરતમાં વરસાદનું ઓરેન્જ અલર્ટ જાહેર કરાયું છે.
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



