હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

જૂનાગઢ જિલ્લામાં મેઘરાજાની અમીદ્રષ્ટિ પડતાં વહેલી સવારથી ખેડૂતોએ વાવણીના કર્યા શ્રી ગણેશ ખેડૂતોએ નંદીને કુંમ કુંમ તિલક કરી મીઠાઈ ખવડાવી

Posted 2 years ago with 257 views

Story by રિપોર્ટ :- પરેશ વાઢીયા (વાઢીયાભાઈ)--- જૂનાગઢ | 4 mins read

સમાચાર સારાંશ: ખેતરના શેઢે મગ અને ચોખાનો સાથીઓ પુરી કન્યાઓ સાથે સાથીઓ પુરાવીને વાવણી શરૂ કરી

જૂનાગઢ જિલ્લામાં મેઘરાજાની અમીદ્રષ્ટિ પડતાં વહેલી સવારથી ખેડૂતોએ વાવણીના કર્યા શ્રી ગણેશ  ખેડૂતોએ નંદીને કુંમ કુંમ તિલક કરી મીઠાઈ ખવડાવી
1/3
જૂનાગઢ જિલ્લામાં મેઘરાજાની અમીદ્રષ્ટિ પડતાં વહેલી સવારથી ખેડૂતોએ વાવણીના કર્યા શ્રી ગણેશ  ખેડૂતોએ નંદીને કુંમ કુંમ તિલક કરી મીઠાઈ ખવડાવી
2/3
જૂનાગઢ જિલ્લામાં મેઘરાજાની અમીદ્રષ્ટિ પડતાં વહેલી સવારથી ખેડૂતોએ વાવણીના કર્યા શ્રી ગણેશ  ખેડૂતોએ નંદીને કુંમ કુંમ તિલક કરી મીઠાઈ ખવડાવી
3/3

જૂનાગઢ જિલ્લામાં મેઘરાજાની અમીદ્રષ્ટિ પડતાં વહેલી સવારથી ખેડૂતોએ વાવણીના કર્યા શ્રી ગણેશ ખેડૂતોએ નંદી ને કુંમ કુંમ તિલક કરી મીઠાઈ ખવડાવી

વાત કરીએ તો જૂનાગઢ જિલ્લામા મોટે ભાગે લોકો ખેતી સાથે સંકળાયેલા છે ત્યારે ચોમાસાની શરૂવાત થાય એટલે ખેડૂતો કાગડોળે વરસાદની રાહ જોતા હોય છે તેવામાં ક્યારેક ચોમાચુ મોડું થતું હોય છે અને ખેડૂતોમાં ચિંતાનો માહોલ દેખાતો હોય છે 

જ્યારે દર વર્ષે ભીમ અગિયારસના દિવસે ખેડૂતો વાવણી કરતા હતા પરંતુ છેલ્લા થોડા વર્ષોથી ચોમાચુ મોડું પડતા વરસાદની અનિયમિતતા ને કારણે ખેડૂતોમાં ભય નો માહોલ જોવામાં આવી રહીયો છે ત્યારે હવે ખેડૂતો ખેતરમાં મગફળીના પાક ની વાવણી માટે અષાઢી બીજ નું અનુમાન લગાવતા હોય છે તેમાં દર વર્ષે જો વરસાદ મોડો પડે તો ખેડૂતો એવું તારણ નીકાળતા હોય છે કે વાવણી અષાઢી બીજના દિવસે થશે અને એવું થતું પણ હોય છે 

ત્યારે આ વર્ષે આમ જોવા જઈએ તો અગિયારસ વરસાદ વગરની ગઈ છે અને બીજી તરફ જોઈએ તો અષાઢી બીજને હજી વાર છે તેવામાં વરસાદ સમયસર આવી જતા ખેડૂતોમાં રાજીપો જોવા મળી રહ્યો છે 

ત્યારે જૂનાગઢ જિલ્લામાં બે દિવસ અગાઉ પડેલા સામાન્ય વરસાદ અને ગઈ કાલે બપોર બાદ પડેલા વરસાદે ખેડૂતો ને રાજી ના રેળ કરી દીધા હતા તેવામાં હવે ખેડૂતો દ્વારા આજે વહેલી સવારે મગફળીના પાક નું વાવેતર એટલે કે વાવણી ના શ્રી ગણેશ કર્યા હતા જ્યારે અગાઉ બે દિવસ પડેલા વરસાદ માં 10 % ખેડૂતો દ્વારા કુદરત ના ભરોષે ખેતીની જમીન માં મગફળી ના બિયારણ ને વાવી દેવામાં આવ્યું હતું પરંતુ બે દિવસ અગાઉ પડેલા વરસાદ સામાન્ય હોવાથી વાવણી લાયક વરસાદ ન હતો જેને કારણે જમીન માં માટી સુકેલી નીકળતી હતી ત્યારે 10% ખેડૂતોમાં મૂંઝવણ પણ દેખાય હતી પરંતુ કહેવત છે કે જેને રામ રાખે એને કોણ ચાખે ત્યારે ગઈ કાલે બપોર બાદ આવેલા વરસાદે ખેડૂતો ને રાજી રાજી કરી દીધા હતા ત્યારે હવે જૂનાગઢ જિલ્લામાં ખેડૂતો ખુશી ખુશી વાવણી કરવા લાગ્યા છે 

ખેડુતો દ્વારા વાવણીના શ્રી ગણેશ કરવાના સમયે તેઓ પોતાના મિત્ર જેવા બળદોને કુંમ કુંમ તિલક કરી મીઠાઈ ખવડાવી અને ખેતરના શેઢે મગ અને ચોખા નો સાથીઓ પુરી અને નાની બાળાના હાથે પોતાના કપાળે કુંમ કુંમ તિલક કરી અને રામ ભરોષે હજારો રૂપિયાની કિંમતના મગફળીના બિયારણનું પોતાના ખેતરમાં વાવેતર કરશે.ત્યારે રામ ભરોષે ખેતી કરતા ખેડૂતો ઈશ્વર પાસે સારા પાકની આશા પણ સેવે છે અને કુદરત એક દાણાના હજારો દાણા આપે પણ છે 

રિપોર્ટ :- પરેશ વાઢીયા (વાઢીયાભાઈ)--- જૂનાગઢ

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

ગુજરાત, ઇવેન્ટ્સ, ધર્મ

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ મેમનગર ખાતે 80મા સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી

ગુજરાત, સોશિયલ મીડીયા, લાઈફ સ્ટાઈલ

Hästens Ahmedabad ખાતે CIIના યંગ ઈન્ડિયન્સ અમદાવાદ ચેપ્ટર માટે સ્લીપ સપા અને સાઉન્ડ હેયલીનગ સેશન