સમાચાર સારાંશ: ટેક્નોલીજી ભર્યા યુગમાં પણ જુનવાણી પદ્ધતિ સાથે ખેડૂતો કરે છે વાવણી
જૂનાગઢ જિલ્લામાં આજના ટેકનોલોજી ભર્યા યુગમાં પણ જુનવાણી રીતે પરંપરાગત વાવણી કરતા ખેડૂતો જમીનને મળે છે નાઇટ્રોજન નામનું પોષક તત્વ
હાલ ચોમાચાની શરૂવાત થઈ ચૂકી છે અને વરસાદ સારો પડતા ખેડૂતો દ્વારા પોતાના ખેતરોમાં વાવણી કરવામાં આવી રહી છે ત્યારે માળીયા હાટીના તાલુકા માં આજના ટેક્નોલીજી ભર્યા યુગમાં પણ જુનવાણી પદ્ધતિ સાથે ખેડૂતો વાવણી કરતા જોવા મળી રહિયા છે

પહેલાના સમયમાં ખેડૂતો હાથ ઓરણી દ્વારા પોતાના હાથ થકી ખેતરમાં બિયારણનું વાવેતર કરતા હતા અને તેમાં પણ ગામ ની અંદર બિયારણ વાવવા માટે 5 થી 10 ખેડૂતો સ્પેશિયલ હોય કે જેમને સારું વાવેતર કરતા આવડતું અને જેથી તેમની ગામની અંદર સારી ડિમાન્ડ રહેતી હતી સાથે સાથે ખેડૂતો દ્વારા સારી જાતના બળદો રાખવામાં આવતા હતા અને લાકડાના સાતી હતા
પરંતુ ધીરે ધીરે જમાનો બદલાતો ગયો અને ટેકનોલોજીનો યુગ આવતો ગયો તેમ તેમ ખેડૂતો પણ યુગની સાથે પરિવર્તિત થતા ગયા જેમા ધીરે ધીરે લાકડા ના સાતી ની જગ્યાએ લોખંડના સાતી આવી ગયા અને હાલ તો ટ્રેકટર અને સનેડા જેવા વાહનો આવતા ખેડૂતોને ખેતીમાં ખૂબ સરળતા આવી છે સાથે સાથે ખેતીમાં પહેલા કરતા ઘણા બદલાવ થયા છે
ત્યારે આજના સમયમાં માળીયા હાટીના તાલુકાના સમઢીયાળા ગામના ખેડૂત દેવાભાઈ રાઠોડ અને તેમનો પરિવાર જુનવાણી પદ્ધતિ સાથે વાવણી કરતા જોવા મળ્યા હતા જેમાં તેઓ હાથ ઓરણી દ્વારા બિયારણ વાવી રહ્યા છે અને સંપૂર્ણ ખેતી બળદોના માધ્યમથી કરે છે
દેવા ભાઈને પૂછવામાં આવતા તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આજના યુગમાં ટ્રેકટર અને સનેડા દ્વારા ખેતીમાં વાવણી કરવામાં આવે છે ત્યારે તેમાં ખેતરમાં રહેલી માટી પર વધુ દબાવ આવે છે વળી મગફળી નઆ ઉગાવામાં થોડી નબળાઈ રહે છે વળી ઓટોમેટિક ઓરણી દ્વારા વાવેતરમાં બિયારણ આસુ પાતરું પડે છે ત્યારે તેની સામે પરંપરાગત ખેતીમાં લાકડા ની ઓરણી હોય છે અને હાથ દ્વારા બિયારણ વાવમાં આવે છે જેમાં માપ પ્રમાણેનું બિયારણ ઉતારી શકાય છે તેમજ બળદો દ્વારા વાવણી કરવાથી જમીન ખુંદાતી નથી તેમજ સૌથી મોટો ફાયદો એ થાય છે કે જમીન ને જે નાઇટ્રોજન નામનું પોષણ જોઈતું હોય છે તે બળદો દ્વારા મળે છે જેમાં સૂર્ય પ્રકાશ ના કિરણો બળદ ના સિંગળામાં થઈ અને તેમના પગની ખરી મારફતે ખેતર માં આવે છે સાથે સાથે બળદની સાથે આખો દિવસ ખેતર માં ચાલવાથી કસરત થાય છે અને શરીર નું આરોગ્ય સારું રહે છે તેમજ બળદો ને આખું વર્ષ સાચવવાથી તેમનો મળ થાય છે તે ખેતરમાં ઉત્તમ ખાદ્ય તરીકે પણ બેનિફિટ આપે છે
જોકે આજના ટેક્નોલજીના યુગમાં હવે ખેડૂતો ઓછી મહેનતે વધુ લાભ મેળવતા થાય છે પરંતુ બીજી તરફ હવે લોકો ઓર્ગેનિક અને જુનવાણી પદ્ધતિની ખેતી તરફ પણ વળતા દેખાઈ રહ્યા છે
રિપોર્ટ :- પરેશ વાઢીયા (વાઢીયાભાઈ)--જૂનાગઢ
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



