સમાચાર સારાંશ: ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો
જૂનાગઢ જિલ્લામાં માંગરોળના દરિયાકાંઠે ભારે કરંટ , શહેરમાં ભારે વરસાદ ખાબકતા પાણી ભરાયા ગુજરાતના અનેક જિલ્લામાં મેઘરાજા મહેરબાન ગાજવીજ સાથે વરસાદી માહોલ જામ્યો
ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો
ગુજરાતના અનેક જિલ્લામાં મેઘરાજા મહેરબાન
જૂનાગઢ જિલ્લામાં માંગરોળના દરિયાકાંઠે ભારે કરંટ , શહેરમાં ભારે વરસાદ ખાબકતા પાણી ભરાયા #junagadh #rain #monsoon #news pic.twitter.com/jLv4bOW1P1
— Jigar pandya (@jigar_pandya27) July 16, 2024
જૂનાગઢજીલ્લાના માંગરોળમાં ધોધમાર વરસાદ
16થી 20 જુલાઈ સુધી અતિભારે વરસાદની આગાહી
જુનાગઢ જીલ્લાના માંગરોળ પંથકમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ બે કલાકમાં બે ઇંચ જેટલો વરસાદ પડ્યો છે
માંગરોળ શહેરમાં નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાના દ્રશ્યો જોવા મળ્યા . પાણી ભરાતાં લોકો અને વાહન ચાલકો પરેશાન થયા હતા .
સમગ્ર પંથકમાં હજુપણ ગાજવીજ સાથે વરસાદી માહોલ જામ્યો છે. વરસાદ વરસતા દરીયામા ભારે કરંટ દેખાયો હતો અને દરીયો ગાંડોતૂર થયો છે .
ગુજરાતના અનેક જિલ્લામાં મેઘરાજા મહેરબાન થયા છે. સોમનાથ અને વેરાવળમાં બે કલાકમાં ચાર ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. ધોધમાર વરસાદ બાદ અનેક રસ્તાઓ પર વરસાદી પાણી ભરાયા હતા. વેરાવળ એસટી, જૂનાગઢ રોડ પર પાણી ભરાયા હતા. હવામાન વિભાગ દ્વારા આજે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે સુરત, નવસારી, વલસાડ, છોટાઉદેપુર, દમણ, દાદરા નગર હવેલી, જૂનાગઢ, ગીરસોમનાથ, અમરેલી, ભાવનગર, દીવમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. વડોદરા, નર્મદા, ભરૂચ, ડાંગ, તાપી, રાજકોટ, જામનગર, પોરબંદર, દ્વારકા અને બોટાદ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.
હવામાન ખાતાની આગાહી પ્રમાણે 16થી 20 જુલાઈ સુધી અતિભારે વરસાદ ખાબકશે. રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને બેટીંગ કરશે. કેટલાક વિસ્તારોમાં 15 ઈંચ વરસાદ ખાબકશે. સૌરાષ્ટ્ર, દ.ગુજરાત, અને મધ્ય ગુજરાતમાં આગાહી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
16 થી 18 જુલાઈ સુધી અતિભારે વરસાદ પડી શકે છે અને ત્યાર બાદ 20 જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદ ખાબકશે તેવી આગાહી કરવામાં આવી છે. અમદાવાદ, ગાંધીનગર, આણંદમાં પણ અતિભારે વરસાદ નોંધાય તેવી પણ શક્યતાઓ છે.
ગુજરાત અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વરસાદી માહોલ રહેવાની આગાહી કરી છે. જેમાં ખાસ કરી ઉત્તર ગુજરાતના સિદ્ધપુર અને વિસનગરમાં વરસાદનું જોર વધારે રહેવાની આગાહી કરી છે. આ સાથે ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની આગાહી કરાઇ છે. આજે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં સામાન્યથી અતિભારે વરસાદની આગાહી છે.
જુનાગઢ જીલ્લાના અનેક તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો.
જુનાગઢમાં બે કલાકમાં 7 મી.મી વરસાદ નોંધાયો.
માળીયા હાટીના પંથકમાં ધોધમાર વરસાદ તાલુકામાં 70મી.મી વરસાદ નોંધાયો
માંગરોળ પંથકમાં ધોધમાર વરસાદ તાલુકામાં 47 મીમી વરસાદ નોંધાયો.
મેંદરડા પંથકમાં ધોધમાર વરસાદ તાલુકામાં 60 મી.મી. વરસાદ નોંધાયો.
ભેંસાણ પંથકમાં ધોધમાર વરસાદ તાલુકામાં 16 મી.મી વરસાદ નોંધાયો.
વંથલી પંથકમાં ધોધમાર વરસાદ
તાલુકામાં 11મીમી વરસાદ નોંધાયો.
કેશોદ પંથકમાં ધોધમાર વરસાદ.
કેશોદ તાલુકામાં 8 મી.મી વરસાદ નોંધાયો.
માણાવદર પંથકમાં ધોધમાર વરસાદ તાલુકામાં 47 મી.મી વરસાદ નોંધાયો....
માળીયા હાટીના તેમજ ગ્રામ્ય વિસ્તારો જેમાં ગળું તેમજ ચોરવાડ સહિતના પીખોર, પાણીધ્રા, ગાગેચા, લાઠોદ્રા, ગળોદર, જુથળ, ભંડુરી નાની ઘણેજ, મોટી ઘણેજ સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત તેમજ ગીર વિસ્તારના ગામડાઓમાં સમઢીયાળા, જાનુડા, ખોરાસા, બરુલા, ચુંલડી સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત
જ્યારે અનેક નાના મોટા વોંકળામાં અને નદીઓમાં ઘોડાપૂર જેવી સ્થિતિ સર્જાઈ.
નાના ચેકડેમો છલોછલ ભરાઈ જતાં ખેડુતોમાં ખુશી
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



