હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
ગુજરાત, સામાજીક, ઇવેન્ટ્સ

જૂનાગઢમાં રૂપાયતન પરિસરના આસપાસના વિસ્તારમાં કાળા જાંબુના બીજ રોપવાનો ઉપક્રમ રૂપાયતન આશ્રમશાળા તથા મિનરાજ સ્કુલના બાળકો દ્વારા કરવામાં આવ્યો

Posted 1 year ago with 282 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: વૃક્ષોનું માનવજાત માટે ખૂબ મહત્વ છે

જૂનાગઢમાં રૂપાયતન પરિસરના આસપાસના વિસ્તારમાં કાળા જાંબુના બીજ રોપવાનો ઉપક્રમ રૂપાયતન આશ્રમશાળા તથા મિનરાજ સ્કુલના બાળકો દ્વારા કરવામાં આવ્યો
1/2
જૂનાગઢમાં રૂપાયતન પરિસરના આસપાસના વિસ્તારમાં કાળા જાંબુના બીજ રોપવાનો ઉપક્રમ રૂપાયતન આશ્રમશાળા તથા મિનરાજ સ્કુલના બાળકો દ્વારા કરવામાં આવ્યો
2/2

જૂનાગઢમાં રૂપાયતન પરિસરના આસપાસના વિસ્તારમાં કાળા જાંબુના બીજ રોપવાનો ઉપક્રમ રૂપાયતન આશ્રમશાળા તથા મિનરાજ સ્કુલના બાળકો દ્વારા કરવામાં આવ્યો 

રૂપાયતન દ્વારા નિયમિત રીતે અનોખી પ્રતિબધ્ધતાથી કરવામાં આવતી અનેકવિધ સાંસ્કૃતિક ઉપરાંત પ્રકૃતિ વિષયક પ્રવૃત્તિઓની નિયમીત નોંધ લઇને સરાહના કરતા અને રૂપાયતનના મોટા ગજાના સમર્થક એવા મુંબઇસ્થિત શ્રી જગદીપભાઇ છાયાના સહયોગથી ગઇકાલે રૂપાયતન પરિસરના આસપાસના વિસ્તારમાં કાળા જાંબુના બીજ રોપવાનો ઉપક્રમ રૂપાયતન આશ્રમશાળા તથા મિનરાજ સ્કુલના બાળકો દ્વારા રૂપાયતનના શુભચિંતક અને પ્રકૃતિપ્રેમી પ્રો. શ્રી સરમણભાઇ સોલંકીના માર્ગદર્શન સાથે ઉત્સાહભેર ઉજવવામાં આવ્યો. 

જૂનાગઢમાં રૂપાયતન પરિસરના આસપાસના વિસ્તારમાં કાળા જાંબુના બીજ રોપવાનો ઉપક્રમ રૂપાયતન આશ્રમશાળા તથા મિનરાજ સ્કુલના બાળકો દ્વારા કરવામાં આવ્યો

આ અવસરે રૂપાયતન સંસ્થા ના મેનેજીંગ ટ્રસ્ટીશ્રી હેમંત નાણાવટી તથા અન્ય ટ્રસ્ટીશ્રી સર્વશ્રી પ્રો. રમેશ મહેતા, શશિન નાણાવટી તથા દાદુભાઇ કનારાએ ઉપસ્થિત રહીને બાળકોને પ્રોત્સાહિત કર્યા. આ અવસરે \\\' બુધમિત્રો \\\' ની ઉપસ્થિત નોંધનીય રહી. સમગ્ર ઉપક્રમને સહજ અને સફળ રીતે પાર પાડવા માટે રૂપાયતન આશ્રમશાળાના આચાર્યા શ્રીમતી મીનલ કાથડ તથા રૂપાયતન પરિવારના અન્ય સભ્યો સર્વશ્રી ધરણાંતભાઇ બંધિયા, સન્નીભાઇ જોશી, અનિલ કરગટિયા, દેવાંગીબેન, સીમાબેન, શ્વેતાબેન, રામભાઈ, હેમલતાબેન, કાજલબેન અને ભૂષણ ઝાલાએ આયોજનબધ્ધ જહેમત ઉઠાવી હતી.આજે બાળકોને ભોજનમાં ભજિયાં ની મોજ કરાવી

વૃક્ષોનું માનવજાત માટે ખૂબ મહત્વ છે. તે માનવને ગ્રહો અને રાશિ સાથે પણ જોડાયેલુ છે. આરાધ્ય વૃક્ષો જોતા તે જીવન માટે ઉપયોગી અને ગુણવાન સાબિત થાય છે.

 જેમાં પીપળો, વડ, બીલી, લીમડો જેવા વૃક્ષોનું રાશિ-નક્ષત્રમાં ખૂબ મહત્વ છે. વૃક્ષોનું માનવજાત માટે ખૂબ મહત્વ છે. વૃક્ષોનો સામાજિક ધાર્મિક મહત્વ છે. તેનું પ્રાચીનકાળથી મહત્વ ચાલ્યું આવે છે. 

વૃક્ષોનો સંબંધ રાશિ-નક્ષત્ર સાથે જોડાયેલો છે. માનવજાત માટે રાશિ-નક્ષત્ર પ્રમાણે આરાધ્યવૃક્ષો નક્કી થયેલા હોય છે. વૃક્ષનું પૂજન કરવાથી તેના ગુણોનો પ્રભાવ રહે છે. કારણ કે વૃક્ષ પૂજન ઇશ્વરપૂજનનું એક સહમાધ્યમ હશે અને તેનાથી માણસનાં સીધો સ઼બંધ ઇશ્વર સાથે જોડાઇ જતો હશે.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

મોદી મેજીકે મમતાના સૂપડા સાફ કરી દીધા ,પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ૧૫ વર્ષના શાસનના યુગનો અંત.

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતના ત્રણ તાલુકામાં ભર ઉનાળે વરસાદ પડ્યો હતો. સવારના પહોરમાં જ 1 ઇંચ સુધી વરસાદ ખાબક્યો.