હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

જૂનાગઢ જિલ્લામાં મેઘલ નદીના ઉપરવાસના છોડેલા પાણીને કારણે ભારે પુર આવતા નાળિયેર ઉતારવા ગયેલા યુવકોને બચાવાયા ભારે વરસાદ બાદ નદીઓમાં ઘોડાપૂર

Posted 1 year ago with 151 views

Story by Paresh Vadhiya | 3 mins read

સમાચાર સારાંશ: રસ્તા પર નદીના ધસમસતા પાણી વહ્યા બાદ રોડ બંધ કરાયો

જૂનાગઢ જિલ્લામાં મેઘલ નદીના ઉપરવાસના છોડેલા પાણીને કારણે ભારે પુર આવતા નાળિયેર ઉતારવા ગયેલા યુવકોને બચાવાયા  ભારે વરસાદ બાદ નદીઓમાં ઘોડાપૂર
1/2
જૂનાગઢ જિલ્લામાં મેઘલ નદીના ઉપરવાસના છોડેલા પાણીને કારણે ભારે પુર આવતા નાળિયેર ઉતારવા ગયેલા યુવકોને બચાવાયા  ભારે વરસાદ બાદ નદીઓમાં ઘોડાપૂર
2/2

જૂનાગઢ જિલ્લામાં મેઘલ નદીના ઉપરવાસના છોડેલા પાણી ને કારણે ભારે પુર આવતા નાળિયેર ઉતારવા ગયેલા યુવકોને બચાવાયા 

જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદ બાદ તાલુકાના જળાશયો છલકાયા છે ત્યારે તાલુકાના ભાખરવડ ગામે આવેલ ભાખરવડ જળાશય પણ છલકાયો હતો અને નદીઓ ગાડીતુર બની હતી

જ્યારે વ્રજમી ડેમના બે દરવાજા ખોલવામાં આવ્યા હતા ત્યારે નીચાણવાળા વિસ્તારો ને એલર્ટ કરવામાં આવ્યા હતા લોકોને નદી ના પટમાં અવર જવર ન કરવા ચુચના આપવામાં આવી હતી જ્યારે તાલુકાના ગળુ અને વિષણવેલ વચ્ચે 15 જેટલા યુવકો જે નાળિયેર ઉતારવાનું કામ કરતા હોય તે નાળિયેર ઉતારી રહ્યા હતા તેવામાં મેઘલ નદી માં ઉપરવાસના જલાશયોમાંથી છોડેલા પાણી ને કારણે ભારે પુર આવતા નાળિયેર ઉતારવા ગયેલા યુવકો ફસાયા હતા ફસાયેલા યુવકોને તેમના મિત્રો અને સ્થાનિક લોકો દ્વારા દોરડાના સહારે પુરની બહાર રેસ્ક્યુ કરી કાઢવામાં આવ્યા હતા જેમાં તમામ યુવકો હેમખેમ રીતે નીકળી જાવા પામ્યા હતા

રાજ્યના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે આજે અનેક રસ્તાઓ બંધ કરાયા છે. વલસાડ, સુરત, ઉના સહિતના અનેક પંથકમાં મેઘરાજાએ ધમધોકાર બેટિંગ કરી છે, જ્યાં ખેતરો બેટમાં ફેરવાયા છે, રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેવા દર્શ્યો સામે આવ્યા છે.

વલસાડમાં સતત વરસાદને કારણે અંતરિયાળ વિસ્તારમાં કોઝવે અને લો લેવલ પૂલ પાણીમાં ગરકાવ થયા છે. કોઝવે ઉપરથી પાણી ફરી વળતા જિલ્લામાં 15થી વધુ રસ્તાઓ બંધ થયા છે, ત્યારે તંત્ર દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી. મધુબન ડેમમાં પણ પાણીની આવકમાં સતત વધારો થતાં ડેમમાંથી 25 હજાર ક્યુસેકથી વધુ પાણી છોડાયું છે, 

જેના કારણે નદી કિનારા વિસ્તારના લોકોને સાવચેત રહેવાની સૂચના આપવામાં આવી છે.ગીર સોમનાથના ઉનાના ગીર ગઢડા પંથકમાં ભારે વરસાદ બાદ નદીઓમાં ઘોડાપૂર જોવા મળી રહ્યું છે. ઉનાની ગીર ગઢડા પંથકમાં ભારે વરસાદ બાદ ઉનાની મચ્છુન્દ્રી નદીમાં ઘોડાપુર આવ્યું છે. ઉનાથી અંજાર જવાના રોડ પર બેઠા પુલ પર પાણી ફરી વળ્યા છે. રસ્તા પર નદીના ધસમસતા પાણી વહ્યા બાદ રોડ બંધ કરાયો છે.

રિપોટ :- પરેશ વાઢીયા (જૂનાગઢ)

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

મોદી મેજીકે મમતાના સૂપડા સાફ કરી દીધા ,પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ૧૫ વર્ષના શાસનના યુગનો અંત.

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતના ત્રણ તાલુકામાં ભર ઉનાળે વરસાદ પડ્યો હતો. સવારના પહોરમાં જ 1 ઇંચ સુધી વરસાદ ખાબક્યો.